સુરત: સીટી લાઈટ વિસ્તારમાં આવેલા મહારાજા અગ્રેસન ભવનમાં મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં દિવાળી તેમજ નૂતન વર્ષના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીયજળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સાથે મજુરા વિધાનસભાના વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા.
મતદાતાઓએ મોદી પર પસંદગી ઉતારી: પાટિલે કહ્યું કે, આ લોકો સરકાર બનાવવાની વાત કરતા હતા. ગુજરાતમાં મતદાતાઓએ વડાપ્રધાન મોદી પર પસંદગી ઉતારી છે. વડાપ્રધાન મોદીએ અલગ અલગ યોજનાનો લાભ લોકોને મળે તે માટેના સફળ પ્રયાસો કર્યા છે. ન ભૂતો ન ભવિષ્યતિ જેવી 231 થી વધુ સીટો હતી. ત્યારે 148 માંથી 133 પર ભવ્ય જીત મળી છે. ગુજરાતમાં વાવની સીટ ભાજપ માટે 2022થી નક્કી થઈ હતી.
મહારાષ્ટ્રની જનતાએ આપ્યો જવાબ: સીઆર પાટીલે જણાવ્યું કે, વાવ સીટ પર 2017માં મતદારોએ જે ભૂલ કરી તેને સુધારી છે. મને વાવના લોકો અને ભાજપ પર વિશ્વાસ હતો. જેના કારણે આ ભવ્ય જીત મળી છે. આજે 162 સીટ ઉપર ભાજપ આવી છે. ત્યારે કોંગ્રેસ પર કટાક્ષ કરતા પાટીલે કહ્યું કે, આજે જે વિદ્યાર્થીઓ 543 માંથી 99 લાવીને કૂદતા હતા. તેઓને આજે મહારાષ્ટ્રની જનતાએ જવાબ આપ્યો છે. આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્રમાં અમે સરકાર બનાવીશું, એવું કહેતી કોંગ્રેસ ફેલ થઈ ગઈ છે. સરકાર બનવાની વાતો કરતા હતા. તેઓના પગ નીચેથી તળિયા હટી ગયા છે.
સીઆર પાટીલ પાસે 3 પદની જવાબદારી: પાટીલે કહ્યું કે, મહારાષ્ટ્રના નેતાઓ અને કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન છે. તેમના દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. આજે ગુજરાતની વાવની સીટ આવી ગઈ છે, તે લોકો કહેતા હતા કે, વાવની સીટ પર ભારતીય જનતા પાર્ટી નહી આવે, તેવું કહેનારા લોકોના મો બંધ થયા છે. 2022માં આ સીટ નીકળી ગઇ હતી. ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, વાવની સીટ ભારતીય જનતા પાર્ટી લઇને જ રહેશે. વધુમાં તેઓ જણાવ્યું કે, મારી પાસે 3 પદની જવાબદારી છે. સાંસદ, પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ મંત્રીની ત્યારે હવે મને પ્રદેશ પ્રમુખને જવાબદારીમાંથી મુક્ત કરો અને અન્ય કોઈ યોગ્ય કાર્યકર્તાને આ જવાબદારી આપો. જેને પણ આ જવાબદારી મળે તેમને હું અભિનંદન પાઠવું છું.
આ પણ વાંચો: