પાટણ: શિવજીનો પવિત્ર શ્રાવણ માસ આ વખતે તેમને પ્રિય એવા સોમવારથી શરૂ થયો હોવાથી તેનું મહત્વ વિશેષ વધી ગયું છે. શ્રાવણ માસના બીજા સોમવારે પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં શિવમંદિરોમાં શિવભક્તોએ ભગવાનને બિલિપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક અને સેવા પૂજા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કુંતા માતાના નિયમો હતા: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામની સીમામાં દુદોશણ, બોરુ, ડાભી, ઝઝામ પાંચ ગામની સીમ વગડામાં આવેલ આ જગ્યાને હેડંબા વન કહેવામાં આવતું હતું. અહીં પાંડવો કૌરવો આ સ્થાને આવ્યા હતા અને રાત વાસો કર્યો હતો. ઉપરાંત વધુમાં જોઈએ તો અહીંયા આ જગ્યાએ ખારું પાણી નીકળતું હતું. ગ્રામજનોનાં જણાવ્યા મુજબ અને ધાર્મિક ગ્રંથો પ્રમાણે અંહીં કુંતા માતાને નિયમિત નિયમ હતા જેમ કે શિવજીના દર્શન કર્યા વગર જમતા નહીં કે પાણી પણ ગ્રહણ કરતા નહીં અને સ્વયંભૂ પ્રગટ થયેલ આ શિવલિંગ એ વખતે આ કુંડ બનાવવામાં આવ્યો હતો.
આ કુંડની મહત્તમ એક પરચો એવો છે કે આ કુંડનું પાણી સુકાતું નથી અને જ્યારે ચોમાસું, શિયાળુ કે દુકાળ પડે તો પણ પાણી અવિરત ચાલુ હોય છે. આ પાણી પથ્થરમાંથી બહાર નીકળીને માત્ર મંદિરના ધજાના પડછાયો પડે ત્યાં સમાય જાય છે.
સાંતલપુરના લુણેશ્વર મહાદેવ મંદિરની કહાની: પાટણ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં આવેલા ઝઝામની સીમામાં દુદોશણ, બોરુ, ડાભી, ઝઝામ એમ પાંચ ગામની સીમ વગડામાં આવેલી આ જગ્યાને હેડંબા વન કહેવામાં આવે છે. અહીંયા વિરાટ નગરીની જૂની પેઢી હતી. જ્યાં કૌરવો અને પાંડવો શાશન કરતા હતા. કુંતા માતાને અમુક નિયમ હતા કે મહાદેવની પૂજા અર્ચના કર્યા પછી જ પાણી અને ભોજન ગ્રહણ કરવું. અહીં પાંડવો વખતનું જૂનું શિવલિંગ છે.
ભાવિ ભક્તોની ભારે ભીડ ઉમટી: સાંતલપુરનું લુણેશ્વર મહાદેવ મંદિર હાલ શ્રદ્ધાળુઓ માટે શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં કોઈ જાતની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી અને અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે. જે અમુક વર્ષો પછી 5 ગામનાં લોકો અને ગ્રામજનોના સહયોગથી હાલ મંદિર બનાવવામાં આવ્યું છે. હાલમાં પણ અહીંયા વહેતી ગંગા ચાલુ છે. અહીં આવેલ કુંડમાં એવા પગથિયાં બનાવવામાં આવ્યા છે જ્યાં ફક્ત એક જ માણસ અંદર જઇને બેસી શકે છે. આ મંદિરે સૂર્યનો ઉદય થાય એટલે વહેતી ગંગાનું પાણી સમાઈ જાય છે. શ્રાવણ માસમાં તો આ મંદિરે ભાવી ભક્તોની ભીડ જોવા મળે જ છે. પરંતુ એ સિવાય પણ આ જગ્યામાં દર સોમવારે ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ઐતિહાસિક અને પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.
હાલમાં ચાલી રહેલા હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ નિમિતે લુણેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. શ્રદ્ધાળુઓની માનતા પુરી થતાં અને શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના દર્શન કરવાથી અહીંયા આવતા શ્રદ્ધાળુઓમાં ભારે શ્રધ્ધા પૂર્વક ઉજવણી કરાઇ રહી છે. લોકોનું માનવું છે કે અહીં વહેતું ગંગાનું પાણી પ્રસાદી સ્વરૂપે લેતાં મોટા ભાગના રોગો મટી જાય છે. તેમજ અહીંયા વર્ષોથી આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
700 વર્ષ પૂર્વે આવેલ શિવલિંગ: વધુમાં જોઈએ તો અહીં દુષ્કાળ પડે તો પણ વહેતું ગંગાનું પાણી બંધ થતું નથી તેમજ ગમે તેટલો વરસાદ વરસે તો પણ અહીંયા પથ્થરમાં પાણી ચડતું નથી. ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર તેમના વડવાઓ એટલે કે બાપ દાદાની પેઢીથી આ શિવલિંગ આશરે 700 વર્ષો પૂર્વેથી જોવા મળી રહ્યું છે. પહેલા ફક્ત શિવલિંગ જ આવેલું હતું. પરંતુ તે પછી આજુબાજુના 5 ગામનાં ગ્રામજનોના સાથ સહકાર અને દાન થકી નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. શ્રાવણ માસ શિવાય પણ અહીંયા દર સોમવારે ભાવિ ભકિતોની ભીડ જોવા મળે છે. તેમજ ચા-પાણી અને નાસ્તાથી લઈને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે.
સર્વે ધર્મના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. પાટણ જિલ્લામાં આવેલા સાંતલપુર તાલુકામાં અને સમી તાલુકામાં 12 શિવલિંગ આવેલા છે. જે પાંડવો વખતના શિવલિંગ મંદિરો છે. જેમાં એક લુણેશ્વર મહાદેવ મંદિર, આલુ વાસ ગોપેશ્વર સોનેથ, નીલકમટેશ્વર, સમી તાલુકાનુ રાફુ લોટેશ્વર મહાદેવ મંદિર સહિત અન્ય મંદિરો અહીંયા જોવા મળે છે.