મહેસાણા: જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વૃદ્ધા સાથે દુષ્કર્મના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પરંતુ માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ તેમનું મોત પણ થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, બિહારી મજૂર યુવાને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ દુષ્કર્મનો પ્રયાસ કરનાર યુવાન સામે ગુનો નોધાયો છે.
મહેસાણા જિલ્લાના મહેસાણા-અમદાવાદ હાઇવે પર લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંડાલી નજીક ધૃણાસ્પદ કિસ્સો બનવા પામ્યો હતો. જ્યાં માનસિક અસ્વસ્થ આધેડ મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસની ઘટના બની હતી.
ડીવાયએસપી મિલાપ પટેલના જણાવ્યા અનુસાર, લાંઘણજ પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક અસ્વસ્થ આધેડ મહિલાને ગામ નજીક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય બિહારી યુવકે પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ચંદન નામના બિહારી યુવકે આધેડ મહિલાને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા મહિલા અસ્વસ્થ બની હતી. દુષ્કર્મના પ્રયાસમાં અસ્વસ્થ બનેલી મહિલાનું મોત નિપજયું હતું. ત્યારે લાંઘણજ પોલીસે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે વૃદ્ધ મહિલાનું મોત કયા સંજોગોમાં થયું છે તે અંગે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે.
આ પણ વાંચો: