પાટણ: 23 જૂનના રોજ નીટ પીજીની પરીક્ષા વિવિધ સેન્ટરોમાં ઓનલાઇન યોજાવાની હતી. અગાઉ આ પરીક્ષા પહેલા બે થી ત્રણ વાર મોકૂફ થયેલી હતી પરંતુ 22 જૂન રાત્રે 10:00 વાગે એકાએક આ પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓમાં ઘેરી ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. સમાચાર જોતા તેઓ આની ખાતરી કરવા સવારે જે તે સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ ગયા પરંતુ આવા કોઇ સેન્ટર ઉપર કોઈ નોટિસ પણ લગાવેલી નથી કે અહીંયા કોઈ જવાબ આપવા અધિકારી કે કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નહોતા.
પરીક્ષા સેન્ટરમાં કોઇ હાજર નથી: સવારે 7:00 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો પરંતુ અત્યારે 07:45 નો સમય થવા છતાં પણ પરીક્ષા સેન્ટર ઉપર કોઈ હાજર નથી જેથી વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સાનું વાતાવરણ છે ભાજપની આ સરકાર શું કરવા બેઠી છે તેઓને વિદ્યાર્થીઓના હિતની વિદ્યાર્થીઓને પરિવારની કોઈ ચિંતા નથી.
200 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા: આ પરીક્ષા સેન્ટરમાં 150 થી 200 વિદ્યાર્થીઓની પરીક્ષા છે તમામ વિદ્યાર્થીઓ અહીંયા રાધે FORTUNE શોપિંગ સેન્ટરમાં આવેલી OMTECH SOLUTIONS સેન્ટરમાં હાજર થવા આવી ગયા છે. પરંતુ અહીંયા કોઈ નોટિસ બોર્ડ ઉપર કોઈ સૂચના કે અહીંયા જવાબ આપનાર કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડ પણ હાજર નથી.
ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર પ્રહારો: નીટ પીજીની પરીક્ષા મોકૂફ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાત્રે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર પરીક્ષા રદ કરી હતી. હવે ત્રીજી વખત આ પરીક્ષા રદ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના વાલીઓની શું થશે દશા: તેમણે કહ્યું કે, ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે, વારંવાર મેડિકલના વિદ્યાર્થીઓ પર પ્રયોગો કરવાનું બંધ કરો. નીટ અને જાહેર પરીક્ષામાં ગોટાળા થાય અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓને બનવું પડે આવા સરકારના નિર્ણયોથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતતી હશે. એ તો જેને બાળક હોય તેને ખબર પડે નરેન્દ્ર મોદી અને અને ભુપેન્દ્ર ભાઈ પટેલે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ.