ETV Bharat / state

નવસારીમાં મેઘ"કહેર", પૂર્ણા નદીના પાણી શહેરમાં ફરી વળતા સર્જાયા તારાજીના દ્રશ્યો - Navsari rain update - NAVSARI RAIN UPDATE

દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના વિવિધ તાલુકા સહિત શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જુઓ નવસારીની પરિસ્થિતિ આ અહેવાલમાં...

નવસારીમાં પૂરની પરિસ્થિ
નવસારીમાં પૂરની પરિસ્થિતિ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 27, 2024, 1:08 PM IST

પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળતા સર્જાયા તારાજીના દ્રશ્યો (ETV Bharat Gujarat)

નવસારી : ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લો જળબંબાકાર બન્યો છે. નવસારી નજીકથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને 7 ફૂટ ઉપર વહી રહી છે. 30 ફૂટ પર પહોંચી જતા નવસારી શહેરના 35,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારી શહેરમાં પૂરના પાણી ઘૂસી આવતા તંત્ર દોડતું થયું છે.

નવસારીમાં પૂરના પાણી ફરી વળ્યા
નવસારીમાં પૂરના પાણી ફરી વળ્યા (ETV Bharat Gujarat)

નવસારીમાં જળબંબાકાર : નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે. આ સ્થિતિમાં 35,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમાં 3000 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ લોકો માટે સરકારી શાળા તેમજ લગ્નના હોલમાં તેમજ સરકારી કચેરીઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે

અસંખ્ય લોકોને સુરક્ષીત સ્થળો પર ખેસડાયા
અસંખ્ય લોકોને સુરક્ષીત સ્થળો પર ખેસડાયા (ETV Bharat Gujarat)

છાતી સમા પાણી ભરાયા : નવસારી શહેરના મોટાભાગના વિસ્તારોમાં નદીના પાણી ભરાયા છે. જેમાં ભેંસતખાડા, રીંગરોડ, કાશીવાડી, બંદર રોડ, ચીકુવાડી, શાંતાદેવી રોડ, સીઆર પાટીલ સંકુલ, દશેરા ટેકરી, રેલ રાહત કોલોની સહિતના વિસ્તારોમાં બે ફૂટથી લઈને પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.

નવસારીને જોડતા અનેક માર્ગો પર ફરી વળ્યા પાણી
નવસારીને જોડતા અનેક માર્ગો પર ફરી વળ્યા પાણી (ETV Bharat Gujarat)

રાહત કામગીરી : નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 12 હજાર લોકો માટે નગરપાલિકા દ્વારા ખીચડી બનાવવામાં આવી છે. જે નગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વિતરણ કરવામાં આવશે.

મહિલાએ જીવ ગુમાવ્યો : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં રમાબેન હોસ્પિટલ પાસે 31 વર્ષીય ભૂમિકાબેન શાહનું ડૂબી જવાથી મોત થયું હતું. આ અંગે માહિતી મળતા NDRF ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ચાર સ્ટેટ હાઇવે બંધ : ભારે વરસાદ અને પાણી ભરવાના કારણે નવસારી જિલ્લાના નાના-મોટા 70 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે નવસારીના ચાર સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. જેમાં નવસારીથી મરોલી જતો માર્ગ, નવસારી બારડોલી માર્ગ, નવસારી ગણદેવી માર્ગ અને નવસારી સુરત માર્ગનો સમાવેશ થાય છે. આ સાથે નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે.

ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ : નવસારી જિલ્લાના ગ્રામ્ય તાલુકામાં પારડી, વાડા, અડદા, ધારાગીરી, નસીલપોર, પિનસાડ, કછોલ, કસ્બાપાર, ચંદ્રવાસણ સુપા ગામોમાં કુલ મળી 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં એક SDRF ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે એક NDRF ટીમ બોલાવવા માટે પણ તંત્રએ માંગ કરી છે.

પૂર્ણા નદીનું જોખમી સ્તર : નવસારીની પૂર્ણા નદીમાં સપાટી હજુ વધી રહી છે, જેને લઇને પૂરના પાણી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર પૂરની પરિસ્થિતિને પગલે એલર્ટ થઈ ગયું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંબિકા નદીના ઉપરવાસમાં હાલ વરસાદ ઘટી ગયો છે. પરંતુ વરસાદનું પાણી હજી સાંજ સુધી નદીમાં આવશે, જેના કારણે જળસપાટીમાં વધારો થવાની શક્યતા છે.

3 હજાર લોકોનું સ્થળાંતર : નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 3000 થી વધુ લોકોને સ્થળાંતરિત કરીને 10 જેટલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં રાખવામાં આવ્યા છે. જ્યાં ભોજન પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પૂરના પાણી હજુ વધી રહ્યા છે, જેને લઈને ઘરોમાં વધુ પાણી ભરાઈ શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

અસરગ્રસ્તોને વળતર મળશે ? નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિને લઈને નવસારીના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ નવસારી દોડી આવ્યા હતા. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી સ્થળાંતર અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તો બીજી તરફ નવસારી જિલ્લામાં થયેલા નુકસાનનો સર્વે કર્યા બાદ વળતર ચૂકવવાની પણ બાંહેધરી આપી હતી.

  1. નવસારીના કેલીયા અને જૂજ ડેમ ઓવરફ્લો થવાના આરે, 12 થી વધુ ગામોને એલર્ટ કરાયા
  2. નવસારીમાં અતિ ભારે વરસાદથી મુશ્કેલીઓ વધી, જિલ્લામાં 200થી વધુ લોકોનું સ્થળાંતર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.