ETV Bharat / state

મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે: જીલ્લા સરકારી વકીલ - Morbi bridge case

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 6, 2024, 10:23 PM IST

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે અંગે પીડિત પરિવારો દ્વારા બનાવેલ વિકટીમ એસો દ્વારા અલગ અલગ અરજી કરવામાં આવી છે, જે મામલે આજે જીલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂરી માહિતી આપી હતી. જાણો સંપૂર્ણ બાબત. Morbi bridge case

મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે: જીલ્લા સરકારી વકીલ
મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે: જીલ્લા સરકારી વકીલ (Etv Bharat Gujarat)
આજે જીલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂરી માહિતી આપી (Etv Bharat Gujarat)

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત મામલે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિતના તમામ આરોપીને ઝડપી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી દીધી છે. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન પીડિત પરિવારો દ્વારા બનાવેલ વિકટીમ એસો દ્વારા અલગ અલગ અરજી કરવામાં આવી છે, જે મામલે આજે જીલ્લા સરકારી વકીલે પત્રકાર પરિષદ યોજી કેસ અંગે જરૂરી માહિતી આપી હતી.

વિકટીમ એસો દ્વારા અરજી કરવામાં આવી તેનો નિકાલ: જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઝૂલતો પુલ દુર્ઘટના મામલે જીલ્લા સરકારી વકીલ વિજય જાનીને સ્પે.પીપી તરીકે નિમણુક આપવામાં આવી હતી. દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા જયારે 100થી વધુ ઘાયલ થયા હતા. જેની તપાસ પૂર્ણ કરી પોલીસે 23 જાન્યુઆરી 2023 ના રોજ ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં 367 જેટલા સાક્ષી છે જે દુર્ઘટનામાં પીડિત પરિવારોએ ટ્રેજેડી વિકટીમ એસોની રચના કરી છે. જેના 2 ભાગ છે જેમાં 15 પીડિતો વતી રાજકોટના વકીલ અને બાકીના બે વકીલ રાખવામાં આવેલ છે, જે હાઈકોર્ટમાંથી આવે છે. ભોગ બનનારના વકીલે અરજી કરી રી-ઇન્વેસ્ટીગેશનની માંગ અને 302ની કલમનો ઉમેરો કરવાની માંગ કરી હતી.

ના થાય ત્યાં સુધી કેસ આગળ ચાલી શકશે નહિ: ભોગ બનનારના વકીલે 20 જૂન 2023 ના રોજ 304મુજબ ગુનો નોંધ્યો છે તેમાં 302 નો ઉમેરો કરવા માંગ કરી હતી. જે અંગે પોલીસ અને વકીલે જવાબો ફાઈલ કર્યા છે. હિયરીંગમાં પીડિત પરિવારના વકીલ દલીલો કરે છે, જેમાં ચાલુ હિયરીંગ સુધારાવાળી અરજી કોર્ટે રદ કરી છે અને એ ચુકાદો હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો છે, જે હાલ વિચારણા હેઠળ છે. મૂળ અરજી 302નો ઉમેરો કરવા અરજી કરી જેના જે તે વખતે જવાબ ફાઈલ કર્યા છે. આથી જ્યાં સુધી અરજી નિકાલ નહિ થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહિ થાય અને કેસ આગળ નહિ ચાલે. અરજીઓ પેન્ડીંગ છે તેનું હિયરીંગ કરવા 47 મુદતો અત્યાર સુધી પડી છે જેમાં વિકટીમ એસોના વકીલ 2-3 વખત હાજર રહ્યા છે. તે અરજીઓનું પ્રથમ હિયરીંગ થશે..

30ની કલમનો ઉમેરો કરવાની માંગ કરી હતી: પ્રથમ અરજી બાદ અન્ય 2 અરજી 302 ઉમેરો કરવો કે કેમ તેનું હિયરીંગ થાય ત્યારે ભોગ બનનારને સાંભળો અને બીજી અરજીમાં આરોપીને નહિ સાંભળવાની માંગ હતી. જેમાં કોર્ટે ભોગ બનનારને સાંભળવાની અરજી સ્વીકારી છે તો આરોપીને નહિ સાંભળવા તેવી અરજી રદ કરી છે. સરકારી વકીલ તરીકે તેઓએ દરેક મુદતમાં હાજર રહીને દરેક સ્ટેજ પૂર્ણ કર્યા છે. ટ્રેજેડી વિકટીમ એસો સાથે લાગણી છે અને તેમને ન્યાય મળે અને તેમને પૂરી મદદ કરવાની માનસિક તૈયારી દર્શાવી છે. સરકાર કે પ્રોસીક્યુશન તરફથી કોઈ બાબતે ડીલે કરવામાં આવ્યું નથી કેસ ઝડપથી ડે બાય ડે ચાલે તેના માટે સરકાર કટિબદ્ધ છે. આવી ઘટનાને કેટલાક લોકો ખોટી રીતે હાઈલાઈટ કરી રહ્યા છે. ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે અને પીડિત પરિવારોને ન્યાય મળશે તેમ અંતમાં જણાવ્યું હતું.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા: ગુજરાત ન્યાય યાત્રા મોરબીની પ્રસ્થાન થવાની છે ત્યારે ધારસભ્ય જીગ્નેશ મેવાણી મોરબીમાં છે. જેથી આ મામલે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે આ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે. મોરબી ઝુલતા પુલના પીડિત પરિવારોની માંગ છે કે, સીબીઆઈને તપાસ સોપવામાં આવે તે અંગે સરકાર નિર્ણય લે અને હસમુખ પટેલ જેવા અધિકારીને તપાસ સોપવામાં આવે તેવી માંગ કરી છે.

  1. બીલીમોરામાં પૂરના પાણી ઓસર્યા બાદની પરિસ્થિતિ, જાણો ETV ભારતના વિશેષ અહેવાલમાં - Post flood situation in Bilimora
  2. ફોરેસ્ટ ગાર્ડ ભરતી પ્રક્રિયાના ઉમેદવારોએ સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો, જાણો શું છે તેમની માંગ - Protest of students

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.