ભરુચઃ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ છે. દરેક બેઠક પર કોણ સાંસદ બનશે તે નક્કી થવાનું છે. ગુજરાતમાં ભરુચ બેઠક સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. આ બેઠકના પરિણામ પર માત્ર ગુજરાત જ નહિ પરંતુ ભારતની નજર છે કારણ કે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિરુદ્ધ ઈન્ડિયા અલાયન્સના ચૈતર વસાવા મેદાને છે. મત ગણતરી અગાઉ બંને ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
શું કહે છે મનસુખ વસાવા?: મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, ભરૂચમાં સતત સાતમી વાર વિજેતા બનશે અને ભરૂચમાં ભાજપ નુ કમળ ખીલશે. ભરૂચ લોકસભાની બેઠક પરથી પાંચ લાખ નહીં પરંતુ 3 લાખના મતોની લડતી હું એટલે કે મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટી જીતશે. ભરૂચ લોકસભાની ચૂંટણી લડનાર દરેક ઉમેદવાર પોતે જશે તેવી જ વાત કરતા હોય છે. ચૈતર વસાવા કે અન્ય કોઈપણ પક્ષના કોઈપણ ઉમેદવાર જીતશે નહીં. ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી ઓછું મતદાન થયું છે તેની પાછળ ચૈતર વસાવા અને બીજી અન્ય પાર્ટીઓ દ્વારા ખોટી રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેને લઈને ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી ઓછું મતદાન થયું છે. તેમ છતા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ભરૂચ જિલ્લાના હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ દ્વારા લોકોને મતદાનની કરવાની જાગૃતિ લાવ્યા હતા અને લોકોને ઘરેથી બુથ લેવલ સુધી લઈ જઈને મતદાન કરાવ્યું હતું. દેશની જનતા નરેન્દ્ર મોદીના કામ અને તેઓના વિચારને અનુસરીને મતદાન કરતી હોય છે જેને લઈને આવતીકાલે ભરૂચમાં પણ ભાજપનું કમળ ખીલશે.
શું કહે છે ચૈતર વસાવા?: ભરૂચ લોકસભાની બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ 50 હજારના મતો ની લીડ થી જીતવાની દાવો કર્યો છે. ભરૂચ લોકસભાની બેઠક પરથી મનસુખભાઈ વસાવાને રિટાયર્ડ કરવામાં આવશે. મનસુખ વસાવા ની હાલ નું કારણ બનશે તેઓના વિવાદિત નિવેદનો અને પોતાના લોકસભા વિસ્તારમાં જે કામો નથી કર્યા તે તેઓની હાલનું કારણ બનશે. મનસુખ વસાવા અગાઉ પાંચ લાખની લીડ થી જીતવાનો દાવો કરી રહ્યા હતા તે આજરોજ 3 લાખની મહત્વની લીડ થી જીતવાની વાત કરી રહ્યા છે. ભરૂચ લોકસભાની બેઠક પર મામા ભાણીયા ની ચૂંટણીના જંગમાં એક તરફ મામા એ જીતનો દાવો કર્યો તો બીજા તરફ ભાણિયાએ મામાને રીટાયરમેન્ટ આપવાની વાત કરીએ. ભરૂચ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસનું ઉમેદવાર ના હોવાથી લઘુમતી સમાજના મતો ચૈતર વસાવાને મળવાથી તેની જીતનું સૌથી મોટું કારણ બનશે. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના જે આંદોલનો થયા તેને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા પણ ચૈતર વસાવાને મતો આપીને મતદાન કર્યુ છે.