બનાસકાંઠા: આજે ધાનેરા અને પાલનપુરમાં અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાલનપુરમાં જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો આજે રેલી નિકાળી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાની વાત કરી હતી. સમાજના લોકોએ કહ્યું કે, કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલા જજમેન્ટ ન્યાય પૂર્ણ નથી જેથી આ અંગે ફેર વિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી તેમને કહ્યું કે, આગામી દિવસોમાં જો નિર્ણય લેવામાં નહિ આવે તો બાબાસાહેબના માર્ગે આગળ વધી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ધાનેરામા સ્વૈચ્છિક બજારો બંધ રહ્યા હતા અને રેલી નીકાળી આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે SC-ST સમાજ દ્રારા ભારત બંધનું એલાન આપ્યું હતું, જેની સીધી અસર ધાનેરામા જોવા મળી હતી. આજે ધાનેરાની બજારોમાં સવારથી જ સ્વૈચ્છિક બજાર બંધ જોવા મળ્યા હતા. આજે સવારે 10 વાગે sc st સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકોએ ભેગા મળી એક વિશાલ રેલી નીકળવામા આવી હતી અને લાલચોક ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી મામલતદાર કચેરીએ પહોંચી ધાનેરા મામલદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમા 15 મુદ્દાના ઉકેલની રજુઆત કરવામાં આવી હતી. SC- STના અનામત કેટેગરીમા 1.8.24 ના સુપ્રીમ કોર્ટના સાત જજોના ચુકાદાને નીરસ્ત કરી અગાઉની પાંચ જજોની બેચના ચુકાદાને બહાલ કરવામાં આવે એવી મુખ્ય માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ દ્વારા અનામત મુદ્દે આજે ભારત બનીનએલાન આપવામાં આવ્યું છે, જોકે બનાસકાંઠામાં પણ તેની અસર જોવા મળી હતી. ધાનેરામાં સવારથી જ બજારો વ્યાપારીઓ બંધ રાખી સ્વચ્છતા બંધમાં જોડાયા હતા, જોકે પોલીસ દ્વારા વધુ વિરુદ્ધ ન થાય તેવા માટે ગોઠવવામાં આવ્યો હતો.