ETV Bharat / state

માધવરાય અને રૂકમણીના લગ્નની કંકોત્રી લખાઇ, પોરબંદરના માધવપુરની પરંપરા - Madhavarai and Rukmanis Wedding - MADHAVARAI AND RUKMANIS WEDDING

ધુળેટીના પાવન દિવસે માધવરાય અને રૂકમણીના લગ્નની કંકોત્રી લખાઇ ગઇ છે. પોરબંદરના માધવપુરમાં રામનવમીથી શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ભાગ લેવા દેશવિદેશના લોકો માધવપુર આવે છે.

માધવરાય અને રૂકમણીના લગ્નની કંકોત્રી લખાઇ, પોરબંદરના માધવપુરની પરંપરા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 26, 2024, 1:11 PM IST

માધવપુરના મેળાની રંગત જામશે

પોરબંદર : ધુળેટીના પાવન દિવસે માધવપુર મા ભગવાનની માધવરાયની લગ્ન કંકોત્રી લખાઇ હતી. સૌપ્રથમ માધવપુરમા ભગવાન માધવરાય તરીકે બિરાજે તે નિજ મંદિરેથી સાંજે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઇના સૂર સાથે મુખ્ય બજારમા થઇ મધુવનમાં પહોચે છે. રૂક્ષ્મણીજીના પિયરે પહોંચતા પહેલા ચોરીમાયરા પાસે આવેલા રાયણના ઝાડ ઉપર શ્રીકૃષ્ણ ભગવાનને ઝુલાવવામાં આવ્યા હતા. સર્વે ભાવિક-બહેનો શ્રીકૃષ્ણ પ્રભુને અબીલ ગુલાલ લગાવી તેમની સાથે હોળી રમ્યા હતાં.

રામનવમીથી લગ્નોત્સવની ઉજવણીનો પ્રારંભ : ઘુળેટી રમાયાં બાદ શ્રીકૃષ્ણ પ્રભુની વરણાંગી રૂક્ષ્મણી માતાના પિયરે પહોંચી હતી. ત્યા જુની પરંપરા મુજબ વિધિવત રીતે મોરપીંછથી કંકોત્રી લખાવામાં આવી હતી. બહેનોએ કંકોત્રીના ગીતો ગાયા હતા. ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુ નીજ મંદિરે પધાર્યા હતા. આપને જણાવીએ કે રામનવમીનાં દિવસથી ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે.

માધવપુરના મધુવનમાં લગ્ન કર્યાં હતાં : પોરબંદર જિલ્લાનાં માધવપુરમાં માધવરાયજીનું મંદિર આવેલું છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીએ માધવપુરનાં મધુવનમાં લગ્ન કર્યા હતાં. વર્ષોથી માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. ત્રણ દિવસ સુધી ભગવાનની વરણાંગી નિકળશે અને બારસના રોજ ભગવાન પરણવા માટે જશે. માધવપુર માટે આ પરંપરાનું ખૂબજ મહત્વ રહેલું છે. અહીં રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે. આ ઉપરાંત બ્રહ્મકુંડ, મહાપ્રભુજીની બેઠક, ઓશો આશ્રમ, ચોરીમારીયા સહિતનાં અનેક પૌરાણિક સ્થાનો આવેલા છે.

ભગવાનને ગાર્ડ ઓફ ઓનર : ભગવાન પરણવા જાય છે ત્યારે ગાર્ડ ઓફ ઓનર અપાય છે તે જોવાનો અલગ લ્હાવો છે. માધવપુરમાં ભગવાન માધવરાય જયારે પરણવા જાય છે ત્યારે નિજ મંદિરથી વરણાંગી નીકળે છે અને ભક્તો રાસ રમતા મધુવન સુધી પહોંચે છે. નિજ મંદિરમાંથી માધવરાય વરણાગીમાં બેસે ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. આ પરંપરા ભારત ભરમાં માત્ર આજ મંદિરમાં થતી હોય તેમ લોકોનું કહેવું છે કે જ્યાં ભગવાનને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે.

  1. આગામી 5 એપ્રિલે ભગવાન શ્રી માધવરાય સંગ રૂકમણીના શુભવિવાહ યોજાશે : મોરપીંછથી કંકોત્રી લખાઈ
  2. Madhavpur Fair 2023 : આજે માધવપુર મેળામાં યોજાશે ભગવાન મધવરાય અને રૂકમણીના ભવ્ય લગ્નોત્સવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.