અમરેલી: કેન્દ્ર સરકાર હાલ સમગ્ર દેશમાં નેશનલ હાઇવે માર્ગો બનાવી રહી છે. ત્યારે મહુવા-જેતપુર નેશનલ હાઇવે રોડ જે સાવરકુંડલા પાસે આવેલા ઓળીયા ગામની મધ્યમાં આવેલો છે. ત્યાંથી પહેલા પસાર થતા સ્ટેટ હાઇવેની જગ્યાએ નેશનલ હાઇવેનો નવો બાયપાસ ઓળીયા ગામની બહારથી કાઢવામાં આવતા ઓળીયા ગામના લોકો અમરેલી કચેરી ખાતે પહોંચ્યા હતા.
ગ્રામજનોએ અમરેલી કલેક્ટરને આવેદન આપ્યું
ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ આવેદન આપ્યું હતું કે, ઓળીયા ગામની બહારથી નેશનલ હાઇવેનો બાયપાસ કાઢવામાં ન આવે અને ખેડૂતોએ પણ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે, જો નેશનલ હાઇવેનો બાયપાસ ઓળીયા ગામમાંથી કાઢવામાં આવશે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન તેમની પાસેથી છીનવાઇ જશે તે માટે ઓળીયા ગામના લોકો અને ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને સાવરકુંડલાના ઓળીયા નજીક નેશનલ હાઇવે બાયપાસ ન કાઢવાના મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: