ETV Bharat / state

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયાનો કરાયો પ્રારંભ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

બેલેટ પેપરથી મતદાન માટે કચ્છ લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા 6 વિધાનસભા બેઠકો પર ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન કરવામાં આવશે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પોલિંગ સ્ટાફ અગાઉથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બે દિવસ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે.lok sabha election 2024

ફેસિલિટેશન સેન્ટર ખાતે ગેઝેટેડ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 4:26 PM IST

લોકસભા સામાન્ય ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયાનો કરાયો પ્રારંભ

કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી માટે કચ્છ જિલ્લામાં પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને પોલિંગ સ્ટાફ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. બેલેટ પેપરથી મતદાન માટે કચ્છ લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા 6 વિધાનસભા બેઠકો પર ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન કરવામાં આવશે. ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલ પોલિંગ સ્ટાફ અગાઉથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા બે દિવસ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન: ફેસિલિટેશન સેન્ટર ખાતે ગેઝેટેડ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યું છે. મતદાનના દિવસે મતદારો વ્યવસ્થિત મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત પોલિંગ સ્ટાફ માટે આર.ડી.વરસાણી સ્કૂલ, ભુજ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં પોસ્ટલ બેલેટથી મત આપી પોલિંગ સ્ટાફ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી માટેની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. આ ફેસિલિટેશન સેન્ટર પર આગામી 3 દિવસોમાં પોલીસ કર્મચારીઓ, એસઆરપીએફ જવાનો તેમજ આવશ્યક સેવાના મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે.

  1. પોરબંદરમાં રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર અને સભાઓ યોજી પ્રચાર પ્રસાર - Porbandar loksabha election
  2. કોંગ્રેસ નિલેશ કુંભાણીને પાઠ ભણાવવા મક્કમ, અભિષેક મનુ સીંઘવીની આગેવાનીમાં કાયદાકીય કાર્યવાહી કરાશે - Loksabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.