જૂનાગઢઃ આજે જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજની સભામાં મુમતાજ પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત મુમતાજ પટેલે એક કોંગ્રેસી કાર્યકરના પુત્ર સાથે હળવી પળો માણી હતી.
નાના બાળક પર વરસાવ્યું વ્હાલઃ જૂનાગઢમાં કોંગ્રેસની ચૂંટણી સભા ચાલી રહી હતી એ દરમિયાન આ ઘટના બની હતી. જેમાં મંચસ્થ મહાનુભાવોમાં મુમતાજ પટેલ પણ સામેલ હતા. તે સમયે એક કોંગ્રેસી કાર્યકરનું બાળક મંચ પર પહોંચી ગયું હતું. જેના ગળામાં કોંગ્રેસનો ખેસ સહેજ અસ્તવ્યસ્ત હતો. આ જોઈને મુમતાજ પટેલે બાળકના ગળામાં રહેલો કોંગ્રેસનો ખેસ વ્યવસ્થિત કર્યો અને ફોટો પણ ક્લિક કર્યો હતો. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આમ, આજની સભામાં મુમતાજ પટેલે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત મુમતાજ પટેલે એક કોંગ્રેસી કાર્યકરના પુત્ર સાથે હળવી પળો માણી હતી.
ગંભીર ચૂંટણી પ્રચાર વચ્ચે હળવી પળોઃ મુમતાજ પટેલની પાસે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક પણ મંચ પર હાજર હતા. મુમતાજ પટેલે નાના બાળક સાથે જે મીઠું વર્તન કર્યુ તેને જોઈને સિદ્ધાર્થ પટેલ મુસ્કુરાયા હતા. જ્યારે મુકુલ વાસનિકે બાળકનો ફોટો તેમના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. આ આખી ઘટના માત્ર 30થી 40 સેકન્ડમાં પૂરી થઈ હતી પરંતુ રાજકીય ગરમાવો અને ચૂંટણી પ્રચારની ગંભીરતા વચ્ચે મુમતાજ પટેલે હળવી પળોની મજા માણી હતી.