ETV Bharat / state

રાષ્ટ્રીય ચિત્રકલા દિવસે કલા ક્ષેત્રે ખોટની સંભાવના વ્યક્ત કરતા ચિત્રકાર, ભારતની ચિત્રકલા ક્યાંથી જન્મ પામી અને વિશ્વમાં કેમ અલગ છે જાણો - National Art Day - NATIONAL ART DAY

ભારતની ચિત્રકલાનો આરંભ ગુફાકાળથી શરૂ થયો હતો. આદિમાનવની લિપિથી શરૂ થયેલી ચિત્રકલા વિશ્વમાં શ્રેષ્ઠ અને અલગ છે. મૌલિકતા અને બૌદ્ધિકતાથી ભરપૂર ચિત્રકલાની વર્તમાન સ્થિતિને લઈને કલાકારો અને ચિત્રકારો પણ ખોટ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. જાણો આખરે કેમ..

રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ
રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 7:44 PM IST

રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ

ભાવનગર: દર વર્ષે 15 એપ્રિલના રોજ રાષ્ટ્રીય આર્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે ભારતની કલા બૌદ્ધિકતા અને મૌલિકતાથી ભરપૂર હોય છે. બીજી તરફ વિશ્વને એમ.એફ. હુસેન જેવા કલાકાર પણ ભારત તરફથી મળ્યા છે. શાળાઓ સુધી પહોંચેલી કલાના ગુરુઓની થતી બાદબાકીને લઈને રાષ્ટ્રીય આર્ટ દિવસ નિમિત્તે કલાકારોએ નિરાશા પણ વ્યક્ત કરી છે, ત્યારે ભારતની કલાને સાચવવા માટે સરકારની નીતિને પગલે કલામાં ખોટ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ
રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ

રાષ્ટ્રીય આર્ટ દિવસ નિમિત્તે ચિત્ર શિક્ષકની માંગ: ભારતમાં 15 એપ્રિલ એટલે રાષ્ટ્રીય આર્ટ દિવસ. ત્યારે આજના દિવસે ભાવનગર કલા સંઘના પ્રમુખ અજય ચૌહાણે જણાવ્યું હતું કે કળાથી બાળકોને ખૂબ જોવા જાણવા અને શીખવા મળતું હોય છે અને ઘણી બધી આર્ટ સંસ્થાઓ અને કોલેજો ગુજરાતમાં ચાલતી હતી. અત્યારે પ્રાથમિક શાળાઓમાં જુઓ તો ચિત્ર શિક્ષક જેવી કોઈ વસ્તુ રહી નથી. સાવ ઝીરો થઈ ગયું છે. છેલ્લી ભરતી સરકારે 2006 માં કરી હતી તે પછી ભરતીઓ થઈ જ નથી. આખા ગુજરાતમાં 16 ફાઇનાન્સ કોલેજ હતી ત્યાં આજે 5 જ વધી છે. ચિત્ર વિષય મરતો જાય છે અને આપણે કલા ઉત્સવ, કલા મહાકુંભ ઉજવીએ છીએ. આમ કલાને જાળવવી હોય તો શાળાઓમાં ચિત્રના શિક્ષકોની ભરતી કરવી ખુબ જ જરૂરી છે જેથી બાળકો કલાના ક્ષેત્રે આગળ વધી શકે.

રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ
રાષ્ટ્રીય ચિત્રકલા દિવસ

ભારતની કલા કઈ અને વિશ્વથી કેમ અલગ: 15 એપ્રિલે આર્ટ દિવસ હોવાથી ETV BHARATએ ભાવનગરના સિનિયર ચિત્રકાર ભરત પંડ્યા સાથે ખાસ વાતચીત કરી હતી. ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે શામળદાસ ડિપ્લોમા આર્ટસ કોલેજમાં ફરજ બજાવી અને અનેક વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા. જો કે કલા શું છે ? તો આપણે જોઈએ તો ભારતની કલા એ ગુફા કાળથી શરૂ થયેલી કલા છે. વર્ષો પહેલા જ્યારે આદિમાનવ યુગ હતો ત્યારે આદિમાનવ પાસે ભાષા નહિ હોવાને કારણે તેઓ ચિત્રલિપીથી સમજણ આપતા હતા અને ત્યાંથી આ કલાનો પ્રારંભ થયો હતો. જો કે ત્યારબાદ રાજાશાહી આવી અને કલાકારોને પ્રોત્સાહન અને આજીવિકા મળી રહેતી હતી. આજના સમયમાં તેવું નથી. રોજગારી મેળવવા કલાકારોને મહેનત કરવી પડે છે. રાજાશાહીના સમયમાં મોગલ કલા, રાજપૂત કલા, મધુબની કલા અને જૈન ચિત્રકલા જેવી શૈલીઓ વિકાસ પામી હતી.

એક જમાના બાદ હવે કલા ક્ષેત્રે પડશે ખોટ: ભાવનગરના સિનિયર ચિત્રકાર ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે આપણી કલામાં બૌદ્ધતામાં મૌલિકતા જોવા મળે છે. જો કે એક સમયે મુંબઈ, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં કોલેજો સ્થપાઈ હતી. ત્યાં કલા શીખવાડવામાં આવતી હતી. ત્યારબાદ વાસ્તવદર્શી ચિત્રો આવ્યા હતા. જો કે એમ.એફ.હુસેન જેવા મહાન કલાકારે કલા ક્ષેત્રે મોટું યોગદાન આપ્યુ છે અને નવી ટેકનીક પણ શીખવી છે. કલા અકાદમીઓ પણ સ્થપાઈ અને ડીટીસી, ફાઇન આર્ટસ જેવી કોલેજ બાદ પ્રાથમિક અને હાઇસ્કુલોમાં શિક્ષકો પણ નિમવામાં આવ્યા હતા. પરંતુ ધીરે ધીરે ઘણા સમયથી સરકારની નીતિને કારણે ચિત્ર શિક્ષકોની બાદબાકી થતી રહી છે. જો કલાને મહત્વ નહીં અપાય તો કળા ક્ષેત્રે મોટી ખોટ પડે તેમ છે.

  1. ગીરના જંગલમાં ઉનાળા દરમિયાન પશુ-પક્ષી અને પ્રાણી માટે કૃત્રિમ પાણીના સ્ત્રોત શરૂ કરાયા - Gir forest area
  2. દાહોદમાં બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી - Dr Ambedkar birth anniversary

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.