ETV Bharat / state

ઓનલાઇન ખરીદી કરતા પહેલાં સાવધાન, એમેઝોન પર નકલી કોસ્મેટીક વેંચાણનો પર્દાફાશ - Fake cosmetics busted

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 1:27 PM IST

રાજ્ય સરકાર દ્વારા દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર બનાવટી દવાના / કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. Fake cosmetics busted

ઓનલાઇન એમેઝોન પર નકલી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ
ઓનલાઇન એમેઝોન પર નકલી કોસ્મેટીક વેચાણનો પર્દાફાશ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર બનાવટી દવાના / કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મળેલ માહીતી અને ફરીયાદના આધારે ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવટી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે અને શંકાસ્પદ કોસ્મેટીકના 4 નમુના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60 હજારનો કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

તંત્ર દ્વારા આરોપી પકડાયા: ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાના જણાવ્યા અનુસાર, કોસ્મેટીકના કોઇપણ લાયસન્‍સ વગર ભ્રામક તથા લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાત કરી લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવવાનું કૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ પ્રકારની જ્યોતીષી કરવા માટેની ડિગ્રીસર્ટી વગર જ લોકોને જ્યોતીષ માર્ગદર્શન પુરુ પાડી લોકોને છેતરવાની કામગીરી તથા ઓનલાઇન એમેઝોન માધ્યમમાં ખોટો પ્રચાર કરી ઉત્પાદન અને વેચાણનું કૃત્ય થાય છે. જે અન્‍વયે ગાંધીનગરના આઇ.બી. ના નાયબ કમિશનર વાય.જી.દરજીના મર્ગદર્શન હેઠળ ગાંધીનગરની ડ્રગની ટીમ અને ભાવનગરની ડ્રગની ટીમ દ્વારા ભાવનગરના મદદનીશ કમિશ્નર એ. એ. રાદડીયાના માર્ગદર્શન હેઠળ નિલોફરબેન સાદીકભાઇ ખદરાણીએ તેમના મકાનમાં ગેરકાયદેસર રીતે ખોટો લાયસન્‍સ નંબર (GJ/05/0034175) કે જે તેમને સરકાર તરફથી આપવામાં આવ્યો ન હતો તેનો ઉપયોગ કરી વિવિધ સાબુનું ઉત્પાદન કરતા ઝડપી પાડ્યા હતા.

એમઝોન પર નકલી સાબુનું વેચાણ: આ ઉત્પાદન માટે તેઓ ઘરગથ્થુ ચીજવસ્તુઓ જેવી કે, ઇન્‍ડક્શન ગેસ, તપેલા, ચમચા, રો-મટીરીયલ, વિવિધ ફ્લેવર્સ, વિવિધ મોલ્ડ ફ્લેવર્સ, ફ્રિઝ, આયુર્વેદિક મીક્ષ પાવડર્સ, 120 કિગ્રા રો-મટીરીયલ, પ્રબલ બ્રાન્‍ડનો બ્રાસનો સિક્કો અને જુદા-જુદા ગ્રહોના ફોટાવાળા પ્રિન્‍ટેડ કાર્ટન વગેરે વસ્તુઓ આગળની કાર્યવાહી માટે જપ્ત કરી છે અને અધિકારીઓએ આશરે 3.50 લાખના વિવિધ બ્રાન્‍ડના આશરે 1800 સાબુનું વેચાણ કર્યું હતું. પોલીસે ભાવનગર ખાતે તપાસ કરતાં તેઓને આ સાબુની બનાવટ તેમજ પોતાની વેબસાઇટ તેમજ ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતાં પકડી પડ્યા હતા.

વડોદરા લેબોરેટરીમાં તપાસ: તેમણે વધુમાં જણાવ્યું કે આ પેઢી દ્વારા મોટાભાગનું વેચાણ તેમના પતિ દિલીપભાઇ અમૃતલાલ મહેતાની દવાની એજન્‍સીમાં તમામ સાબુનું વેચાણ તેમજ ડિલીવરી કરવામાં આવતી હતી. અને તપાસ દરમ્યાન આ જગ્યા પરથી કુલ 4 નમુનાઓ લઈ પૃથ્થકરણ કરવા વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. એજન્‍સી માંથી કાયદેસરની કાર્યવાહી કરતાં 20 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ લોકો છેલ્લા દોઢ મહિનાથી ગેરકાયદેસર રીતે સાબુ તેમજ કોસ્મેટિક દવાઓનું વેચાણ કરી રહ્યા હતા.

ગુનેગારોને કડક સજા: અત્રે ઉલ્લેખનીય છે કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ એ તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન એમેઝોન પર વેચાણ કરતી નકલી કોસ્મેટીક ઉત્પાદન કરતી દુકાન પર દરોડા પડ્યા હતા. આ કડક પગલાં લેવાથી જેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

  1. નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે CID ક્રાઇમને મળી સફળતા, મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા - Navsari water supply scam
  2. માસિક ધર્મ દરમિયાન શું છે યોગ્ય વિકલ્પ? સેનેટરી પેડ કે મેન્સ્ટ્રુઅલ કપ, જાણો.. - BENEFITS OF MENSTRUAL CUP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.