નર્મદા: એકતા નગર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કારણ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમન્ડો, ચેતક કમાંડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ, સહિત CISF, SRP, NCC ના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. જે અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે.
આ દિવસની ઉજવણી માટે સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે. સાથે આ પોગ્રામમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે.
જાણો કાર્યક્રમનો શિડ્યુલ: 30 તારીખે નરેન્દ્ર મોદી 1 વાગે કેવડિયા હેલિપેડ ખાતે આગમન કરશે. ત્યાર બાદ અનેક નવા પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 30 તારીખે સાજે નર્મદા આરતીમાં ભાગ લેશે જ્યાં દિવાળી એટલે દીપોસત્વ મનાવશે. જેમાં ખાસ 1.50 લાખ દીવડા સળગાવી મા નર્મદાની આરતી થશે. બીજા દિવસે 31 ઓકટોમ્બરના રોજ સવારે 8 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પઆંજલી અર્પણ કરશે અને 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે આવશે.
આ પણ વાંચો: