ETV Bharat / state

Loksabha Election 2024: શિવસેના ગ્રુપના કલાબેન ડેલકર પોતાના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા - Loksabha Election 2024

લોકસભા ચૂંટણી અગાઉ દાદરા નગર હવેલીના ઉમેદવાર કલાબેન ડેલકર 16મી માર્ચે વિધિવત ભાજપમાં સામેલ થયા હતાં. આ પ્રસંગે ડેલકર પરિવારે પોતાના સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતું. સેલવાસ ભાજપ કાર્યાલય પર કલાબેન ડેલકરને પ્રભારી પૂર્ણેશ મોદી અને પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ દ્વારા ખેસ પહેરાવ્યો હતો. Loksabha Election 2024

શિવસેના ગ્રુપના કલાબેન ડેલકર પોતાના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 7:44 PM IST

ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ

સેલવાસઃ કલાબેન ડેલકર DNHના શિવસેનાના વર્તમાન સાંસદ છે. કલાબેને શિવસેના છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આજે કલાબેન ડેલકરે શક્તિ પ્રદર્શન યોજી વિધિવત ભાજપમાં સામેલ થયા હતાં. પૂર્ણેશ મોદીએ કલાબેનને ખેસ પહેરાવી આ લોકસભા ચૂંટણીમાં જંગી બહુમત સાથે વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કલાબેન ડેલકરને ટીકીટ આપી છે.

પુત્ર સાથે યોજી રેલીઃ ભાજપમાં સામેલ થતા પહેલા કલાબેન ડેલકરે પુત્ર અભિનવ ડેલકર સાથે જંગી રેલી યોજી હતી. શક્તિ પ્રદર્શન સાથેની આ રેલીમાં મોટી સંખ્યામાં ડેલકર સમર્થકો જોડાયા હતા. દાદરા નગર હવેલીમાં ભાજપ કાર્યાલય ખાતે અનેક સમર્થકોની હાજરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલાબેન ડેલકર ઉપરાંત તેમના ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના અને પાલિકા વિસ્તારના સભ્યો અને કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જંગી બહુમતથી જીતનો વિશ્વાસઃ સેલવાસના અટલ ભવન પર ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં શિવસેનાના વર્તમાન સાંસદ કલાબેન ડેલકર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. કલાબેન ડેલકરે ભાજપને જંગી લીડથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ભાજપને જીતાડવા આહવાન કર્યુ
ભાજપને જીતાડવા આહવાન કર્યુ

કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યું હતું કે, પ્રદેશની જનતાના ઉજ્જવલ ભવિષ્ય માટે અમે ભાજપમાં જોડાયા છીએ. મોદી સરકારમાં અનેક વિકાસના કામ થયા છે. હવે અમે આ પ્રદેશના જે પણ કામ બાકી છે તે પૂર્ણ કરીશું. ભૂતકાળની જે પણ ઘટનાઓ હતી તેને ભૂલીને ભાજપમાં સંપથી કામ કરીશું. પ્રદેશને વધુ ને વધુ વિકાસના પંથે લઈ જશું. ભાજપના સંગઠન સાથે ખભે ખભા મિલાવી ચૂંટણી પ્રચારમાં ઉતરીશું.

આ પ્રસંગે દાદરા નગર હવેલી દમણ અને દિવ ના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, નવા સાથીઓ સામેલ થતાં આ વખતે દાદરા નગર હવેલી લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે. આ વખતના વડાપ્રધાન મોદીના 400 પારના સંકલ્પમાં દાદરા નગર હવેલીની બેઠક પણ ભાજપની હશે.

  1. Loksabha Election 2024: પોરબંદર લોકસભા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર લલિત વસોયા સાથે ETV BHARATની ખાસ વાતચીત
  2. Porbandar Lok Sabha Seat : લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક પર કયા પરિબળ અસર કરશે ! વરિષ્ઠ પત્રકાર હેમેન્દ્રકુમારનું મંતવ્ય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.