મહીસાગર: ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં 53000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે કડાણા ડેમ 94.81 ટકા ભરાતા હાઈ સ્ટેજ ઉપર મૂકવામાં આવ્યો છે. હાલ કડાણા ડેમમાંથી 58,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને કડાણા ડેમના પાંચ ગેટ ચાર ફૂટ ખોલી પાણી મહી નદી માં છોડવામાં આવ્યું છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. પાણી છોડતા નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત થતાં વીજ ઉત્પાદન થયું: હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છવાયો છે. જેને લઇને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડામાં 6 ઇંચ જેટલો વરસ્યો છે. જિલ્લામાં આવેલ કડાણા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના પાંચ ગેટ ચાર ફૂટ ખોલી કડાણા ડેમમાંથી 58,000 ક્યુસેક પાણી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેમજ ડેમ ભરાતા ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત થતાં વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. તદુપરાંત જિલ્લામાં આવેલ ભાદર ડેમ પણ 95 ટકા ભરાઈ ચૂક્યો છે. પંચમહાલ જિલ્લામાં આવેલ પાનમ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવતા લુણાવાડા માંથી પસાર થતી પાનમ નદી બે કાંઠે વહી રહી છે. નદી કાંઠાના લોકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લાના તાલુકાઓમાં પડેલા વરસાદી આંકડા:
- લુણાવાડા- 951 mm
- બાલાસિનોર-854 mm
- સંતરામપુર-1154 mm
- વિરપુર- 950 mm
- ખાનપુર-808 mm
- કડાણા-850 mm
વીરપુરની લાવેરી નદીમાં નવા નીર આવ્યા: મહિસાગરમાં ભારે વરસાદને કારણે વીરપુરની લાવેરી નદીમાં નવા નીર આવ્યા છે. વીરપુર તાલુકામાં વરસેલ સાડા ચાર ઇંચ વરસાદને લઈ લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાવેરી નદીમાં નવા નીર આવતા દરગાહ તરફ જવાનો માર્ગ બંધ થયો છે. મોડી રાત્રે વરસેલા વરસાદ લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામની તળાવની પાળ તૂટતાં તળાવના પાણી આસપાસ ખેતરોમાં વહેતા થયા છે.
આ પણ વાંચો: