ETV Bharat / state

દાહોદમાં કોંગ્રેસે જૂના જોગી પ્રભાબેન તાવિયાડને ઉતાર્યા મેદાને, લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

કોંગ્રેસે લાંબા વિરામ બાદ મનોમંથન બાદ લોકસભા ચૂંટણી 2024 માટે વધુ 11 ઉમેદવારોના નામો જાહેર કર્યાં હતાં. જેમાં દાહોદ સીટના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડની પસંદગી કરવામાં આવી છે. પ્રભાબેને દાહોદમાં માધ્યમોના પ્રતિિનિધિઓ સાથે મુલાકાત કરી લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર હોવાનો સંકેત આપ્યો હતો.

દાહોદમાં કોંગ્રેસે મેદાને ઊતાર્યાં જૂના જોગી પ્રભાબેન તાવિયાડ, લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 4:32 PM IST

લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર

દાહોદ : ઇન્ડિયા ગઠબંધન દ્વારા મીટીંગ અને આંતરિક ડેમેજ કંટ્રોલ મનોમંથન બાદ ગઠબંધનના મનોમંથન બાદ દાહોદ બેઠક કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસ દ્વારા આ બેઠક માટે પ્રભાબેન તાવિયાડની પસંદગી કરવામાં આવી છે. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસ ખાતે ઇન્ડિયા ગઠબંધન હોદેદારો જેમાં દાહોદના પુર્વ ધારાસભ્ય વજેસિંગ પણદા,ગરબાડા પીર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નિનામા, વિપક્ષ નેતા કિરીટ પટેલ,આપના અધ્યક્ષ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં પ્રભાબેન તાવિયાડે ભાજપ સરકાર આકરા પ્રહારો કર્યા હતાં.

લોકસભા ચૂંટણી માટે મુદ્દાઓ સાથે તૈયાર : પ્રભાબેને દવાખાનામાં અપૂરતો સ્ટાફ તથા દવાખાનામાં 12 ક્લાક સળગ નોકરી કરતા કર્મીઓના શોષણ, શાળાઓમાં શિક્ષકોની કમી, ખેડૂતોને અનાજના અપુરતા ભાવ, ખેડૂતોને ઓછા ખર્ચે હાફેશ્વર યોજનામાંથી ગ્રેવીટી પાણી મળે, ચૂંટણી બોન્ડ વગેરેના મુદ્દાઓને લઇ સરકારને ભીંસમાં લીધી હતી. તેમણે કહ્યું કે ઝારખંડ સીએમ જેલમાં પૂર્યા છે તથા અરવિંદ કેજરીવાલને જેલ માં પૂર્યા છે. સ્થાનિક કક્ષાએ પ્રજા પોતાના સાથે છે. દાહોદ બેઠક ભાજપ સરકાર દ્વારા નળ સે જળ યોજના અંતર્ગત નળ આવી ગયા છે પણ પાણી આવ્યું નથી જે અમે આપીશું તથા દાહોદને પીવાનું પૂરતું પાણી મળતું નથી. 10થી 12 દિવસે મળે છે જેને અમે સમયાંતરે આપીશુ. બેરોજગારોને નોકરી અપાવીશું.

પ્રભાબેન તાવિયાડનું પ્રારંભિક જીવન અને શિક્ષણ : પ્રભાબેન તાવિયાડનો જન્મ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ધંધાસણ ગામમાં આદિવાસી મધ્યમ વર્ગના દોલજીભાઇ ડામોર ઘરે થયો હતો. જેઓ ગાંધી વિચાર ધારા સાથે સંકળાયેલા હતાં. તેમનું લગ્ન દાહોદ જિલ્લામાં ડો .કિશોરસિંહ તાવિયાડ સાથે થયું છે જે પોતે પણ વ્યવસાયે ડોક્ટર છે અને M.D અને D.G.O. છે. અમદાવાદની B.J. મેડિકલ કોલેજમાંથી તબીબી તેઓએ અભ્યાસ કર્યો હતો. ગાંધી વિચારધારા ધરાવે છે. હાલ ડો. પ્રભાબહેન કિશોરસિંહ તાવિયાડ. રહેવાસી ડુંગર તા ફતેપુરા જી દાહોદના સરનામે રહે છે.

રાજકીય કારકિર્દીની શરૂઆત : તેમના પતિ કિશોરસિંહ તાવિયાડ પંચમહાલ જિલ્લા પંચાયત 1985થી 1992 સુધી પ્રમુખ રહી ચૂક્યા છે, તેમનું પર્વાર ચુસ્ત કોંગ્રેસ પક્ષની વિચારધારા ધરાવે છે. 2004માં પ્રથમવાર 14મી લોકસભા માં પ્રભાબેન તાવિયાડને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી કરેલ હતી જેમાં ભાજપ ઉમેદવાર તરીકે બાબુભાઈ ખીમાભાઈ કટારાની સામે 361 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

એકવાર ચૂંટણી જીતી ચૂક્યાં છે : 2009માં કોંગ્રેસ પક્ષ દ્વારા ફરી પ્રભાબેન તાવિયાડને ઉમેદવાર તરીકે જાહેર કરાયા. આ સમયે તેમની સામે 1977 થી 1998 સુધી સાંસદ દાહોદ લોકસભા બેઠક પર સાંસદ રહી ચૂકેલા સોમજીભાઈ ડામોર ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કરાયા હતા.જેમાં પ્રભાબેન તાવિયાડ કુલ 58,536 વોટ મેળવી વિજેતા બન્યા હતા અને 15મી લોકસભાના દાહોદના સાંસદ બન્યાં હતાં. 2014માં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારી કરાઈ હતી તો સામે પક્ષે ભાજપ દ્વારા જશવંતસિંહ ભાભોરની ટિકિટની ફાળવણી કરાઈ હતી જેમાં જેમાં પ્રભાબેનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રભાબેનની કોંગ્રેસમાં સફર : પ્રભાબેન તાવિયાડ 2006થી અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતાં. 1985 થી 1992 સુધી યુથ કોંગ્રેસની કારોબારી સમિતિના સભ્ય હતાં. 1983થી દાહોદ અને પંચમહાલ જિલ્લાની કાર્યકારી જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. 1985 થી 1992 સુધી જિલ્લા મહિલા સુરક્ષા કેન્દ્ર-દાહોદ અને પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન છ અનાથ કન્યાઓના લગ્ન સફળતાપૂર્વક કરાવડાવાયા હતા. ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સલાહકાર સમિતિના ફોર્મ 1985-1992ના સભ્ય રહી ચૂક્યા છે, સચિવ તરીકે, AICC, પ્રભારી, રતલામ લોકસભા મતવિસ્તાર, મધ્યપ્રદેશ સામાન્ય સભા ચૂંટણી 2023 અને 3/8 વિધાનસભા બેઠકો જીતી હતી.

જ્ઞાતિ સમીકરણ : પ્રભાબેનનો જન્મ આદિવાસી પરિવારમાં એક સામાન્ય મધ્યમ પરિવારમાં જન્મ થયો હોવાથી સ્થાનિક ધોરણે સામાન્ય જનતાઓને પડતી મુશ્કેલીઓનો ખ્યાલ છે. પ્રભાબેન ડામોર પરિવારમાંથી આવતા હોઇ દાહોદ જિલ્લામાં ડામોર પરિવારનું પોતાનું અલગ સામ્રાજ્ય છે. વોટર્સની દ્રષ્ટિએ પણ દાહોદ લોકસભામાં ડામોર મતદારો સૌથી વધારે છે. ડામોર પરિવારની દીકરી હોવાથી જ્ઞાતિ મુજબ ડામોર પરિવારના તમામ વોટ કૉંગ્રેસને જઈ શકે છે. સ્થાનિક કક્ષાએ જોવા જઈએ તો ટિકિટના ત્રણથી પણ વધુ દાવેદારો હતાં, પરંતુ કોંગ્રેસે 2014, 2019ની લાંબી દ્રષ્ટિ જોઈને ડેમેજ કંટ્રોલ કરતા હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે.

આંતરિક ડેમેજ ખાળવાની કુનેહ : પ્રભાબેન તાવીયાડ પોતે પક્ષની અંદર આંતરિક ડેમેજ સિસ્ટમને કંટ્રોલ કરવાની કુનેહ ધરાવે છે. અન્ય પક્ષોની તર્કસંપુર્ણ ભાષણ રાજકીય રીતે જનહિત જવાબ આપવા માટે હંમેશા તૈયાર જોવા મળ્યા છે. તેમણેકરેલા ધરણાં અને લોકો માટે ઉઠાવેલો અવાજ સ્થાનિક પ્રજાને નીતિઓ અને આદર્શો પણ સ્પષ્ટ રીતે સ્પર્શે છે. છેલ્લા 10 વર્ષમાં તેમની રાજનીતિ કુનેહ સત્તા પક્ષની સ્પીડને બ્રેક આપી શકે છે. આ વખતે ભાભોર વર્સીસ (ડામોર ) તાવિયાડ વચ્ચે સીધો જગ છેડાશે.

ભાજપની લીડ કપાઇ છે : 2014માં જસવંતસિંહ ભાભોરે 2,30,354ની લીડમાં 26.54 ટકા માર્જીનથી જીત હાસિલ કરી હતી. પરંતુ 2019માં 1,27,596 મતની લીડ 12 ટકા માર્જીનથી વિજયી થયાં હતાં. જે જોવા જઈએ તો ભાજપમાં ઉમેદવારનો વિજયની લીડનો ગ્રાફ સતત ઘટતો જોવા મળી રહ્યો છે. જેને લઇને કોંગ્રેસ જીત તરફ પ્રયાણ કરી રહ્યો છે.

  1. Loksabha Election 2024: દાહોદ કલેકટરે લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન માટેની વિશિષ્ટ સુવિધાઓની માહિતી આપી
  2. Dahod Lok Sabha Seat: દાહોદ બેઠક પર 2024ના ચૂંટણી પરિણામને અપક્ષો કરી શકે છે પ્રભાવિત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.