જૂનાગઢ: BAPS સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ મહંત સ્વામી 1 ઓક્ટોબરથી લઈને 13 ઓક્ટોબર સુધી જૂનાગઢના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આગમન કરી રહ્યા છે. મહંત સ્વામી તેમના આ રોકાણ દરમિયાન નવરાત્રિના તમામ દિવસો જૂનાગઢમાં પસાર કરશે. પ્રમુખસ્વામી બાદ ગાદીએ બિરાજેલા મહંત સ્વામી અગાઉ એક વખત ગાદીપતિ બન્યા બાદ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે આવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ બીજી વખત જૂનાગઢ આવી રહ્યા છે. જેને લઈને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
મહંત સ્વામી બનશે જૂનાગઢના મહેમાન: BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી આગામી 1 ઓક્ટોબર થી લઈને 13 ઓક્ટોબર સુધી જૂનાગઢના મહેમાન બનવા જઈ રહ્યા છે. જેને લઈને મોતીબાગ નજીક આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મહંત સ્વામી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ બન્યા બાદ બીજી વખત જૂનાગઢના અક્ષર મંદિરમાં આવી રહ્યા છે. જેને ધ્યાને રાખીને હરિભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અક્ષર મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન: મહંત સ્વામીની 92 વર્ષની વયને ધ્યાને રાખીને પણ જૂનાગઢ અક્ષર મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. જેમાં 1લી તારીખે મહંત સ્વામીની પધરામણી બાદ 13 દિવસો દરમિયાન સ્વાગત દિન વિદ્યા મંદિર દિન સાંસ્કૃતિક દિન બાળ યુવા દિન અને મહિલા સંમેલનનું આયોજન પણ થયું છે. 13 દિવસ દરમિયાન જૂનાગઢના રોકાણ દરમિયાન વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં પ્રમુખસ્વામી મહારાજના દર્શન અને પૂજનનો લાભ પ્રત્યેક હરિભક્ત મેળવી શકે તે માટેનું આયોજન પણ થયું છે.
મહંતસ્વામી અગાઉ સદગુરુ સંત તરીકે આવ્યા: અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા તરીકે મહંત સ્વામી બીજી વખત જૂનાગઢ આવી રહ્યા છે. અગાઉ તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ સંત હતા. આવા સમયે પ્રમુખ સ્વામી સંપ્રદાયના વડા તરીકે જવાબદારી નિભાવતા હતા. આ સમય દરમિયાન જૂનાગઢમાં બની રહેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના નિર્માણ કાર્યની દેખરેખ અને પ્રગતિ માટે પણ મહંત સ્વામી જૂનાગઢ આવી ચૂક્યા હતા. ત્યારબાદ પ્રમુખ સ્વામીના દેહ વિલય બાદ તેઓ સંપ્રદાયના મહંત બન્યા બાદ અગાઉ એક વખત જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરે આવી ચૂક્યા છે.
પ્રમુખસ્વામી પણ અનેકવાર જૂનાગઢની મુલાકાતે: મહંતસ્વામી જેમના અનુગામી બન્યા છે. તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સંત અને ગાદીપતિ પ્રમુખસ્વામી મહારાજ પણ અનેક વખત જૂનાગઢ આવી ચૂક્યા છે. તેઓ જ્યારે આચાર્યપદ પર હતા. ત્યારે અનેક વખત જૂનાગઢમાં પધરામણી કરી ચૂક્યા છે. સ્વામિનારાયણ મંદિરના ધાર્મિક કાર્યક્રમમાં અને હરિભક્તો દ્વારા આયોજિત ધર્મ ઉત્સવમાં પ્રમુખસ્વામી મહારાજ આચાર્ય તરીકે જૂનાગઢ આવી ચૂક્યા હતા. ત્યારબાદ તેઓ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ બન્યા બાદ જૂનાગઢમાં 9 નિર્મિત અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના લોકાર્પણ પ્રસંગે અંતિમ વખત જૂનાગઢ પધરામણી કરી હતી. ત્યારબાદ તેઓનો દેહવિલય થયા બાદ મહંત સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ તરીકે સેવાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો: