ETV Bharat / state

મા અંબાના ભક્તોના સેવક "નગીનભાઈ" : 59 વર્ષથી અવિરત ચાલતી નિ:શુલ્ક લીંબુ શરબત સેવા - Bhadravi Poonam mela

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 10:46 AM IST

ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો માતાના દર્શનનો લ્હાવો લેવા આવે છે. જોકે, કેટલાક સેવાભાવી લોકો ભક્તોની સેવાનો અનન્ય લ્હાવો મેળવે છે. આવા જ એક ભક્ત નગીનભાઈ પટેલ છેલ્લા 59 વર્ષથી અંબાજી ચાચર ચોકમાં 150 લોકોના સ્ટાફ સાથે લીંબુ શરબતની અવિરત સેવા કરી રહ્યા છે.

માઁ અંબાના ભક્તોના સેવક "નગીનભાઈ"
માઁ અંબાના ભક્તોના સેવક "નગીનભાઈ" (ETV Bharat Gujarat)

બનાસકાંઠા : ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી અંબાજી મંદિર પરીસર ધમધમી ઉઠી છે. મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ, દર્શન, પ્રસાદ સહિતની વ્યવસ્થા સાથે ચા-પાણી, છાશ અને લીંબુ શરબતના સ્ટોલ પણ ગોઠવાય છે. દૂર સુદૂરથી આવતા પગપાળા યાત્રિકોનો થાક ઉતરે અને રાહત મળે એ માટે કેટલાક સેવાભાવી લોકો લીંબુ શરબત પીવડાવી માઈભક્તોની સેવાનો અનન્ય લ્હાવો મેળવે છે.

"નગીનભાઈ" : 59 વર્ષથી અવિરત ચાલતી નિ:શુલ્ક લીંબુ શરબત સેવા (ETV Bharat Gujarat)

ભક્તોના સેવક નગીનભાઈ : ખેડા જિલ્લાના વાસદ ગામના પટેલ નગીનભાઈ હાથીભાઈ માઈભક્તોની સેવામાં અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા 59 વર્ષથી લીંબુ શરબતની અવિરત સેવા આપી રહ્યા છે. નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવા આવે છે. નગીનભાઈની ટેક છે કે જીવે ત્યાં સુધી, આજીવન ભાદરવી પૂનમના મેળામાં આ સેવા આપતા રહેશે.

નિઃશુલ્ક લીંબુ શરબત સેવા : નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં 150 જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માઈ ભક્તોની સેવા માટે જોડાય છે. અંબાજી ચાચર વિસ્તારમાં 12 કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે. નગીનભાઈ પોતાનો સરસામાન લઈને આઠમે અંબાજી આવી જાય છે અને નોમના દિવસથી પૂનમના બપોર સુધી સેવા આપે છે. પગપાળા ચાલતા આવતા યાત્રિકો માં અંબેના દર્શન પહેલા લીંબુ શરબત અચૂક પીવે છે.

59 વર્ષ અવિરત સેવા : નગીનભાઈ પટેલ માં માઈભક્તોની સેવા કરવાનો એક અલગ જ ઉત્સાહ ધરાવે છે. નગીનભાઈ પટેલ ભાદરવી પૂનમના મેળાની શરૂઆત પહેલા જ અંબાજી પહોંચી જાય છે. આ શરબતમાં સેવા અને શ્રદ્ધાના સમન્વયથી માઇભક્તોમાં નવી શક્તિનો સંચાર થાય છે અને નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે. નગીનભાઈ પટેલનો લીંબુ શરબત પીધા બાદ યાત્રાળુઓ પણ તેમના પર માતાજીના આશીર્વાદ સદાય બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે.

  1. 'બોલ મારી અંબે, જય જય અંબે' કલેકટરે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો
  2. અંબાજીમાં વિશેષ સ્ટોલ બન્યા આકર્ષણનુ કેન્દ્ર, સેવા સાથે જનજાગૃતિ માટે પહેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.