જુનાગઢ : જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય પક્ષના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આવે તેવી શક્યતાઓ પણ નહીવત જોવા મળી છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર હીરાભાઈ જોટવાએ etv ભારત સમક્ષ વાતચીત કરી હતી. દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપની સરકારની સાથે જૂનાગઢના સાંસદ નિષ્ક્રિય રહ્યા હોવાનો આક્ષેપ કરીને ચૂંટણીમાં મતદારો તેમને વિજયશ્રી સુધી પહોંચાડશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે સાંસદ રહ્યા નિષ્ક્રિય : લોકસભા ચૂંટણીનું ચિત્ર જુનાગઢ બેઠક પર બિલકુલ સ્પષ્ટ થયું છે. ભાજપે તેમના બે વખતના સાંસદ રાજેશ ચુડાસમા ઊભા રાખ્યાં છે તેની સામે કોંગ્રેસે જુનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેને કારણે આ ચૂંટણી જંગ રસપ્રદ બની શકે તેવી શક્યતાઓ પણ ઊભી થઈ છે. આ તમામ શક્યતાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા ઈ ટીવી ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને કેન્દ્ર તેમજ રાજ્યની સરકારની સાથે જુનાગઢના વર્તમાન સાંસદ અને પાછલી બે ટમથી લોકસભામાં જુનાગઢનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાજેશ ચુડાસમા નિષ્ક્રિય રહ્યા હોવાનો આક્ષેપ કરીને આ ચૂંટણીમાં મતદારો તેમને વિજયશ્રી સુધી પહોંચાડશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો.
તમામ મોરચે સાંસદ રહ્યા નિષ્ફળ : etv ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા હીરાભાઈ જોટવાએ કેન્દ્રની સરકાર અને સાંસદ સામે તમામ મોરચે નિષ્ફળ રહ્યાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતથી લઈને યુવાનો મહિલાથી લઈને શિક્ષણ રોજગાર એવી તમામ યોજના કેન્દ્ર સરકાર પોતાની સફળતા ગણાવી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારની એક પણ યોજના ખેડૂતો સુધી અમલવારી થઈ શકે તે માટે પહોંચી નથી. પરંતુ સરકાર તેનો જ ચૂંટણીમાં જશ ખાટવા માટે જૂઠ્ઠો પ્રચાર કરી રહી .છે તો બીજી તરફ જુનાગઢના સાંસદ પાછલા પાંચ વર્ષ દરમિયાન ક્યાંય ડોકાયા નથી જેને કારણે પણ મતદારોમાં વ્યક્તિગત સાંસદ સામે પણ ભારે રોષ જોવા મળે છે. આ તમામ બાબતોનો ફાયદો તેમને જુનાગઢના મતદારો થકી પ્રાપ્ત થશે અને ફરી એક વખત આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો.