સુરતઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે. ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી બાદ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવેલ છે. તેમણે આ અંગે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે.
ચૂંટણી પંચથી કોઈ આશા નથીઃ સુરત આવેલા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ આ નિવેદન અંગે મને જાણકારી નથી પરંતુ જો આ નિવેદન આપવામાં આવ્યું છે તો ભાજપને ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી ખૂબ જ નિંદનીય છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે કાર્યવાહી કરશે. ભાજપ હારી રહી છે તેથી બોખલાઈ ગઈ છે. આમ તો ચૂંટણીપંચ થી કોઈ આશા નથી તેમ છતાં અમે ત્યાં ફરિયાદ કરીશું. જો જરૂર પડશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. આમ કહીને સુરત આવેલા મહારાષ્ટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ આ મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા વાકપ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી.
ભુપત ભાયાણી વિરુદ્ધ રોષઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે. ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી બાદ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવેલ છે. તેમણે આ અંગે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા.