ETV Bharat / state

માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો - Madhupura betting - MADHUPURA BETTING

ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરી છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો. દિપક અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ હતો. Madhupura betting

માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો
માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2024, 7:52 PM IST

માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દિપક ધીરજલાલ ઠક્કરની દુબઈમાં ધરપકડ કરી છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દિપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું આખું રેકેટ ચલાવતો હતો. દિપક અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં વોન્ટેડ હતો. CBI ની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે ધરપકડ કરી છે. તો બીજી તરફ દિપક ઠક્કર નો કબજો લેવા ગુજરાત પોલીસ પણ દુબઇ પહોંચી હતી. ત્યારે ગુજરાતનો વધુ એક બુકી પણ દુબઈમાં ઝડપાઈ ગયો છે અને હવે તેના 2300 કરોડના હવાલા ની પોલીસ તપાસ શરૂ કરવામાં આવશે. જોકે આ કેસમાં કુલ 186 આરોપીઓ પૈકી અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી છે.

માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો
માધુપુરા સટ્ટાકાંડનો મોસ્ટ વોન્ટેડ ધીરજ ઠક્કર દુબઈથી ઝડપાયો (Etv Bharat Gujarat)

ગુજરાત પોલીસ દ્વારા વોન્ટેડ ગુનેગારની ધરપકડ: ગુજરાત પોલીસે એક મોટી કાર્યવાહી કરતાં આ વોન્ટેડ ગુનેગારને દુબઈમાંથી પકડી પાડવામાં સફળતા મેળવી છે. સટ્ટાનું રેકેટ ચલાવવા બદલ ગુજરાત પોલીસે દુબઈમાં વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી છે. પકડાયેલા આ આરોપીનું નામ દીપકકુમાર ધીરજલાલ ઠક્કર છે. આ વ્યક્તિ પર ગેરકાયદે જુગાર રેકેટ ચલાવવાનો આરોપ છે. CBI અનુસાર, આરોપી દીપક ઠક્કર પર 2273 કરોડ રૂપિયાના ગેરકાયદે ગેમ્બલિંગ રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ છે. 25 માર્ચ 2023ના રોજ અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશનમાં દીપક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આરોપીની ગુજરાત હાઇકોર્ટમાં અપીલ: આરોપી દીપક ઠક્કર તેની સામે નોંધાયેલી FIR અને ધરપકડ વોરંટ સામે અપીલ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટે પોલીસને સવાલ પૂછ્યો હતો કે 2273 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાબાજીના કેસમાં UAE સાથેની સંધિમાં નિર્ધારિત પ્રત્યાર્પણની પ્રક્રિયા રાજ્ય પોલીસે શા માટે અનુસરી નથી. UAE સત્તાવાળાઓએ તેને માર્ચ મહિનાથી જ કસ્ટડીમાં રાખ્યો હતો. ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ થયા પછી તપાસકર્તાઓએ તેના મૂળ દુબઈ સુધી શોધી કાઢ્યા. ઠક્કર રેકેટ ચલાવવાના આરોપીઓમાંનો એક હતો.

આરોપીની FIR અને વોરંટ રદ કરવાની માંગ: દીપક ઠક્કરે FIR અને ધરપકડ વોરંટ રદ કરવાની માંગણી કરી હતી. ઠક્કરના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, FIR કોન્સ્ટેબલે નોંધાવી હતી. જેમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ એક્ટની જોગવાઈઓ ટાંકવામાં આવી હતી. આ કાયદો ખાસ કરીને જણાવે છે કે, કેન્દ્ર, રાજ્ય સરકાર, સેબી અથવા માન્ય સ્ટોક એક્સચેન્જ દ્વારા ફરિયાદ કરવામાં આવે ત્યારે જ કોર્ટ કોઈ ગુનાની સંજ્ઞાન લઈ શકે છે. અહીં, એક એફઆઈઆર સીધી દાખલ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ કોર્ટે તેનું સંજ્ઞાન લીધું હતું.

પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર: ગુજરાત પોલીસે દીપક ઠક્કર સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું અને IT એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. 15 ડિસેમ્બર, 2023 ના રોજ ગુજરાત પોલીસની વિનંતી પર, CBI એ આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ ઈન્ટરપોલ તરફથી રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. જે બાદ આરોપીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસની એક ટીમ આરોપીને દુબઈથી ભારત લાવી છે. ગુજરાત પોલીસે CBI અને ઈન્ટરપોલના સહયોગથી આ કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી દીપક ઠક્કર વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરી લીધા છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો:

  1. ડીસામાં શંકાસ્પદ ખાતર મળતા ગોડાઉન સીલ, પોલીસ અને ખેતીવાડી અધિકારીને સોંપાઈ તપાસ - Suspicious fertilizer found
  2. છોટાઉદેપુર જિલ્લામાં ચોરીના વધતા જતાં બનાવ: મહિલાના બન્ને પગ કાપી ચાંદીના કલ્લા ચોરી કર્યા - Chotaudepur theft incidents

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.