ETV Bharat / state

ઉત્તર ગુજરાતની બેઠકો પર ભાજપના વિશ્વાસ અને કોંગ્રેસની આશા વચ્ચે ચૂંટણી જંગ... - Lok Sabha Election 2024 result

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 6:10 AM IST

Updated : Jun 4, 2024, 12:19 PM IST

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામ જાહેર થવા આડે જૂજ સમય બાકી છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. મુખ્યત્વે શહેરી વિસ્તારના મતદારો ધરાવતા આ મતક્ષેત્રમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે. પરંતુ કોંગ્રેસે પણ આકરી ટક્કર આપી ચૂંટણી જંગ રસાકસીભર્યો બનાવ્યો છે.

ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો
ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો (ETV Bharat)

  • કચ્છ લોકસભા બેઠક : ભાજપ માટે પડકારરૂપ, પરિણામ ગ્રામીણ મતદારો નક્કી કરશે

ઉમેદવાર : વિનોદ ચાવડા (ભાજપ) વિરુદ્ધ નિતેશ લાલણ (કોંગ્રેસ)

રાજ્યની સરહદી લોકસભા બેઠક કચ્છ અનુસુચિત જાતિ માટે અનામત બેઠક છે, ઉપરાંત દેશમાં સૌથી મોટો વિસ્તાર ધરાવતી લોકસભા બેઠક છે. જેમાં કચ્છની છ વિધાનસભા અને મોરબી જિલ્લાની એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. કચ્છ લોકસભા બેઠક પરની સાતેય વિધાનસભા બેઠક 2022માં ભાજપે જીતી છે. કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના વિનોદ ચાવડા ત્રીજી વખત ચૂંટણી લડે છે. તો સામે કોંગ્રેસે નવા ચહેરા તરીકે નિતેશ લાલણને ઉતાર્યા છે. છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સતત પોતાના ઉમેદવાર બદલી રહ્યું છે. બીજી તરફ ભાજપે 2014, 2019 અને 2014માં એક જ ઉમેદવારને સતત રીપીટ કરી પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

2024માં કચ્છ લોકસભા બેઠક હેઠળના વિસ્તારમાં ભાજપના સિનિયર આગેવાનો વિનોદ ચાવડાની પસંદગીથી નારાજ હતા. કેટલાકે તો મોવડીમંડળ સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. વિનોદ ચાવડા સતત કેટલાક વિવાદોથી ઘેરાતા આવતા હતા. જેના કારણે સ્થાનિક સ્તરે અસંતોષ સાથે અસ્વીકાર્યતા પણ વધતી હતી. આ સાથે કચ્છમાં જાડેજા સમાજ સહિત ક્ષત્રિય સમાજ પણ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદનથી નારાજ હતો.

કોંગ્રેસ પાસે ક્ષત્રિય સમાજની નારાજગી, કચ્છમાં વધતા ઔદ્યોગિક વિકાસથી સર્જાયેલા સ્થાનિક પ્રશ્નો, ડ્રગ્સ પકડાવાના કેસનું વધતું પ્રમાણ તથા અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારોનો મુદ્દો હતો. કોંગ્રેસે ભાજપની નિષ્ફળતાને મતદારો સુધી લઈ જવા માટે પ્રયાસ કર્યો છે, પણ ભાજપ પાસે સારું બૂથ મેનેજમેન્ટ, મોદીની ગેરંટી અને ઓબીસી, સવર્ણ, આહિર, શહેરી, પાટીદાર અને બિન-ગુજરાતી મતદારોના સમીકરણથી 2024 ના પરિણામમાં ફાયદો થઈ શકે છે.

2024 માં ગરમી, ક્ષત્રિય આંદોલનની અસર અને આંતરિક જૂથવાદના કારણે 56.14 ટકા મતદાને બંને પક્ષના ઉમેદવારોની ચિંતા વધારી છે. કચ્છમાં 2024 નું પરિણામ ગ્રામીણ મતદારો નક્કી કરશે. કિસાન સન્માન નિધિ, મોદીની ગેરંટી, કચ્છના ઔદ્યોગિક વિકાસ સાથે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ માટે ઓછો પ્રચાર, શહેરી મતદારોમાં ઓછો સ્વીકાર્ય ચહેરો, કોંગ્રેસનું નબળું બૂથ મેનેજમેન્ટ, ક્ષત્રિય મતોને અંકે કરવામાં છેલ્લી ઘડીએ કરેલી નિરસતા, ભાજપના અસંતોષનો ફાયદો લેવામાં નિરસતા ભાજપને ફાયદો કરાવશે.

  • બનાસકાંઠા લોકસભા બેઠક : બે બહેનો વચ્ચેનો જંગ, કોંગ્રેસ માટે આશાની બેઠક

ઉમેદવાર : રેખાબહેન ચૌધરી (ભાજપ) વિરુદ્ધ ગેનીબહેન ઠાકોર (કોંગ્રેસ)

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપે સહકારી ક્ષેત્રે નામના ધરાવતા કુટુંબના રેખા ચૌધરીને ઉમેદવાર બનાવ્યા, તો કોંગ્રેસે બહુ બોલકા અને બનાસની પુત્રીના નામે ઓળખાતા ગેનીબેનને ટિકિટ આપી.

આરંભમાં ગેનીબેને ઠાકોર, રાજસ્થાની પટેલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મુસ્લિમ, પ્રજાપતિ, ઓબીસી, ક્ષત્રિય સમાજમાં પોતાની ઇમેજ બનાવી. તો ચૂંટણી નજીક આવતા સહકારી રાજકારણ થકી ભાજપ ગ્રામીણ અને શહેરી મતદારોને પ્રભાવિત કર્યા.

બે મહિલા વચ્ચેના ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદીની રેલી અને કોંગ્રેસના ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી વાડ્રાની રેલીએ પોત-પોતાના મતોનું ધ્રુવીકરણ કર્યું. ભાજપે શહેરી મતદારો, ચૌધરી, ઠાકોર સિવાય અન્ય ઓબીસી સમાજ, ગુજરાતી પટેલ, સવર્ણ સમાજને સાધીને કોંગ્રેસને પડકાર આપ્યો છે. કોંગ્રેસ જીતી શકે એવો પ્રચાર અને મતદાન થયું છે. કોંગ્રેસ એક દાયકા બાદ પહેલી વાર બનાસકાંઠા બેઠક પર સક્ષમ દેખાઈ છે.

  • પાટણ લોકસભા બેઠક : બે ઠાકોર નેતા વચ્ચે જંગ, પણ ભાજપના ભરતસિંહ તરફી વાયરો

ઉમેદવાર : ભરતસિંહ ડાભી (ભાજપ) વિરુદ્ધ ચંદનજી ઠાકોર (કોંગ્રેસ)

પાટણ તેના સાંસ્કૃતિક ધરોહર ઈતિહાસ માટે જાણીતું છે. પાટણની રાણકી વાવ અને પાટણના પટોળા તેની ઓળખ છે. પાટણ બેઠક પર મતદારોની પ્રોફાઇલ કોંગ્રેસને મદદ કરી શકે તેવી છે, પણ કોંગ્રેસનું નબળું બૂથ મેનેજમેન્ટ, સ્થાનિક સ્વીકાર્ય નેતાની ગેરહાજરી, નબળું કોંગ્રેસ સંગઠન ભાજપ માટે ઉપયોગી સાબિત થાય છે.

2024માં કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી. ચંદનજી ઠાકોર સમાજમાં ભામશા તરીકે જાણીતા છે. પણ કોંગ્રેસે ફક્ત ઠાકોર સામે ઠાકોરનું ગણિત સ્વીકારી ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતાર્યા.

નરેન્દ્ર મોદીએ પાટણના પાડોશી જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે રેલી સંબોધીને ઠાકોર સહિત તમામ ઓબીસી સમાજને મોદીના નામે મત આપવા હાકલ કરી હતી. 2024 લોકસભા ચૂંટણીમાં ઠાકોર મતદારોને રીઝવવા જેની ટિકિટ કપાઈ શકે તેવી હતી તેવા ભરતસિંહ ડાભીને રિપીટ કરીને સૌને આશ્ચર્યમાં નાખ્યા હતા.

પાટણમાં ભાજપની અંદર અસંતોષ છતાં 2024માં ભાજપના ભરતસિંહ ડાભી ફરીથી ચૂંટણી જીતી શકે એમ છે. કોંગ્રેસની નિષ્ક્રીયતા ભાજપને જીતાડી શકે એમ છે.

  • મહેસાણા લોકસભા બેઠક : પાટીદાર પ્રભુત્વ વિસ્તારમાં કોંગ્રેસે ભાજપ સમક્ષ જીતની થાળી ધરી

ઉમેદવાર : હરિભાઈ પટેલ (ભાજપ) વિરુદ્ધ રામજી ઠાકોર (કોંગ્રેસ)

ઉત્તર ગુજરાતમાં મહેસાણા લોકસભા બેઠક ભાજપની સલામત બેઠક ગણાય છે. એક સમયે દેશમાં ભાજપની બે બેઠકો હતી, તે પૈકી એક બેઠક મહેસાણા હતી. મહેસાણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનો જિલ્લો છે. મહેસાણા ખાતે સતત પાટીદાર ઉમેદવાર જીતતા આવ્યા છે. ભાજપમાં આંતરિક અસંતોષ હતો, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી હતી, છતાં ભાજપે હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા.

કોંગ્રેસ મહેસાણા ખાતે પાટીદાર ઉમેદવાર ઉતારવાને બદલે ઓબીસી રાજકારણ રમતા ઠાકોર આગેવાન રામજી ઠાકોરને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ઉતારીને પહેલેથી જ હાર સ્વીકારી લીધી છે. મહેસાણા બેઠક પર 59.86 ટકા મતદાન થયું છે. પટેલ, ચૌધરી, પ્રજાપતિ મતદારોની બહુમતી હંમેશાથી ભાજપ પ્રત્યે રહી છે.

પાટીદાર અને ચૌધરી મતદારોના વિસ્તારમાં ભાજપનો સઘન પ્રચાર, પાડોશી જિલ્લા સાબરકાંઠા અને બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મોદી ગેરંટીની હાકલ ભાજપના વિજયને સરળ બનાવશે.

  • સાબરકાંઠા લોકસભા બેઠક : ભાજપને આંતરિક અસંતોષ લઈ ડૂબશે, કોંગ્રેસને ફાયદો કરાવશે

ઉમેદવાર : શોભનાબેન બારૈયા (ભાજપ) વિરુદ્ધ તુષાર ચૌધરી (કોંગ્રેસ)

આદિવાસી બહુમૂલક વસ્તી ધરાવતી લોકસભા બેઠક એટલે સાબરકાંઠા. સાબરકાંઠા બેઠક પરથી દેશના બે વખતના કામચલાઉ વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા અને સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ સાબરકાંઠાથી સાંસદ બન્યા હતા. એક સમયે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો, પણ 2009થી આ બેઠક ભાજપ હસ્તક આવી અને છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ ઉમેદવાર સાંસદ બન્યા છે.

2024માં ભાજપે જાહેર કરેલ ઉમેદવાર ભીખાજી દૂઘાજી ઠાકોરની અટકનો વિવાદ થતા ભાજપે ઉમેદવાર બદલીને કોંગ્રેસનું બેકગ્રાઉન્ડ ધરાવતા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયા પર પસંદગી ઉતારી છે. શોભનાબેન બારૈયા સામે પક્ષમાં આંતરિક વિરોધ થયો, જાહેર પ્રદર્શન થયા, મતદાનના દિવસ સુધી શોભનાબેનનો સતત વિરોધ થતો રહ્યો. પક્ષના ઉમેદવાર સામે આંતરિક વિરોધ અને ક્ષત્રિય સમાજના આંદોલનના સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાના હિંમતનગર ખાતે જાહેરસભા સંબોધી હતી.

કોંગ્રેસના પૂર્વ સાંસદ નિશાબહેન અમરસિંહ ચૌધરીના પરિવારના અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ટિકિટ આપી અને ખામ થિયરીનો લાભ લેવાનો પ્રયાસ કર્યો. સાબરકાંઠા લોકસભા બેઠક પર 2024માં વિજય હાંસલ કરવા માટે કોંગ્રેસે આદિવાસી, દલિત, ક્ષત્રિય અને મુસ્લિમ મતદારો વચ્ચે જઈ પોતાનો પ્રચાર કર્યો. કોંગ્રેસ રાજ્યની અન્ય બેઠક કરતા સાબરકાંઠા બેઠક પર પ્રમાણમાં વધુ સક્રિય અને સતર્ક જણાઈ હતી. 2024માં કુલ મતદાન 63.56 ટકા મતદાન નોંધાયું છે. 2024માં ભાજપ જો હારશે તો ભાજપનો આંતરિક અસંતોષ અને કોંગ્રેસની સક્રિયતા કારણભૂત હશે.

  • ગાંધીનગર લોકસભા બેઠક : હારવા માટે લઈ રહેલા કોંગ્રેસ ઉમેદવારને પણ પરિણામની આગોતરી ખાતરી

ઉમેદવાર : અમિત શાહ (ભાજપ) વિરુદ્ધ સોનલબેન પટેલ (કોંગ્રેસ)

ગાંધીનગર એ દેશની સૌથી વધુ રાજકીય મહત્વ ધરાવતી બેઠક છે. 2022માં ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવતી ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે 2022માં મોટા માર્જિનથી જીત્યા છે.

ગાંધીનગરથી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે. અડવાણી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ગાંધીનગર બેઠક પર 1989થી સળંગ 10 લોકસભા ચૂંટણી ભાજપે મોટા વિજયી માર્જિનથી જીતી છે. આ બેઠક પરથી પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. સેશન અને હિંદી ફિલ્મોના સુપરસ્ટાર રાજેશ ખન્ના ભાજપના ઉમેદવાર સામે હારી ચૂક્યા છે. એલ. કે. અડવાણી સળંગ પાંચ વખત સહિત કુલ છ લોકસભા ચૂંટણી અહીંથી જીત્યા છે.

2019માં એલ. કે. અડવાણીને તેમની વય મર્યાદાના કારણે ટિકિટ ન અપાતા અમિત શાહને ઉમેદવાર બનાવ્યા. 2019 માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડનાર અમિત શાહે કોંગ્રેસના સી. જે. ચાવડાને (હાલ ભાજપમાં) 5.57 લાખ મતે હરાવ્યા હતા.

2024માં કોંગ્રેસે વર્તમાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સામે સોનલબેન પટેલને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ ઉમેદવાર સોનલબેન સહિત સમગ્ર કોંગ્રેસને આગોતરી ખાતરી છે કે, ગાંધીનગર બેઠક પર અમિત શાહ ભારે વોટ માર્જિનથી વિજયી બનશે. ભાજપ અને અમિત શાહનો વિજયી માર્જિનનો લક્ષાંક 10 લાખ મતનો છે.

પોતાની જીત માટે આશ્વસ્ત અમિત શાહે તેમના સંસદીય મતક્ષેત્ર હેઠળની સાતેય વિધાનસભા બેઠકના વિસ્તારમાં પ્રચાર રેલી કરી, પણ કોંગ્રેસનો પ્રચાર કે સભા કે રેલી દેખાઈ નહીં. 2024માં આકરી ગરમી વચ્ચે ગાંધીનગર બેઠક પર 59.80 ટકા મતદાન થયું છે. 2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ હારવા ખાતર લડી અને ભાજપ સામે કોઈ પણ પ્રકારનો પડકાર આપ્યો ન હતો. જેના કારણે અમિત શાહ મોટા માર્જિનથી વિજયી બનશે.

  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક : ભાજપને કોંગ્રેસની નબળાઈ જ જીતાડશે

ઉમેદવારો : હસમુખ પટેલ (ભાજપ) વિરુદ્ધ હિંમતસિંહ પટેલ (કોંગ્રેસ)

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ભાજપની સલામત બેઠક છે. 2009થી 2019 ની સળંગ 3 ચૂંટણીમાં ભાજપનો મોટા માર્જિનથી વિજય થયો છે. આ બેઠકની વિશેષતા એ છે કે સળંગ ત્રણેય લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારોને સતત બદલ્યા છે. 2014માં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી હિંદી ફિલ્મ અભિનેતા પરેશ રાવલ વિજેતા થયા હતા.

2019માં આ બેઠક પરથી પરેશ રાવલે ચૂંટણી લડવા માટે ના પાડતા અમરાઈવાડી વિધાનસભામાં ભાજપ ધારાસભ્ય હસમુખ પટેલને અમદાવાદ પૂર્વના ઉમેદવાર બનાવ્યા. 2019માં ભાજપના હસમુખ પટેલે કોંગ્રેસના પાટીદાર મહિલા ઉમેદવાર ગીતાબેન પટેલને 4.34 લાખ મતે પરાજિત કર્યા હતા. 2022માં અમદાવાદ પૂર્વ મતક્ષેત્ર હેઠળ આવતી તમામ 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થયો હતો.

2024માં થયેલ મતદાનની ટકાવારી 54.72 નોંધાઈ છે, જે 2019 ની સરખામણીએ 6.8 ટકા જેટલી ઓછી છે. ઓછી મતદાનની ટકાવારી પણ ભાજપને ફાયદો કરાવશે. જેનું કારણ કોંગ્રેસનું નબળું સંગઠન માળખું, મતદાન દિવસ સુધીમાં નબળો પ્રચાર જવાબદાર છે. કોંગ્રેસે હિંમતસિંહ પટેલના નામની જાહેરાત કર્યા પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હિંદી ભાષી રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું હતું, પણ રોહન ગુપ્તાએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે પિતાની માંદગીનું બહાનું આગળ ધરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. હાલમાં રોહન ગુપ્તા ભાજપ સાથે છે.

2024માં કોંગ્રેસના ઉમેદવાર અને અમદાવાદ શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ 2014માં પરેશ રાવલ સામે 3.26 લાખ મતે હારી ચૂક્યા છે. કોંગ્રેસ અને હિંમતસિંહ પટેલ પાસે 2024માં સારો દેખાવ કરવાની તક હતી. પણ બંને 2014ની હારથી બોધપાઠ લઈ શક્યા નથી, જે તેમના ચૂંટણી વ્યવસ્થાપનમાં દેખાતું હતું. પ્રજામાં નહીવત લોકસંપર્ક, સભા કે અસરકારક રેલી અને પ્રચારના કારણે અનેક વિસ્તારોમાં કોંગ્રેસની હાજરી સુધી દેખાતી ન હતી. જે દર્શાવતી હતી કે કોંગ્રેસે પરિણામ જાહેર થયા પહેલા હાર સ્વીકારી લીધી છે.

  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક : અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક બની ભાજપની બેઠક

ઉમેદવાર : દિનેશ મકવાણા (ભાજપ) વિરુદ્ધ ભરત મકવાણા (કોંગ્રેસ)

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર યોજાયેલ ત્રણેય લોકસભા ચૂંટણી સળંગ ભાજપ અને તેના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીએ જીતી છે. કોંગ્રેસે 2009 થી 2019 ની સળંગ ત્રણેય ચૂંટણીમાં આ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર સતત નવા ચહેરા આપ્યા છે, જેઓએ ભાજપને ક્યારેય પડકાર આપ્યો નથી. 2019 માં ભાજપના ડો. કિરીટ સોલંકીની કોંગ્રેસના રાજુ પરમાર સામે 3.21 લાખ મતે જીત થઈ હતી.

અમદાવાદ પશ્ચિમ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી બે વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે. 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 5 અને કોંગ્રેસને 2 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. 2024માં બેઠક પર 55.45 ટકા મતદાન થયું છે.

પ્રમાણમાં મધ્યમ અને નિમ્ન-મધ્યમવર્ગ મતદારો ધરાવતા વિસ્તારમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકે એમ છે. પણ કોંગ્રેસ શહેરી વિસ્તારોમાં ક્યારેય લોકસભા બેઠક જીતી નહીં શકે તેવા સ્વીકાર સાથે દર ચૂંટણીમાં ઉતરે છે. 2024માં કોંગ્રેસ અને ભાજપ એમ બંને પક્ષે અહીં ઉમેદવાર બદલ્યા છે. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને તો કોંગ્રેસે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર મકવાણાના પૌત્ર ભરત મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે.

કોંગ્રેસે પોતાના મતક્ષેત્ર હેઠળના અનુસૂચિત જાતિ અને મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જ પોતાની હાજરી દેખાડી હતી. ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાને તેમના ડેપ્યુટી મેયર તરીકે કરેલા વિકાસ કાર્યો, પીએમ નરેન્દ્ર મોદીનો ચહેરો, હિંદુત્વ, રામ મંદિર, શહેરી વિકાસ કાર્યો અને મોદી ગેરંટી ફાયદામાં રહેશે. તો કોંગ્રેસ પાસે સ્થાનિક કોઈ મુદ્દો ન હતો કે ન તો કોઈ અસરકારક જનસંપર્ક, જનતા રેલી અથવા કોઈ સભાનું આયોજન કરાયું હતું. જેના કારણે ભાજપ જ એક માત્ર રાજકીય પક્ષ તરીકે ઉભરતો દેખાતો હતો. 2024 લોકસભા ચૂંટણીમાં પણ પરિસ્થિતિ બદલાયા છતાં ભાજપના દિનેશ મકવાણા વિજયી થાય એવું જણાય છે.

  1. દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોએ ગરમી વધારી : સુરતથી ભાજપે ખાતું ખોલ્યું, બાકી ચારમાં રાજકીય ચકમક
  2. મધ્ય ગુજરાતના મતદારોનો મૂડ લાવશે પરિવર્તન ! છ લોકસભા બેઠક પર રસાકસીભર્યો જંગ

Last Updated : Jun 4, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.