ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારથી, અમિત શાહને સૌથી વધુ 2.18 લાખ મતની મળી લીડ - loksabha election result - LOKSABHA ELECTION RESULT

ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહનો 7.44 લાખ મતોથી જીત્યા છે. ગત ટર્મ કરતાં તેમને 1.88 લાખ વધુ મત મેળવીને લીડનો નવો વિક્રમ બનાવ્યો છે. અહી નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારથી અમિત શાહને સૌથી વધુ તો વેજલપુરમાં સૌથી ઓછી લીડ છે. તો ચાલો જાણીએ આ મતવિસ્તારમાં અન્ય સ્થળોની કેવી હતી પરિસ્થિતિ. loksabha election result

લોકસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારથી અમિત શાહને સૌથી વધુ 2.18 લાખ મતની મળી લીડ
લોકસભા ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારથી અમિત શાહને સૌથી વધુ 2.18 લાખ મતની મળી લીડ (Etv Bharat Gujarati)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 4:43 PM IST

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા સીટના ચૂંટણી પરિણામો પર સમગ્ર દેશની મીટ મંડાયેલી હતી. આ લોકસભા સીટ પરથી પૂર્વ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સતત બીજી ટર્મ માટે મેદાનમાં હતા. સ્થાનિક નેતાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ લીડ અમિત શાહને મળે તેવું આયોજન કરાયું હતું. આ સાથે ભાજપ દ્વારા ગાંધીનગરમાં અમિત શાહને દસ લાખની લીડ મળશે તેવો દાવો પણ કરાયો હતો. અને સૌની રાહ તો અંત આવતા આ સીટ પરથી કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે અમિત શાહ 7,44,716 મતેથી વિજય થયો છે. જે ગત ચુંટણી કરતા 1.88 લાખ કરતાં વધુ મતની લીડ છે. અહી નોંધનીય બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અમિત શાહને સૌથી વધુ 2.18 લાખ મતની લીડ મળી છે.

વધુ લીડનો નવો વિક્રમ અમિત શાહના નામે: ગાંધીનગર ઉત્તર બેઠક પર અમિત શાહને 98,893 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને 40,293 મત મળ્યા છે. આ સાથે બેઠક પર અમિત શાહને 98, 600 મતની લીડ મળી છે. તેવી જ રીતે કલોલ વિધાનસભા મત વિસ્તારમાં અમિત શાહને 1,18,099 મત મળ્યા છે, જ્યારે સોનલ પટેલને 38,716 મત મળ્યા છે. એટલે કે અમિત શાહને કલોલ વિધાનસભા વિસ્તારમાંથી 79,373 મતની લીડ મળી છે. જો સાણંદ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપને સાણંદ બેઠક પર 1,39,348 મત મળ્યા છે. તેની સામે કોંગ્રેસને 40410 જ મત મળ્યા છે. જેથી સાણંદમાં અમિત શાહને 99,938 મત ની લીડ મળી છે. તેવી જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની સીટ ઘાટલોડીયા થી અમિત શાહ અને સૌથી વધુ 2,43,220 મળ્યા છે અહીં કોંગ્રેસને માત્ર 24000 જ મત મળ્યા છે. આથી અમિત શાહને અહીથી 2.18 લાખની જંગી લીડ મળી છે. વેજલપુરમાં ભાજપને 1,45,216 મત મળ્યા છે. અહીં કોંગ્રેસને 79,663 મળતા ભાજપની લીડ 65,763 થઈ છે.

આ જ પ્રમાણે એક સમયે અમિત શાહનો પોતાનો મત વિસ્તાર નારણપુરમાં ભાજપને 1,18,911 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 17257 મત મળતા ભાજપને અહીં 1.01 લાખ મતની જંગી લીડ મળી છે. સાબરમતી મતવિસ્તારની વાત કરવામાં આવે તો અહીંથી ભાજપને 1,36,287 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20,355 મત મળ્યા છે. તેથી ભારતીય જનતા પાર્ટીની લીડ 1,15,932 થઈ છે.

આ બેઠક ભાજપે વધુ મજબૂત કરી: આમ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના અમિત શાહને 10,10,972 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર સોનલ પટેલને માત્ર 2,66,256 મત જ મળ્યા છે. જેથી આ બેઠક ભાજપે વધુ મજબૂત કરી છે. અને ગત ચૂંટણી કરતાં 1.88 લાખ મતની લીડ વધારી છે. અમિત શાહનો ગાંધીનગરથી 7.44 લાખ મતની લીડથી વિજય થયો છે.

ગાંધીનગરમાં નોટા ત્રીજા ક્રમે રહ્યો: ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં ભાજપના અમિત શાહ પ્રથમ, કોંગ્રેસના સોનલબેન પટેલ દ્વિતીય અને નોટા ત્રીજા ક્રમે રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ બાદ સૌથી વધુ 22,000 થી વધુ મત નોટાને મળ્યા છે. જો વિધાનસભા દીઠ વાત કરવામાં આવે તો સૌથી વધુ મત નોટાને ઘાટલોડીયાથી 4,707 અને સૌથી ઓછા કલોલથી 2302 મત પડ્યા છે.

સરકારી કર્મચારીઓએ 58.74% મત ભાજપને: ગાંધીનગર લોકસભા સીટ પર 18,705 પોસ્ટલ બેલેટ મત પડ્યા હતા. જે પૈકી 1743 મત રદ થયા હતા. અમિત શાહને 10,988 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના સોનલબેન ને માત્ર 4,845 મત મળ્યા હતા.

ગાંધીનગર ઉત્તર બેઠક ભાજપે મજબૂત કરી: ગાંધીનગર લોકસભા બેઠકમાં અમિત શાહે જુના તમામ રેકોર્ડ તોડીને પોતાના ગઢને વધુ મજબૂત કર્યો છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત ક્ષેત્ર ઉપર અમિત શાહને 61,000 ની લીડ મળી છે. જ્યારે 2022 વિધાનસભા ચૂંટણીમાં રીટાબેનનો 26000 મતે વિજય થયો હતો. લોકસભામાં ગાંધીનગર ઉત્તર સીટ ઉપર અમિત શાહને 61000 મત વધુ મળ્યા છે. ગાંધીનગર ઉત્તર બેઠક પર અમિત શાહને 98,893 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને માત્ર 40293 મત જ મળ્યા છે.

અમિત શાહે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડ્યા: 2014માં ગાંધીનગર થી લાલકૃષ્ણ અડવાણી નો 3,26,633 મતે વિજય થયો હતો. જ્યારે 2019માં અમિત શાહનો 5,57,014 મતે ભવ્ય વિજય થયો હતો. ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને અમિત શાહે લોકસભા ચૂંટણી 2024 માં રેકોર્ડ બ્રેક 7,44,716 મતે વિજય મેળવ્યો છે.

  1. મોદી મંત્રીમંડળ 3.0 : ગુજરાતના કયા સાંસદને મળશે મંત્રીપદ, કયા સાંસદનો છીનવાશે બંગલો ? જુઓ મંત્રીમંડળની આંટીઘૂંટી - Modi Cabinet
  2. બનાસની "બેન" ગેનીબેન સંસદ પહોંચ્યા, વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાશે - Vav assembly seat by election

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.