જૂનાગઢ: નવરાત્રીના અંતિમ દિવસે જૂનાગઢની રોયલ પાર્ક સ્થાનિક ગરબીમાં નાના ખેલૈયાઓ દ્વારા સ્કેટિંગ વિલ પર ગરબા કરીને નવરાત્રીના અંતિમ દિવસને અનોખી રીતે ઉજવણી કરી હતી. એક અઠવાડિયાની તાલીમ બાદ નાના ખેલૈયાઓ દ્વારા સ્કેટિંગ પર ગરબા રજૂ કરાયા હતા.
નવરાત્રીના અંતિમ દિવસની અનોખી ઉજવણી: નવરાત્રીના અંતિમ દિવસોમાં નાના ખેલૈયાઓ દ્વારા સ્કેટિંગ વિલ પર ગરબા કરીને નવરાત્રીના અંતિમ દિવસની અનોખી ઉજવણી કરી હતી. નવરાત્રિના 9 દિવસ કેમ પૂરા થઈ ગયા તે ખેલૈયાઓ માટે આજે પણ આશ્ચર્યનો વિષય છે.
તેની વચ્ચે આજે જૂનાગઢની સ્થાનિક રોયલ પાર્ક ગરબીમાં નાના ખેલૈયાઓ દ્વારા સ્કેટિંગ વિલ પર ગરબા કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. સામાન્ય રીતે સ્કેટિંગ પર ચાલવું પણ નાના બાળકો માટે મુશ્કેલ હોય છે. તેની વચ્ચે નાના નાના બાળકોએ વિશેષ તાલીમ મેળવીને ખાસ ગરબો રજૂ કર્યો હતો.
નાના બાળકોના ગરબા જોઈ લોકો મંત્રમુગ્ધ: નાના બાળકોએ 8 દિવસની તાલીમ મેળવ્યા બાદ નવરાત્રીનો અંતિમ દિવસ વિશેષ બને તે માટે ખાસ સ્કેટિંગ વિલ પર ગરબા કર્યા હતા. નાના નાના બાળકો સ્કેટિંગ વિલ પર એક અદના ખેલૈયાની માફક ગરબા કરતા જોઈને અહીં ઉપસ્થિત સૌ મોટેરાઓ પણ દંગ રહી ગયા હતા. નવરાત્રી શરૂ થવાને એક મહિના કરતાં વધારેનો સમય હોય છે. ત્યારથી જ ખેલૈયાઓ ગરબાની તાલીમ લઈને નવરાત્રીના 9 દિવસો દરમિયાન ગરબા કરવા માટે પરસેવો પાડતા હોય છે. ત્યારે આ નાના બાળકોએ માત્ર 1 અઠવાડિયાની તાલીમ મેળવીને મુશ્કેલ કહી શકાય તેવા સ્કેટિંગ વિલ પર ગરબા ને એકદમ સરળ બનાવીને નવરાત્રી નો અંતિમ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.
આ પણ વાંચો: