ETV Bharat / state

ક્ષત્રિયોનાં વિરોધ વચ્ચે રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

ભારતીય જનતા પક્ષના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશેની અટકળો વચ્ચે આજે પક્ષે ભારપૂર્વક સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે રૂપાલા તારીખ 16મી એપ્રિલ 2024ના રોજ વિજય મુહૂર્તમાં રાજકોટ સ્થિત બહુમાળી ચોક પરથી રંગેચંગે વાજતે-ગાજતે રેલી યોજીને કલેક્ટર કચેરી પહોંચીને લોકસભાની ઉમેદવારી માટેનું પત્રક ભરશે. તેથી રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોએ છેડેલું આંદોલન જેમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી, તે વાતને હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. Loksabha Election 2024

16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 7:25 PM IST

રૂપાલા 16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે

રાજકોટ: શહેર આખામાં જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની સાથે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોર્ડિંગ લાગેલા છે. તેના પરથી રૂપાલાની ટિકિટ રદ થવાની સંભાવના નહિવત હોવાનો સ્પષ્ટ ચિત્તાર મળી રહ્યો છે. રાજકોટના મુખ્યસ્થાનો પર આ હોર્ડિંગ લાગ્યા જેમાં "રાજકોટ છે મક્કમ, રૂપાલા સાથે અડીખમ"ના સ્લોગન્સ છે. આ હોર્ડિંગ પરથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપનું મોવડી મંડળ ક્ષત્રિયોના વિરોધની સામે ઝૂકવા તૈયાર નથી અને રૂપાલાની ટિકિટ રદ નહિ કરે.

એન્જિનિયર્ડ ઘટનાક્રમઃ રૂપાલાની તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમવાર લોકસભા માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. રૂપાલા સામનાં ક્ષત્રિયોના વિરોધને એક એન્જિનિયર્ડ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. પક્ષમાં રહેલા જૂથવાદને ડામવા માટે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અથાગ પ્રયત્નો છતાં રૂપાલા સામેના આ એન્જિનિયર્ડ વિરોધને અંદરખાને રમાઈ રહેલા પક્ષના જૂથવાદી રાજકારણ સાથે પણ સંકળાવવામાં આવી રહ્યો છે. સૂત્રો અનુસાર પક્ષના મોવડીઓ પક્ષમાં રહેલાં આવા આરાજક તત્વો સામે કોઈ ચોક્કસ શિક્ષાત્માંક પગલાં લેવાય તો પણ નવાઈ નહીં લાગે.

16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે
16મી એપ્રિલે વિજય મુહૂર્તમાં રાજકોટથી ઉમેદવારીપત્રક ભરશે

રૂપાલાની પસંદગી શા માટે?: ઈટીવી ભારત સાથેની વાતચીતમાં રુપાલાની પસંદગી વિશે ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છનાં પક્ષ પ્રવકતા રાજુ ધ્રુવનું કહેવું છે કે, "રૂપાલા એ સ્ટાર પ્રચારક છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારનો જાણીતો ચેહરો છે. જમીન સાથે જોડાયેલા લોકલાડીલા નેતા છે. એક એક કાર્યકર્તા તેમને ઓળખે છે. રુપાલા કુશળ વક્તા, પ્રખર લોકસેવક અને એમની સ્વીકૃતી સર્વસમાજમાં હોવાને કારણે પુરુષોત્તમભાઈનું ચયન રાજકોટથી લાડવા માટે પક્ષે કર્યું છે."

જ્ઞાતિ અનુસાર મતદાતાઓઃ રાજકોટ બેઠક પર તાજેતરમાં મળેલા આંકડાઓ મુજબ, 21 લાખ મતદાતાઓ છે. જેમાં 5.50 લાખ મતદાતાઓ પાટીદાર સમાજનાં છે, જેમાં 3 લાખ મતદાતાઓ લેઉવા પટેલ જ્ઞાતિનાં છે અને 2.50 લાખ મતદાતાઓ કડવા પટેલ જ્ઞાતિના છે. ત્યારબાદ કોળી મતદાતાઓની સંખ્યા 3 લાખ, ક્ષત્રિય અને રાજપૂત મતદાતાઓની સંખ્યા અંદાજે 1.50 લાખ છે. જ્યારે બાકીનાં અગિયાર 11 લાખ મતદાતાઓ અન્ય જ્ઞાતિ તેમજ સવર્ણો છે. ઉપરોક્ત પરિસ્થિતિમાં જ્યારે 25 ટકા મતદાતાઓ પાટીદાર સમાજમાંથી હોય અને ભાજપને તેનાં બુથ લેવલનાં વ્યવસ્થાપન પર મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવાનો વિશ્વાસ હોય ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની સંભાવના રહેતી જ નથી. તેવું ભાજપના એક કાર્યકરે પક્ષનાં મધ્યસ્થ કાર્યલયે અનૌપચારિક ચર્ચાઓમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન સાથે રુપાલાના હોર્ડિંગનો અર્થઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુરષોત્તમ રૂપાલાની સંયુક્ત છબીવાળા હોર્ડિંગ પરથી એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કે પક્ષના મોવડીમંડળે આ દિશામાં પણ બહુ ગહન મંથન અને ચર્ચાઓ કરી હોય અને ત્યારબાદ જ રૂપાલાને મોદી સાથે પ્રોજેક્ટ કરવા અને કરવા તો શા માટે કરવા તે અંગેની તર્કબધ્ધ રણનીતિ તૈયાર કરી હોવી જોઈએ. ત્યારબાદ જ આ પ્રકારે પ્રચાર અને પ્રસારની આવી પહેલ કરવામાં આવી હોય અને એટલે જ હવે પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની કોઈ શક્યતા હાલ તો જણાતી જ નથી.

  1. "આ એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યું" - રાજુ રાણા, ભાવનગરમાં રુપાલા વિરુદ્ધ રાજપૂત સંમેલન યોજાયું - Parsottam Rupala
  2. શું રુપાલાને બદલાશે ? રુપાલાએ કહ્યું : મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે - Parshottam Rupala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.