ETV Bharat / state

ઓલપાડના વિવિધ ગામોમાં ભાજપનો સઘન ચૂંટણી પ્રચાર, નરેન્દ્ર મોદીને 3જીવાર વડાપ્રધાન બનાવવા અપીલ કરાઈ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેલ દલાલ દ્વારા આજે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી પ્રચારમાં રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલ અને દર્શના જરદોશ જોડાયા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

ઓલપાડના વિવિધ ગામોમાં ભાજપનો સઘન ચૂંટણી પ્રચાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 9:58 PM IST

ઓલપાડના વિવિધ ગામોમાં ભાજપનો સઘન ચૂંટણી પ્રચાર

સુરતઃ લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં રાજકીય પક્ષો કરી રહ્યા છે. રોજે રોજ રાજકીય પ્રચાર વધુને વધુ સઘન બની રહ્યો છે. ભાજપના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલે પણ ઓલપાડ તાલુકના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મુકેશ દલાલને જંગી બહુમતથી જીતાડવા માટેના પ્રચારમાં રાજ્યકક્ષાના મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને દર્શના જરદોશ પણ જોડાયા હતા.

ઓલપાડના ગામડાંઓમાં પ્રચારઃ આજે ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામોમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપને મત આપવા જનતાને અપીલ કરાઈ હતી. ઓલપાડ તાલુકાના વડોળી, ઉમરાચી, અનિતા, સ્યાદલા, મુલદ, કીમ સહિતના ગામોમાં ભાજપ અગ્રણીઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ દર્શના જરદોશે જનતાને નરેન્દ્ર મોદીને 3જીવાર વડાપ્રધાન બનાવવા અપીલ કરી આવી હતી.

નરેન્દ્ર મોદીને 3જીવાર વડાપ્રધાન બનાવવા અપીલઃ આજે ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાંઓમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પ્રચારમાં નરેન્દ્ર મોદીને 3જીવાર વડાપ્રધાન બનાવવા અપીલ કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ તેમજ દર્શના જરદોશે જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની માહિતી આપી હતી. ભાજપના પ્રચાર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

લોકસભા ચૂંટણીને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. તમામ મતદારોને અમે ભાજપને મત આપવા અપીલ કરીએ છીએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ વિકાસ કામો કર્યા છે. ઓલપાડ વિધાનસભામાંથી 1.50 લાખની લીડ મળશે તેવી મને આશા છે...મુકેશ પટેલ(ભાજપ ધારાસભ્ય, ઓલપાડ)

  1. અમિત શાહનો બિહારમાં હુંકાર, કહ્યું- '1947માં કોંગ્રેસે દેશને તોડ્યો, હવે તૂટવા નહીં દઈએ' - AMIT SHAH IN GAYA
  2. ગુરુવારે ઋષિકેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલી, સીએમ ધામીએ તૈયારીઓની સમીક્ષા કરી - PM Modi Rishikesh Rally

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.