ETV Bharat / state

કચ્છમાં મતગણતરીનું કાઉન્ટડાઉન શરુ, ભુજમાં ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હાથ ધરાશે મતગણતરી - lok sabha election 2024 result - LOK SABHA ELECTION 2024 RESULT

ભારતમાં લોકસભા ચૂંટણી સમાપ્ત થઇ ગઈ છે અને હવે મતગણતરી થવા જય રહી છે. ૪ જૂન એટલે કે આવતી કાલે થશે ભારતનું ભાવિ નક્કી. આ દરમિયાન કચ્છના મતગણતરી કેન્દ્રને પણ તમામ સુવિધા સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. તો કેવી છે સંપૂર્ણ તૈયારી જાણવા માટે વાંચો અહેવાલ. lok sabha election 2024 result

ભુજમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હાથ ધરાશે મતગણતરી
ભુજમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે હાથ ધરાશે મતગણતરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 3, 2024, 2:09 PM IST

કચ્છના મતગણતરી કેન્દ્રને પણ તમામ સુવિધા સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે (Etv Bharat Gujarat)

કચ્છ: લોકસભા બેઠકની ચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન પૂર્ણ થયું હતું. તમને જણાવી દઈએ કે, કચ્છ લોકસભા બેઠક પર 11 ઉમેદવારો મેદાનમાં હતા. આ સાથે અહીં 56.14 ટકા મતદાન થયા હોવાનું સતાવાર જાહેર કરાયું હતું. જે વર્ષ 2019ની ચૂંટણી કરતા પ્રમાણમાં 2.08 ટકા ઓછું થયું છે. આ વર્ષે એટલે કે, 2024ની ચૂંટણી માટે 19,43,136 જેટલા મતદારો પૈકી 10,90,878 મતદારોએ જ મતદાન કર્યું હતું, જયારે 8,52,258 મતદારો મતદાનથી દૂર રહ્યા હતા. અનુસૂચિત જાતિ માટે અનામત એવી કચ્છ લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27 દિવસ સુધી સ્ટ્રોંગ રૂમમાં સીલ EVM હવે આવતીકાલે 4 જૂને મતગણતરી થશે અને 11 ઉમેદવારનું ભાવિ સ્પષ્ટ કરશે. જાણવા જેવી બાબત એ છે કે, વર્ષ 1996થી કચ્છ બેઠક પર ભાજપ જીતી રહી છે.

કેટલા રાઉન્ડમાં થશે માટે ગણતરી? આવતીકાલે મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સાથે કરવામાં આવશે. કચ્છ લોકસભા વિસ્તારની 7 વિધાનસભા કક્ષ માટે બનાવાયેલા અલગ-અલગ 7 હોલમાં 14 ટેબલ ગોઠવી ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે રિઝર્વ સહિત 2000 જેટલા સ્ટાફ ફરજ પર કાર્યરત રહશે. કચ્છ લોકસભા સીટ માટે કુલ 154 જેટલા રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવશે, જેમાં સૌથી વધુ 27 રાઉન્ડ અબડાસામાં, તો સૌથી ઓછા 20 રાઉન્ડ માંડવી બેઠક પર હાથ ધરાશે. આ ઉપરાંત ભુજ અને ગાંધીધામમાં 22, અંજાર, રાપર અને મોરબીમાં 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

કેવા પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે મતગણતરી સ્થળે: મતગણતરી સ્થળે આરોગ્ય સંબંધી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે આરોગ્યની બે ટીમને મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત રાખવામાં આવી છે. તો સરકારી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રને ત્રિસ્તરીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં સીલ ઈવીએમ પર સીસીટીવી કન્ટ્રોલ રૂમ દ્વારા ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે. તો હવે આવતીકાલે બપોર સુધીમાં કચ્છ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે અને બધા એની ચાતકડોળે રાહ જોઈ રહ્યા છે.

  1. કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE, મતગણતરીને લઈને મીડિયા સાથે ચૂંટણી પંચનો સંવાદ - Election Commission of india press
  2. જાણો કોણ છે? પ્રેમ સિંહ તમંગ, જેમના કારણે SKMએ સિક્કિમમાં સનસનાટી મચાવી - Sikkim Assembly Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.