રાજકોટઃ ગરમીનો પારો દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે. પરીક્ષાનો મહોલ છે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને જ્યારે છેલ્લી મિનિટની તૈયારીઓ ચાલતી હોય એવામાં વિદ્યાર્થીઓ દેશની 18મી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને એટલાજ ચિંતિત હોય એ થોડું અચરજ પમાડી દે તેવું છે. દેશમાં એક તરફ જ્યારે ગરમીનો પારો વધી રહ્યો છે. સાથે સાથે રાજકીય તાપમાન પણ વિદ્યાર્થીઓ શિક્ષણ, વિકસિત ભારત, સારા નેતા મુદ્દે તેમનો મત આપશે અને મતદાન કેવા માટે પણ અપીલ કરી રહ્યા છે.
વર્તમાન મુદ્દાઓઃ વિદ્યાર્થીઓનું ચોક્કસપણે માનવું છે કે મતદાન જ એવો અવસર છે જે તમને દેશની પ્રગતિ, શિક્ષણ અને સ્વાસ્થ્યને લઈને દરેક નાગરિકોએ મતદાન કરવું જોઈએ. જ્યારે ભારત એક વૈશ્વિક તાકાત બનવા જઈ રહ્યું છે ત્યારે શિક્ષણ અને રોજગારીએ મહત્વનાં મુદ્દાઓ છે. બાકી સ્થાનિક મુદ્દાઓ જેવા કે રાજકોટમાં ચાલી રહેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈ વગેરેને કદાચે દરકિનાર કરીને દેશનાં મહત્વ અને મોટા મુદ્દાઓને ધ્યાને લઈને વિઘ્યાર્થઓ તેમનું મતદાન આપશે. જ્યારે રાજકોટની બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનાં જીવનની પ્રથમ ચૂંટણી જ્યારે લડયા હતા ત્યારે રાજકોટ બેઠક પર રાજકીય વિશ્લેષકોની અને પોલિટિકલ પંડિતોની પણ નજર હોય જ છે. આ ચૂંટણીમાં વિકાસ-પ્રગતિ અને રાષ્ટ્રવાદનાં મુદ્દાઓ મુખ્યત્વે છવાયેલા રહેશે તેવું વિદ્યાર્થીઓનું માનવું છે.
યુવાનોનો મતઃ વિદ્યાર્થીઓએ પેપરલીક મુદ્દે તેમજ છાશવારે પાછળ ઠેલાતી પરીક્ષાઓની તારીખો મુદ્દે પણ પોતાનો અવાજ રજુ કર્યો હતો અને આ ચૂંટણી ચૌપાલમાં શિક્ષણનીતિ ઉપરાંત રોજગારી વિષે પણ તેમના મંતવ્યો રજુ કર્યા હતા અને સ્પષ્ટપણે તેમનું માનવું છે કે શિક્ષણ અને રોજગારી મુદ્દે જે પક્ષ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે તે પક્ષને યુવાનો મત આપશે અને સાથે-સાથે રાષ્ટ્રીય મુદ્દાઓને પણ વિદ્યાર્થીઓ ધ્યાને લેશે.
ETV Bharatનો ચૌપાલ કાર્યક્રમઃ ETV Bharat તેમના ચૌપાલ કાર્યક્રમ દ્વારા આવનારા દિવસોમાં સમાજના ગરીબથી લઈને મધ્યમ વર્ગ તેમજ સમાજનાં ઉચ્ચ વર્ગ સાથે ચર્ચાઓ કરીને મતદાતાઓ મતદાન કરવા જતા પહેલા ક્યા-ક્યા મુદાઓને ધ્યાને લઈને તેમનો મત આપતા હોય છે તેનાં પર તલસ્પર્શી ચર્ચાઓ કરશે અને જ્યારે 7મી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન જવા થઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ ક્યા મુદ્દે અને કેવી રીતે તેમનો કિંમતી અને પવિત્ર મત આપતા પહેલા ક્યા મુદ્દાઓ પર ચિંતન કરી રહ્યા છે, તે અંતર્ગત એક પ્રકારે સંક્ષિપ્ત દિશાસૂચન પણ કરશે.