ETV Bharat / state

"101 નોટ આઉટ" આઝાદી પહેલાથી ઉજવાતા અમદાવાદના ગણેશોત્સવનો રસપ્રદ ઇતિહાસ - 101 YEAR OLD GANPATI AHMEDABAD

સમગ્ર દેશની અંદર ધૂમધામથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના ઇતિહાસની વાત કરીએ તો વાત છેક આઝાદીના ઇતિહાસ સાથે જોડાય છે. અમદાવાદમાં વસતા મરાઠી લોકો દ્વારા 1923 માં પ્રથમ વખત શહેરની અંદર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી અને શહેરમાં સાર્વજનિક રીતે ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી. 101 YEAR OLD GANPATI AHMEDABAD

અમદાવાદમાં વર્ષ 1923માં મરાઠી લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઇ
અમદાવાદમાં વર્ષ 1923માં મરાઠી લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઇ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 12:46 PM IST

અમદાવાદમાં વર્ષ 1923માં મરાઠી લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઇ (Etv Bharat Gujarat)

અમદાવાદ: સમગ્ર દેશની અંદર ધૂમધામથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના ઇતિહાસની વાત કરીએ તો વાત છેક આઝાદીના ઇતિહાસ સાથે જોડાય છે. માનવામાં આવે છે કે, અંગ્રેજો લોકોને ધાર્મિક કાર્યક્રમો માટે જ એકત્ર થવા દેતા હતા. આથી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે લોકોમાં જાગૃતિ લાવવા માટે લોકમાન્ય ટિળક સાર્વજનિક ગણેશોત્સવના મંચનો ઉપયોગ કરતા હતા. તે સમયે આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત હતો પરંતુ સમયની સાથે બીજા રાજ્યોમાં પણ ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત થવા લાગી ત્યારે અમદાવાદમાં વસતા મરાઠી લોકો દ્વારા 1923 માં પ્રથમ વખત શહેરની અંદર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી અને શહેરમાં સાર્વજનિક રીતે ગણેશોત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી.

અમદાવાદમાં વર્ષ 1923માં મરાઠી લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઇ
અમદાવાદમાં વર્ષ 1923માં મરાઠી લોકો દ્વારા ગણેશજીની સ્થાપના કરાઇ (Etv Bharat Gujarat)

101 વર્ષ પહેલા થઈ હતી સ્થાપના: સાર્વજનિક ગણેશોત્સવ મંડળના જૂના કાર્યકર્તા રાજન શુક્લ જણાવે છે કે, 101 વર્ષ પહેલાં એટલે કે આઝાદી પહેલા અમદાવાદમાં વસતા મરાઠી લોકો દ્વારા શહેરમાં પ્રથમ વખત ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ દિવસ સુધી 101 વર્ષ થયા છે. હજી સુધી તે જ સાદગી અને તે જ ભાવના સાથે ભગવાન શ્રી ગણેશનો આ તહેવાર ઉજવવામાં આવે છે.

ગણેશોત્સવની સાદગીથી ઉજવણી: સાર્વજનિક ગણેશોત્સવ મંડળના કમિટી મેમ્બર પ્રાજકતા પાલોરકર જણાવે છે કે, આજના સમયમાં દેશભરની અંદર ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ડિજેના તાલે લોકો નાચે છે અને વિશાળકાય ગણપતિની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. તેમનાથી કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ અમારા દ્વારા 101 વર્ષ પહેલાં જે રીતે ભગવાન શ્રી ગણેશના આ તહેવારની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી હતી. તે જ પરંપરાને અમે આજે પણ જાળવી રાખી છે. તે જ સાદગી સાથે અને તે જ મરાઠી રીતે રિવાજો સાથે અમે દર વર્ષે ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી આ તહેવારની ઉજવણી કરીએ છીએ.

10 દિવસ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે: સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ગણેશોત્સવના 10 દિવસ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. કોઈ પણ પ્રકારના શોરબકોર, ઘોંઘાટ કે દેખાવો કરવામાં આવતો નથી. માત્ર સાદગી અને ભાવનાથી જ આ તહેવાર ઉજવવામાં આવે છે.

સતત 101 વર્ષથી એક જ પાલખીનો ઉપયોગ: મંડળના સેક્રેટરી વિશ્વાસ જોશી જણાવે છે કે, વર્ષ 1923 માં જે પાલખીમાં પ્રથમ વખત ભગવાન શ્રી ગણેશને બેસાડવામાં આવ્યા હતા. તે જ પાલખીનો ઉપયોગ કરી આજ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની યાત્રા કાઢવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી ગણેશની સ્થાપના થઇ ત્યારે શહેરની અંદર આ પાલખીમાં તેમને બેસાડીને ફેરવવામાં આવે છે અને છેલ્લા દિવસે ફરી પાલખીમાં બેસાડીને જ વિસર્જન માટે લઇ જવામાં આવે છે.

મંડળ સાથે જોડાયેલા લોકો વિદેશથી સહાય કરે છે: ગમે તેવી સાદગીથી તહેવાર ઉજવવામાં આવે પરંતુ પૈસાની જરૂરત તો જણાતી જ હોય છે. ત્યારે મંડળ સાથે જોડાયેલા અથવા પહેલા જોડાયેલા હોય અને અત્યારે વિદેશ હોય તેવા વ્યક્તિઓ પણ મંડળને આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. મંડળ કોઈ દિવસ કોઈ વ્યક્તિને પૈસા આપવા માટે કહેતું નથી. પરંતુ સ્વેચ્છિક ભેટ આપવામાં આવે તો તેનું અનાદર પણ કરતું નથી.

અનંત ચતુર્દશીએ પાલખીયાત્રા નીકળશે: ભગવાન શ્રી ગણેશને જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે વિરાજમાન કરવામાં આવ્યા ત્યારે પણ તેમને પાલખીમાં બેસાડી નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે અનંત ચતુર્દશીના દિવસે ફરી ભગવાનને પાલખીમાં બેસાડી નગર ભ્રમણ કરાવવામાં આવશે અને ત્યારબાદ તેમને કુંડમાં વિસર્જિત કરવામાં આવશે. ત્યારે અગત્યની વાત એ છે કે, જે કુંડમાં ભગવાન શ્રી ગણેશને વિસર્જિત કરવામાં આવે છે તે કુંડનું પાણી અને મૂર્તિ ઓગળ્યા પછી જે માટી વધે છે તેને વૃક્ષોમાં નાખી દેવામાં આવે છે. આમ આટલા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

આ પણ જાણો:

  1. રાજકોટમાં 3 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ : વધુ બે ફરાર આરોપીઓ ઝડપ્યા - Rajkot 3 crore fraud case
  2. "કચ્છમાં રોગચાળાના કારણે 16 મોત, છતાં ભાજપ સરકાર સભ્યો બનાવવામાં વ્યસ્ત"- વિપક્ષ - Kutch epidemic

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.