ETV Bharat / state

આ દ્રશ્યો જોઈને રૂંવાટા ઉભા થઈ જશે : અરબી સમુદ્રમાં ફસાઈ વેરાવળની અશ્વિની સાગર બોટ - The boat overturned in sea

છેલ્લા 48 કલાકથી સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં પણ ભારે કરંટની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી હતી. આ દરમિયાન વેરાવળની અશ્વિની સાગર નામની બોટનું પરત ફરતી વખતે અચાનક એન્જિન બંધ પડી જતા, બોટ દરિયાના કરંટમાં ફસાઈ હતી, જાણો...boat overturned in sea

એન્જિન બંધ પડી જતા બોટ દરિયાના કરંટમાં ફસાઈ હતી
એન્જિન બંધ પડી જતા બોટ દરિયાના કરંટમાં ફસાઈ હતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 2:07 PM IST

રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે (Etv Bharat Gujarat)

ગીર સોમનાથ : રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત તકેદારીના ભાગરૂપે માછીમારી કરતી તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા તેમજ નવી બોટોને માછીમારી કરવા માટે દરિયામાં ન જવાની ગઈકાલે સૂચના આપવામાં આવી હતી. આવા સમયે દરિયામાં કરંટ જોવા મળતા મધદરિયે માછીમારી કરી રહેલી અશ્વિની સાગર બોટ બંદર પર પરત ફરી રહી હતી.

રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

કેવી રીતે ઘટના ઘટી: મધદરિયે વેરાવળની બોટનું એન્જિન બંધ પડી જતા માછીમારી કરી રહેલા ટંડેલ અને આઠ કરતાં વધુ માછીમારોનો જીવ મુશ્કેલીમાં ફસાયો હતો. બંધ બોટ દરિયાના મોજાની થપાટ ખાઈને કિનારે આવીને પલટી ગઈ હતી, જેમાં આઠ કરતાં વધુ માછીમારોનો ચમત્કારિક બચાવ થયો હતો.

અશ્વિની સાગર બોટ દરિયામાં ભારે કરંટ જોવા મળતા બંદર પર પરત ફરી
અશ્વિની સાગર બોટ દરિયામાં ભારે કરંટ જોવા મળતા બંદર પર પરત ફરી (Etv Bharat Gujarat)

મહા મુશ્કેલીથી બચ્યો જીવ : માછીમારી કરતી વખતે દરિયાના ભારે કરંટને કારણે બોટનું એન્જિન બંધ પડી જતા ટંડેલ સહિત આઠ કરતાં વધુ માછીમારોનો જીવ તાળવે બંધાયો હતો. દરિયામાં ભારે કરંટને કારણે ઉછળી રહેલા મોટા મોજાની થપાટો ખાઈને અશ્વિની સાગર નામની બોટ વેરાવળ બંદરના દરિયા કાંઠે પહોંચી હતી. સ્થાનિક માછીમારો અને ખારવાની બનેલી ટીમોએ બોટમાં ફસાયેલા માછીમારોને દરિયા કિનારા પર લાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા.

એલર્ટ આપ્યા બાદ બની ઘટના : દરિયામાં પલટી મારી ગયેલી બોટમાંથી લોખંડના દોરડા વડે તમામ માછીમારોને સુરક્ષિત બોટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે જ હવામાન વિભાગે માછીમારોને લઈને એક ખાસ એલર્ટ આપ્યું હતું, ત્યારબાદ આજે આ ઘટના બનવા પામી છે.

  1. છોટા ઉદેપુરમાં ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત: વધુ પાણી સંગ્રહ થતાં પુલ તૂટયો - Heavy rain in Chhota Udepur
  2. 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલના પુલનું લોકાર્પણ : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બન્યો ખાસ બ્રિજ - Make in India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.