ETV Bharat / state

Loksabha Election 2024: દાહોદ કલેકટરે લોકસભા ચૂંટણી સંદર્ભે મતદાન માટેની વિશિષ્ટ સુવિધાઓની માહિતી આપી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 10:21 PM IST

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પત્રકાર પરિષદ યોજી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Dahod Collector Yogesh Nirgude

મતદાન માટેની વિશિષ્ટ સુવિધાઓની માહિતી આપી

દાહોદઃ ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકીની દાહોદ લોકસભા બેઠક પર ચૂંટણી સંદર્ભે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આચાર સંહિતા વિશે તેમજ અન્ય માહિતી આપી હતી. જેમાં દાહોદ લોકસભા બેઠકની સામન્ય ચુંટણી ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવશે. તેવી માહિતી દાહોદ કલેકટરે આપી હતી.

નોડલ અધિકારીઓની નિમણૂકઃ દાહોદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી સંદર્ભે દાહોદ જિલ્લા કલેકટરે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે વર્ગ 1 અને 2 કક્ષાના ચૂંટણી અધિકારી, નોડલ અધિકારીઓની નિમણૂકની માહિતી આપી. તેમના સંર્પક નંબર જાહેર કર્યા હતાં. તમામ પ્રકારની ફરિયાદો માટે જિલ્લા કક્ષાએ 24 ×7 ફરિયાદ દેખરેખ કક્ષ અને કોલ રૂમ શરૂ કરાયો હોવાનું જણાવ્યું હતું. જેમાં લોકસભા ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે સીધી વિવિધ ફરિયાદો તથા C-VIGIL ઉપર મળતી ફરિયાદોનું અસરકારક નિયમન કરવામાં આવશે.

સિંગલ વિન્ડો સીસ્ટમ કાર્યરતઃ આ ઉપરાંત જાહેર સભા અને રેલીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરાઈ છે. ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ થયેલી 01-01-2024ની મતદાર યાદી મુજબ દાહોદ લોકસભા વિસ્તારમાં 18,64,891 મતદારો નોંધાયા હતા. જેમાં દાહોદ લોકસભામાં પુરુષ 8,02,793 અને 7,95,061 મહિલા અને 33 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. 42 સખી મતદાન મથકો, 6 દિવ્યાંગ મતદાન મથકો, 6 આદર્શ મતદાન મથકો અને 1 યુવા મતદાન મથક બનાવવામાં આવશે. દાહોદ લોકસભા સામાન્ય ચુંટણી માટે કુલ મતદાન મથકો 1958 છે. જયારે આ બેઠક પર મતદાર મથકની સ્થળની સંખ્યાં 1399 નોંધાઇ હતી.

વોટર્સ માટે ખાસ સુવિધાઓઃ ચૂંટણી પંચ સૂચના મૂજબ દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે મુજબ 19 દાહોદ લોકસભામાં નોંધાયેલ પીડબ્લ્યુડી, 85 વર્ષ અને તે કરતા વધુ ઉંમરના વોટર્સ તથા કોવિડ એડમીટ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જો પીડબ્લ્યુડી તથા 85 વર્ષ કે તે કરતા વધુ ઉંમરના મતદારો મતદાન મથકો પર આવી મતદાન કરવા માંગતા હોય તેમના માટે વાહન અને સહાયક વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં મતદાન મથકે વ્હીલ ચેર, વ્હીલ ચેર વ્હીકલ, સહાયક જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.

  1. Loksabha Election 2024 : મતદાનમથકો પર ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગોને મળશે વિશેષ સુવિધા
  2. Lok Sabha Election: દેશમાં 19 એપ્રિલ થી 1 જૂન સુધી લોકસભાની ચૂંટણી, 7 તબક્કામાં મતદાન, ગુજરાતમાં 7મે એ મતદાન, 4 જૂને પરિણામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.