ETV Bharat / state

જામનગરમાં કોલેરાના કેસો રોકવામાં મહાનગરપાલિકા નિષ્ફળ, કોંગ્રેસે ઢોલ વગાડીને વિરોધ કર્યો - Unique protest of Congress - UNIQUE PROTEST OF CONGRESS

જામનગર શહેરમાં કોલેરા રોગનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. જેને લઇને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ઢોલ વગાડીને અનોખો વિરોધ કર્યો હતો. Unique protest of Congress

જામનગરમાં કોલેરાના કેસો રોકવામાં મહાનગરપાલિકા નિષ્ફળ, કોંગ્રેસે ઢોલ વગાડીને વિરોધ કર્યો
જામનગરમાં કોલેરાના કેસો રોકવામાં મહાનગરપાલિકા નિષ્ફળ, કોંગ્રેસે ઢોલ વગાડીને વિરોધ કર્યો (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 8:07 PM IST

જામનગરમાં કોલેરાના કેસો રોકવામાં મહાનગરપાલિકા નિષ્ફળ, કોંગ્રેસે ઢોલ વગાડીને વિરોધ કર્યો (Etv Bharat gujarat)

જામનગર: શહેરમાં કોલેરા, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાં સુતું છે. તેવો આક્ષેપ કરીને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઢોલ વગાડીને કોર્પોરેશનને જગાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આટલા બધા કેસો હોવા છતાં પણ કોર્પોરેશન શા માટે યોગ્ય પગલા લેતું નથી. ત્યારે રોગચાળો વધશે ત્યારે કોણ જવાબદાર ? તેવો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો. એટલું જ નહીં. આ અંગે મ્યુ. કમિશ્નરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા: આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં કોલેરાનો ઉપદ્વવ વધી રહ્યો છે અને કોર્પોરેશન કુંભકર્ણની નિંદ્રામાં સુતી હોય છે તેમ લાગે છે, અત્યાર સુધીમાં શહેરમાં 10 કોલેરાના કેસ થયા છે, તેમજ તાવ, ઝાડા, ઉલ્ટીના અસંખ્ય કેસો જી.જી. હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે. શહેરના તમામ વિસ્તારોમાં રોગચાળો અને કોલેરા પ્રસરી ગયેલ છે. ખાસ કરીને બેડી, નવાગામ ઘેડ, દરેડ, ખોજાનાકા, ધરારનગર, મોમાઇનગર-1 સહિતના અનેક વિસ્તારોમાં કોલેરા ફાટી નીકળ્યો છે, ખુદ બે ડોકટરને પણ કોલેરા પોઝીટીવ આવ્યો છે ત્યારે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર સાવ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું છે.

આરોગ્ય અધિકારીએ મુલાકાત લીઘી નહી: આ આવેદનપત્રમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કેટલાક વિસ્તારોમાં આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી નથી અને યોગ્ય કાર્યવાહી કરી નથી. આવા આરોગ્ય અધિકારી પોતાની મનમાની કરે છે, આવા અધિકારીઓ શહેરીજનોના આરોગ્યને ખતરામાં મૂકે છે, આ રોગચાળો ફાટી નીકળે છે ત્યારે એમાં કોઇનું મૃત્યુ થશે તો કોણ જવાબદાર ? એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. શહેરમાં કોલેરાના કેસો વધી રહ્યા છે. તે ખૂબ જ ચિંતાજનક છે, કોર્પોરેશન શા માટે પગલા લેતું નથી.

શહેરના વિસ્તારોમાં મચ્છર માખીનો ઉપદ્રવ: હાલમાં અસંખ્ય કેસ ઝાડા-ઉલ્ટી અને તાવના પણ છે, ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં સુતેલું છે. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારમાં મચ્છર, માખીનો ઉપદ્વવ વધી ગયો છે. વિવિધ વિસ્તારોમાં વ્યવસ્થિત સફાઇ કરવામાં આવતી નથી. દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. આવી ગંદકીને નિવારવા માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.આગામી દિવસોમાં કોલેરા તથા રોગચાળો ફાટી નીકળશે તો તે તાત્કાલિક રીતે અગમચેતીના ભાગપે આરોગ્ય તંત્રએ કાર્યવાહી કરવી જોઇએ તેવું પણ જણાવ્યું હતું.

સફાઇ કામમાં કોઇ ધ્યાન આપતું નથી: વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, જામનગરમાં કેટલાક વિસ્તારોમાં SSI 3 થી 4 વર્ષથી છે, વ્યવસ્થિત સફાઇ થાય તે માટે કોઇ ઘ્યાન આપતું નથી. શહેરમાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. તે ખૂબ જ ચિંતાજનક છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર રોગચાળાની બાબતમાં સાવ નિષ્ફળ ગયું છે, તેવો આક્ષેપ કર્યો હતો, આ આવેદનપત્ર આપતી વખતે વિપક્ષી નેતા ધવલ નંદા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર રચના નંદાણીયા, કાસમ જોખીયા, રંજનબેન ગજેરા, મહિપાલસિંહ જાડેજા, પાર્થ પટેલ, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, સાજીદ બ્લોચ, સંજય કાંબરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

  1. સરદાર પટેલ શાળામાં વિદ્યાર્થીનીઓ થયા બેભાન, શું છે આ ઘટનાનું કારણ જાણો... - Bhavnagar Sardar Patel School
  2. ઓલપાડના કરંજ પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકશાહી ઢબે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી - Childrens parliament elections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.