નવસારી : ગુજરાત રાજયમાં લોકસભા ચૂંટણી 2024 માટે રાજ્યની 26 લોકસભા બેઠકો અને વિધાનસભા પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. ત્યારે 25 નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. નવસારીની સાત વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચનો એક્શન પ્લાન : મતદાનમથક સુધી ફાળવેલી બસ દ્વારા ઈવીએમ સાથે સ્ટાફ પહોચાડવામાં આવશે. નવસારીમાં 21,98,019 જેટલા મતદારો નોંધાયા છે. નવસારી બેઠક પર કુલ 1116 મતદાન મથક પર ઇવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચાડવાની કામગીરી કાર્યરત છે. આવતીકાલ મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દરેક મતદાનમથક પર આરોગ્ય ટીમ સાથે પીવાના પાણી અને મંડપ તૈયાર કરવામાં આવ્યા છે. આમ નવસારી લોકસભામાં 7 વિધાનસભા બેઠક પર ડીસ્પેચીંગ કામગીરીમાં તંત્ર જોડાયું છે.
તૈયારીઓને આખરી ઓપ : ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે આવતી કાલ મતદાન છે ત્યારે 25 નવસારી લોકસભા બેઠક પર ચૂંટણીપંચ દ્વારા ઝીણવટપૂર્વક તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. નવસારીની સાત વિધાનસભા પૈકી તમામ વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ આપી દેવામાં આવ્યો છે.
પ્રાંત અધિકારીએ આપી માહિતી : નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોરે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં લોસકભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 175 વિધાનસભાના વિસ્તારમાંથી મતદાન ટુકડીઓની રવાનગીની કામગીરી ચાલી રહી છે. તમામ પોલિંગ સ્ટાફ પણ આવી ચૂક્યો છે અને તેઓ ઇવીએમ અને અન્ય સામગ્રીઓ મેળવી રહ્યા છે. સાથે સેક્ટર અધિકારીઓ જોડે તેઓ અવગત થઈ રહ્યા છે.
ગરમીને લઇ ઠંડકની વ્યવસ્થા : હીટ વેવને ધ્યાને લઈને આરોગ્યની ટીમ પણ દરેક મતદાન મથકે ઓઆરએસ અને ફર્સ્ટ સ્ટેટ સાથે હાજર રહેશે. સાથે સાથે દરેક સેક્ટર અધિકારી જોડે પણ આરોગ્યકર્મી હાજર રહેશે. દરેક મતદાન મથકો પર મંડપ બનાવી મતદાતાઓને તડકો ન લાગે તથા પાણીની સુવિધા કરવામાં આવી છે. હાલ થોડા સમયમાં તમામ મતદાન ટુકડીઓ અહીંથી રવાના થઈ પોતાના બુથ પર જઇ રહી છે...જનમ ઠાકોર (પ્રાંત અધિકારી નવસારી)
- 'એ પબ્લિક હૈ એે સબ જાનતી હૈ'... નવસારી લોકસભા બેઠકના મતદારોનો મિજાજ જાણો - Special Chopal Of ETV BHARAT
- સુરત શહેર અને જિલ્લાની 9 વિધાનસભા બેઠકમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ, કુલ 73 મતદાન કેન્દ્ર કાર્યરત રહેશે - Loksabha Election 2024