ખેડાઃ વર્ષ 2014માં ખેડા લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત કોંગ્રેસના દિગ્ગજ દિનશા પટેલને હરાવી દેવુસિંહ ચૌહાણે વિજય મેળવ્યો હતો. જે પરિવર્તન બાદ આ બેઠક પર ભાજપે કબજો જાળવી રાખ્યો છે. ત્યારબાદની 2019 ચૂંટણીમાં પણ ભાજપે દેવુસિંહમાં વિશ્વાસ મૂકી તેમને રીપીટ કરવામાં આવતા વધારે સરસાઈથી જીત મેળવી હતી. હાલ તેઓ કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન છે. હાલ ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરવામાં આવ્યા છે.
2 ટર્મથી સાંસદઃ દેવુસિંહ ચૌહાણ સતત 2 ટર્મથી ખેડા લોકસભા બેઠક જીતી રહ્યા છે.તેઓ ક્ષત્રિય ઉમેદવાર છે તેમજ જનતા વચ્ચે તેમની ખાસી લોકપ્રિયતા પણ જોવા મળી રહી છે.જનતાની વચ્ચે રહી કામ કરવા માટે જાણીતા છે.તેમને રિપીટ કરવામાં આવતા આ વખતે ભાજપ અહીં ભારે સરસાઈથી જીત મેળવશે તેમ માનવામાં આવી રહ્યુ છે.
પ્રાથમિક પરિચયઃ દેવુસિંહ જેસીંગભાઈ ચૌહાણ કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન તેમના પિતાનું નામ જેસીંગભાઈ સોમાભાઈ ચૌહાણ, માતાનું નામ હીરાબેન જેસીંગભાઈ ચૌહાણ, જન્મ તારીખ - 29/10/1964. જન્મ સ્થળ નવાગામ, ખેડા. શૈક્ષણિક લાયકાત ડીપ્લોમા ઈલ્ક્ટ્રીકલ એન્જીનિયરીંગ. પત્નીનું નામ ભારતીબેન દેવુસિંહ ચૌહાણ. સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે.
રાજકીય કારકિર્દીઃ
- 1989થી 2002 13 વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપ્યા બાદ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.
- 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા.
- 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતોથી હાર થઈ.
- 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા.
- 2014માં 16મી લોકસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે પ્રથમ વાર ચુંટાયા.
- 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી.
- 2016ના અંતમાં બ્રિટીશ હાઈ કમિશનર દ્વારા કિંગ્સ કોલેજ,લંડન ખાતે ટુંકા અભ્યાસ માટે પસંદગી થઈ.
- 2019માં પુનઃ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય તરીકે ચુંટાયા.
- 2015થી 2021 સુધી વોટર રીસોર્સ કમિટી, આઈ.ટી. કમિટી,સ્ટેન્ડીંગ કમિટી ઓન ડીફેન્સ,કન્સ્લટેટીવ કમિટી–મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ જેવી વિવિધ કમિટીઓમાં સભ્યપદે રહ્યા.
- 7 જુલાઈ 2021 ભારત સરકારના સંચાર રાજ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
- અનેક જીલ્લા અને અન્ય રાજયોમાં કાર્યકર્તા તરીકે સ્થાનિક સ્વરાજ તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં સફળ જવાબદારી નિભાવી.
- વાંચન,સંગીત અને પ્રવાસમાં વિશેષ રૂચિ ધરાવે છે.