અમદાવાદ: આજરોજ 17 સપ્ટેમ્બર એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે દેશભરમાં વિવિધ રીતે વિવિધ લોકો દ્વારા તેમનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને, તો ક્યાંક વૃક્ષારોપણનું આયોજન કરીને, તો ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન જેટલા વર્ષના થાય તેટલા કિલો કેક: રોશન બેકરીના માલિક વસીમભાઈ અન્સારી ETV BHARAT સાથે વાત કરતાં જણાવે છે કે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવે છે. વડાપ્રધાન જેટલા વર્ષના થાય તેટલા કિલો કેક બનાવી કાપે છે અને જાહેર જનતામાં તેનું વિતરણ કરે છે. જોકે પહેલા પણ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરતા હતા, પરંતુ પાંચ વર્ષથી તેઓ ભવ્ય રીતે ઉજવણી કરી રહ્યા છે.
વસીમભાઈએ વધુમાં જણાવતા કહ્યું કે, 'આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74 વર્ષ પૂરા થયા તે નિમિત્તે 74 કિલોની કેક, 74 કિલો લાડુ અને 74 કિલો ચવાણુંનું જાહેર વિતરણ કરવામાં આવી રહ્યું છે.'
તમને જણાવી દઈએ કે, સ્થાનિકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે મોટી સંખ્યામાં જોડાયા હતા અને કેક તથા લાડુ અને ચવાણાનો નાસ્તો મેળવ્યો હતો, અહીં તેને તેઓ વડાપ્રધાનનો પ્રસાદ ગણાવતા હતા.
વસીમભાઈ જણાવે છે કે, 'જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વિડીયો જોતા હોય તો તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ અને તેઓ પણ અમારી સાથે તેમના જન્મદિવસ નિમિત્તે જોડાઈ અને ઉજવણી કરે તે પ્રકારની આશા રાખીએ છીએ.'
આ પણ વાંચો: