નવસારી : નવસારી લોકસભા અંતર્ગત 175 વિધાનસભામાં આજે વૃદ્ધો અને દિવ્યાંગોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની નવતર પહેલ દ્વારા પાંચ ટીમો દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગોના ઘરે જઈને મતદાન કરાવ્યું. જેમાં નવસારીમાં મતદાન માટે 99 વૃદ્ધો અને 25 દિવ્યાંગો સાથે કુલ 124 મતદાતાઓએ પોતાના પવિત્ર મત આપ્યો હતો.
સરકારી અથવા પ્રાઇવેટ કંપનીમાં રજાનું પ્રોવિઝન છે કે કોઈપણ વ્યક્તિને પેડ હોલીડે મળે છે. પરંતુ આવશ્યક જેવી કે ફાયર હેલ્થ જેવા સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાનની સુવિધા આજથી બે દિવસ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મતદારોને અગાઉથી જાણ કરીને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે 85 વર્ષની ઉંમરથી વધુ અથવા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ફેસીલીટેશન સેન્ટર બનાવી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં આજરોજ નવસારી જિલ્લા ચૂંટણી તંત્રની પાંચ ટીમો દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગોના ઘરે જઈને મતદાન કરાવ્યું છે... જનમ ઠાકોર (પ્રાંત અધિકારી)
નવસારી લોકસભા બેઠક ઉપર 21 લાખ મતદારો : આગામી સાતમી મેના રોજ 21 લાખ મતદારો પોતાની પવિત્ર ફરજ અદા કરશે. પરંતુ તે અગાઉ સરકારી ફરજોમાં રોકાયેલા કર્મચારીઓ વૃદ્ધો અને દિવ્યાંગો પાસે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની શરૂઆત કરાવવામાં આવી છે. જેમાં અલગ અલગ તાલુકા કક્ષાએ ચૂંટણી પંચ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લા ચુંટણી તંત્રની 5 ટીમો દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગોના ઘરે જઈને મતદાન કરાવ્યું છે. 175 નવસારી વિધાનસભામાં 99 વૃદ્ધો અને 25 દિવ્યાંગો સાથે કુલ 124 ઘેરથી મતદાન કરનારા મતદારો નોંધાયા હતાં. ચૂંટણી પંચની 5 ટીમો દ્વારા 29 અને 30 એપ્રિલ દરમિયાન તમામના ઘરે જઈને મતદાન કરાવવાનું આયોજન કર્યું છે.