ETV Bharat / state

ભાજપમાં જૂથવાદ? આમંત્રણ પત્રિકામાંથી જિલ્લા પંચાયતના ચેરમેનની બાદબાકી થતાં રાજકારણ ગરમાયું - FACTIONALISM IN BJP

જિલ્લા પંચાયતમાં વિકાસ કામોના લોકાપર્ણની પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જોવા મળી હતી જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી
પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

મોરબી: માત્ર દેશની જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથવાદ જોવા મળતો હોવાની માહિતી મળી છે. તાજેતરમાં જિલ્લા પંચાયતમાં વિકાસ કામોના લોકાપર્ણની પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જોવા મળી હતી, જેથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

જાણી જોઇને બાદબાકી કરવામાં આવી હોય તેવા આક્ષેપ: મોરબી જિલ્લા પંચાયત દ્વારા ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર અને ભડિયાદ ગામના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણનો શનિવારે સમારોહ યોજાયો હતો. જેની આમંત્રણ પત્રિકામાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, ધારાસભ્ય ઉપરાંત કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિ, મહિલા અને બાળ વિકાસ સમિતિ અને શિક્ષણ સમિતિના ચેરમેનના નામો લખવામાં આવ્યા હતા. પરંતુ ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી કરવામાં આવી હતી. ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી જાણી જોઇને કરવામાં આવી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પરિણામે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

આમંત્રણ પત્રીકામાંથી જીલ્લા પંચાયતના ચેરમેનની બાદબાકી થતાં રાજકારણ ગરમાયું (Etv Bharat Gujarat)

ચેરમેને પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પર આક્ષેપો કર્યા: જિલ્લા પંચાયત કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયાનું નામ પત્રિકામાં ન લખવાના મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ પરિષદમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, કાંતિલાલ અમૃતિયા 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાં મોરબીમાં કોઈ કામ ન કરતા હોવાથી સ્થિતિ કથળી છે.

અજય લોરિયાએ જિલ્લા પંચાયતમાં જૂથવાદ હોવાથી નામ કપાયાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ સંચાલિત જિલ્લા પંચાયતમાં જૂથવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને જૂથવાદ મામલે પ્રદેશમાં તેમજ સ્થાનિક આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.

પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી
પત્રિકામાં ચેરમેન અજય લોરિયાના નામની બાદબાકી (Etv Bharat Gujarat)

અજય લોરિયાના આક્ષેપોનો ધારાસભ્યએ જવાબ આપ્યો: આક્ષેપો મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ જણાવ્યું હતું કે, તેઓ 30 વર્ષથી પ્રજાના કારણે ધારાસભ્ય છે. ભાજપમાં કોઈ જૂથવાદ નથી. પ્રજાના કામ કરવા માટે દુશ્મની થતી હોય તો ભલે થાય." આમ, કાંતિલાલ અમૃતિયાએ પક્ષમાં જૂથવાદના આક્ષેપો નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે, "પ્રજાના કામ તેઓ કરતા રહ્યા છે અને કરતા રહેશે."

આ પણ વાંચો:

  1. ચર્ચાનો વિષય બનેલ કલમ 498-A આખરે કહે છે શું? અતુલ સુભાષ કેસમાં આ કલમનું શું છે મહત્વ, જાણો...
  2. ખ્યાતિકાંડમાં હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ, કોરોના કાળનો કેવી રીતે લીધો લાભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.