પાટણ: જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનીની લહેર જોવા મળી રહી છે. રાધનપુરમાં વરસાદ વરસતા ની સાથે જ બજાર અને સોસાયટીઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.
ખેડૂતોમાં ખુશીની લહેરઃ રાધનપુર તાલુકામાં આતુરતાથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં વરસાદ થવાથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે તેમજ વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. નાના બાળકો અને યુવાનોએ વરસાદમાં નાહવાની મજા પણ માણી છે.
વહેલી સવારથી જ મેઘ મહેરઃ પાટણ જિલ્લામાં ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો હતો પરંતુ આજ રોજ વહેલી સવારથી જ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો મહાર જોવા મળ્યો છે. રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણ માં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો છે.