ETV Bharat / state

નીટ પરીક્ષા કૌભાંડના 2 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા - Neet Exam Scam

ગોધરા શહેરના નીટ પરીક્ષા કૌભાંડથી આખું રાજ્ય હચમચી ગયું છે. આ કૌભાંડના 3 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા આરોપીઓની સઘન તપાસ માટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Neet Exam Scam

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 2:41 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પંચમહાલઃ ગોધરા શહેરના અત્યંત ચકચારી એવા નીટ પરીક્ષા કૌભાંડથી આખું ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજ્યની શિક્ષણ પ્રણાલીઓ પર પણ સવાલ ઉઠ્યા છે. આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલા 3 આરોપીઓની એક બાદ એક ધરપકડ કરવામાં આવી છે. 3 પૈકી રાજસ્થાનથી ઝડપાયેલા 2 આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા આરોપીઓની સઘન તપાસ માટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.

2 આરોપી રાજસ્થાનથી ઝડપાયાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી પરવડીની જય જલારામ સ્કૂલના નીટ પરીક્ષાના કેન્દ્ર પર ચોરી થાય તે અગાઉ જ ચોરી કરાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પરીક્ષા કેન્દ્રના નાયબ પરીક્ષા કેન્દ્રના સંચાલક પાસેથી 7 લાખ રોકડ મળી આવી હતી. પોલીસની તપાસ દરમ્યાન 3 આરોપીઓના નામ ખુલ્યા હતા. એક બાદ એક ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. વડોદરાના પરશુરામ રોય નામના આરોપીની અટકાયત કરીને 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં પોલીસને ફરાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા નામક 2 આરોપીઓ રાજસ્થાન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. પોલીસને રાજસ્થાનથી આ બંને આરોપીઓની અટકાયતમાં સફળતા મળી છે.

10 દિવસના રીમાન્ડઃ પોલીસે બંને આરોપીઓને સોમવારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં તપાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 10 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

પોલીસે રાજસ્થાનથી ઝડપેલા તુષાર ભટ્ટ અને આરીફ વોરા નામક બંને આરોપીઓને સોમવારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં તપાસ અધિકારી નાયબ પોલીસ અધિક્ષક એન. વી. પટેલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે...રાકેશ ઠાકોર(સરકારી વકીલ, ગોધરા)

  1. NEET Exam: કૉલેજતંત્રની નિમ્નતાની હદ, વિદ્યાર્થિનીઓને કહ્યું "પહેલા નીકર કાઢો પછી પરીક્ષા"
  2. નીટ પરીક્ષા 2024 એડમિટ કાર્ડ જારી થયાં, 5મેએ લેવાશે પરીક્ષા - NEET UG ADMIT CARD 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.