ETV Bharat / state

પાટણમાં 'પુષ્પા' વાળી, લાલ ચંદનનો જથ્થો ઝડપાયો - PATAN NEWS

પાટણના શ્રેય ગોડાઉનમાં નંબર 70માં લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને આશરે 4 કરોડનો જથ્થો હોવાની બાતમી મળી હતી.

આંધ્રપ્રદેશના તિરુપતિથી પાટણ પહોંચ્યો જથ્થો
આંધ્રપ્રદેશના તિરુપતિથી પાટણ પહોંચ્યો જથ્થો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 13, 2024, 7:10 PM IST

Updated : Dec 13, 2024, 8:05 PM IST

પાટણ: જિલ્લા નજીક હાજીપુર ગામ પાસે આવેલ શ્રેય ગોડાઉન લાલ ચંદનનો જથ્થો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે આંધ્ર પ્રદેશના તિરૂપતિ ડિસ્ટ્રિક્ટ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફોર્સે પાટણ આવી આવી હતી.

પાટણમાં લોકલ પોલીસ અને આંધ્રની પોલીસ દ્વારા ગોડાઉનની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે બાદ શ્રેય ગોડાઉનમાં નંબર 70માં લાલ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, પોલીસને આશરે 4 કરોડનો જથ્થો હોવાની બાતમી મળી હતી.

પાટણથી લાલ ચંદનનો જથ્થો ઝડપાયો (Etv Bharat Gujarat)
કેસ FIR
કેસ FIR (Etv Bharat Gujarat)
કેસ FIR
કેસ FIR (Etv Bharat Gujarat)

લાલ ચંદનનો તસ્કરીનો કેસ: સ્થાનિક LCB અને આંધ્ર પ્રદેશની પોલીસે કાર્યવાહી શરુ કરી હતી. બાતમીની જગ્યા પરથી લાલ ચંદનના 155 નંગ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, આશરે 2.50 કરોડની કિંમતના લાલ ચંદનના લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મ,અલતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. ભાવનગરમાં 50 હજાર વ્યાજ માટે યુવાનની હત્યા, બે આરોપીને પોલીસેે દબોચ્યા
  2. ડભોઇમાં મુથૂટ ફાયનાન્સ સાથે છેતરપિંડીની ઘટના, કંપનીને લાગ્યો રૂ.12 લાખનો ચુનો

Last Updated : Dec 13, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.