ETV Bharat / state

જૂનાગઢની સૌથી જૂની ઇદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરતાં મુસ્લિમ બિરાદરો - Eid ul Fitr Namaz

આજે રમઝાન મહિનો પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ખૂબ જ ધાર્મિક આસ્થા અને કોમી ભાઈચારાના વાતાવરણની વચ્ચે ઉજવણી થઇ છે. ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરીને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ મસ્જિદે નમાઝ અદા કરવા ઉમટી પડ્યાં હતાં.

જૂનાગઢની સૌથી જૂની ઇદગાહ મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરતાં મુસ્લિમ બિરાદરો

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 12:48 PM IST

રમઝાન ઈદની મુબારકબાદી

જૂનાગઢ : રમઝાન માસ પૂર્ણ થતા જ મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ-ઉલ ફિત્રની ઉજવણી ધાર્મિક ભાઈચારાના વાતાવરણની વચ્ચે કરી હતી. જૂનાગઢની સૌથી જૂની ઇદગાહ મસ્જિદ ખાતે આજે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. 30 દિવસના રમઝાન માસના રોઝા આજે પૂર્ણ થયા છે. જેના ઉપ્લક્ષમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી થતી હોય છે. ત્યારે નવાબીનગર જૂનાગઢમાં પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરીને એકમેકને ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવી હતી.

વૈશ્વિક ભાઈચારા માટે નમાઝ અદા કરાઈ : ઈદ ઉલ ફેિત્રના પવિત્ર પ્રસંગે સમગ્ર વિશ્વમાં ભાઈચારો સ્થપાય તે માટે જૂનાગઢની સૌથી જૂની ઈદગાહ મસ્જિદે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભાઈચારાનું વાતાવરણ પેદા થાય. પ્રત્યેક ધર્મ એકબીજાનું સન્માન કરે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના મન મોટાવ અને ભેદભાવો દૂર થાય. જીવમાત્રનું કલ્યાણ થાય અને પ્રત્યેક જીવને પડી રહેલી મુશ્કેલીમાંથી અલ્લાહ છુટકારો અપાવે તે માટે પણ ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરો નમાઝ માટે ઉમટી પડ્યાં : રમઝાન ઈદનો તહેવાર કોમી ભાઈચારા અને ખુશીના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે. ત્યારે આજે નમાઝ પૂર્ણ થયા બાદ પ્રત્યેક નમાઝીએ એકમેકને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે પણ મુબારકબાદી પાઠવી હતી.ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરીને સૌ કોઈને રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી. સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદગાહ મસ્જિદે નમાઝ અદા કરવા ઉમટી પડ્યાં હતાં.

  1. ઉપલેટાના 85 વર્ષીય કુલશમ પઠાણે પૂર્ણ કર્યા 30 રોઝા, જાણો રોઝા રાખવાનું ધાર્મિક કારણ અને મહત્વ - Ramzan 2024
  2. Salmankhan: રમઝાન પર 'ભાઈજાન'ના ચાહકોને મોટી ભેટ, 'ગજની'ના નિર્દેશક સાથે ફિલ્મની જાહેરાત, 2025ની ઈદ પર રિલીઝ થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.