ETV Bharat / state

હાઈબ્રિડ ગાંજાનો વેપલો, નવસારી એસઓજી પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી - Navsari Hybrid Ganja Racket Busted

નવસારી જિલ્લા એસ ઓ જી પોલીસે ગુજરાતમાં પ્રથમ વખત હાઇબ્રીડ ગાંજા સાથે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. જેમાં સુરતથી ગાંજો લાવી વેચતા આરોપીઓ નવસારીની અગ્રવાલ કોલેજના બે વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું.

હાઈબ્રિડ ગાંજાનો વેપલો,
હાઈબ્રિડ ગાંજાનો વેપલો,
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 7, 2024, 1:11 PM IST

હાઈબ્રિડ ગાંજાનો વેપલો,

નવસારી: ઝડપથી વિકસતા નવસારી શહેરમાં ડ્રગ્સનો વેપાર પણ ફેલાવા માંડ્યો છે. શહેરની નામાંકિત કોલેજના બે વિદ્યાર્થીઓને નવસારી SOG પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં ડીમાંડ ધરાવતા બુબા કુશ ડિઝાઇનર ગાંજા સાથે દબોચી લીધા છે. જેની સાથે જ સુરતના સપ્લાયરને પણ પકડી પાડી પોલીસે લાંબા સમયથી ચાલી રહેલા ડિઝાઇનર ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે વોચ:

નવસારી શહેરમાં ગાંજો, ચરસ સામાન્ય રીતે મળી રહેતા હોવાની ફરિયાદો છે, જયારે MD ડ્રગ્સ પણ માંગો તો મળી જાય એવી વાતો વચ્ચે શહેરમાં ડિઝાઇનર ગાંજાનું રેકેટ ચાલી રહ્યું હોવાની માહિતી નવસારી જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી હતી. જેથી નવસારીમાં ડ્રગ્સના નેટવર્કને ઉગતા જ ડામી દેવા માટે નવસારી SOG પોલીસની ટીમ સતર્ક થઇ હતી. પોલીસે ટેકનીકલ સર્વેલન્સ સાથે જ બાતમીદારોને એક્ટિવ કરી, ગાંજાના પેડલર અથવા સપ્લાયર સુધી પહોંચવા મથામણ શરૂ કરી હતી.

ગત રોજ નવસારી SOG પોલીસને બાતમી મળી હતી કે, સુરતથી બે યુવાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ડીમાંડ ધરાવતા ડીઝાઇનર ડ્રગ્સ સાથે નવસારી તરફ આવી રહ્યા છે, જેથી પોલીસે નવસારીના જલાલપોર તાલુકાના મરોલી નજીકની કપલેટા ચેકપોસ્ટ પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બાઇક પર બે યુવાનો આવતા તેમને ટકાવી, તપાસ કરી હતી. જેમાં બંને યુવાનો પાસેથી 1.12 લાખ રૂપિયાનો 32 ગ્રામ બુબા કુશ હાઈબ્રીડ ગાંજાનું પેકેટ મળી આવ્યુ હતુ. જેની સ્થાનિક બજારમાં 1 ગ્રામના 3500 થી 4000 રૂપિયા કિંમત આવે છે. જેથી પોલીસે બાઇક સવારની કડકાઈથી પૂછપરછ કરતા બંનેએ ડિઝાઇનર ગાંજાનો જથ્થો સુરતના અલથાણ સ્થિત કર્મયોગ ફ્લેટ્સમાં રહેતા 28 વર્ષીય સેમસન ઉર્ફ સેમ સાયમન કરાસકોનું નામ આપતા પોલીસે સેમસનને પણ દબોચી લીધો હતો.

6.62 લાખનો મુદ્દામાલ કબજે:

પોલીસે આરોપીઓ પાસેથી બુબા કુશ ગાંજા સાથે જ અન્ય સાધનો, બાઇક અને કાર મળી કુલ 6.62 લાખનો મુદ્દામાલ કબજે કરી મરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 12 એપ્રિલ સુધીના એટલે 6 દિવસના પોલીસ રિમાન્ડ પણ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નવસારી SOG પોલીસે પકડેલા ડિઝાઇનર ગાંજો ગુજરાતમાં સામાન્ય રીતે મળતો નથી. ગત વર્ષે અમદાવાદ SOG એ 10 ગ્રામ પકડ્યુ હતું. ત્યાર બાદ નવસારી SOG એ રાજ્યમાં સૌથી વધુ એટલે કે 32 ગ્રામ પકડ્યો છે.

અન્ય દેશો સાથે જોડાયેલા છે તાર:

પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ડીમાંડ ધરાવતા બુબા કુશ હાઈબ્રીડ ગાંજા સાથે પકડેલા પેડલર નવસારીની નામાંકિત અગ્રવાલ કોલેજમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ છે. બંને વિદ્યાર્થીઓ લાંબા સમયથી ગાંજાનો વેપાર કરતા હોવાની પોલીસની પ્રાથમિક માહિતી છે. જેઓનું નેટવર્ક મુંબઈથી સુરત વચ્ચે ફેલાયેલું છે. જયારે સેમસન કરાસકો અગાઉ સેલવાસમાં MD ડ્રગ્સની હેરાફેરીમાં પકડાઇ ચુક્યો હતો. સામાન્ય રીતે બુબા કુશ આંતરરાષ્ટ્રીય સ્તરે થાઈલેન્ડ અને બેંગકોકમાં નેટવર્ક ધરાવે છે, જોકે એની સાથે જ શ્રીલંકા, કંબોડિયા, કેનેડા, અમેરિકા જેવા દેશોના તાર પણ જોડાયેલા છે. જોકે વિદ્યાર્થીઓ ગાંજાની હેરાફેરીમાં ક્યારથી છે, અગ્રવાલ કોલેજમાં એનું વેચાણ કરતા હતા કે કેમ, બુબા કુશ ગાંજાના નેટવર્ક અને રૂટ ક્યા છે, એ તમામની તપાસ આરંભી છે. રિમાન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરના આ ડિઝાઇનર ગાંજાના રેકેટમાં અન્ય આરોપીઓ સાથે ચોકાવનારી વિગતો પણ સામે આવે એવી સંભાવના સેવાઈ રહી છે.

  1. ગાંધીનગર કમલમનો ઘેરાવો કરવા રાજ શેખાવતની હાકલ, કહ્યું - જેને જે ભાષામાં જોઈએ એ ભાષામાં જવાબ આપીશું - Raj Shekhavat on Rupala Statement
  2. કેજરીવાલ માટે AAPનો દેશભરમાં 'સામુહિક ઉપવાસ', કાર્યકરો ધરપકડનો વિરોધ કરશે - Kejriwal Ko Ashirwad Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.