ETV Bharat / state

પૂરને પગલે સ્વાથ્યની કાળજી: વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત - medical team deployed due to flood

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ સજ થયું છે. ભારે વરસાદ પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં 35 મેડિકલ ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે, અને જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી છે. medical team deployed due to floods

વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત
વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 9:10 PM IST

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી હાથ ધરી છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૫ મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે. જેમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, 2 ટીમ મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. તમને જણાવી દઈએ કે, સુરત, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી તબીબોની મેડિકલ ટીમ ભારે વરસાદથી પ્રભાવિત આ ત્રણેય જિલ્લામાં જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી છે.

જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી
જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી (Etv Bharat Gujarat)

કોણ કોણ છે આરોગ્ય ટીમમાં: આ ટીમમાં સુરતથી 5, ભાવનગરથી 5, ગાંધીનગર અને અમદાવાદ થી 10-10 અને રાજકોટથી 5 આમ કુલ 35 ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે. દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે.

મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા: તમામ ટીમ દ્વારા ત્રણે જિલ્લામાં મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે. આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરીનેશન પણ ચકાસવામાં આવશે.

પૂરને પગલે સ્વાથ્યની કાળજી
પૂરને પગલે સ્વાથ્યની કાળજી (Etv Bharat Gujarat)
વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત
વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત (Etv Bharat Gujarat)

એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાઓ માટે તૈનાત: ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. વધુમાં અન્ય પ્રાથમિક સારવાર ઉપરાંતની જરૂરી સારવાર પણ પુરી પાડવા સ્થાનિક જિલ્લા ક્ષેત્રે હોસ્પિટલમાં તમામ પૂર્વતૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સી.એચ.સી. અને પી.એચ.સી ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તૈનાત રાખવામાં આવી છે.

  1. પૂરની સ્થિતિ બાદ હવે પાણી ઓસરતા વડોદરામાં પાણીમાંથી મૃતદેહ મળી આવ્યા - Dead bodies found in flood water
  2. સાબરકાંઠામાં સતત 72 કલાક અવિરત વરસાદના પગલે શાકભાજી પકવનારા ખેડૂતોને ભારે નુકસાન - Rain in Sabarkantha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.