ETV Bharat / state

લોકસભા ચૂંટણી 2024  : PM મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠક પર મતદાન સંપન્ન થયું છે. આ ચૂંટણીમાં 4 કરોડ 96 લાખથી વધુ મતદારો પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો, આ વખતે ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતાં. સવારે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યુ હતું... lok sabha election 2024

લોકસભા ચૂંટણી 2024
લોકસભા ચૂંટણી 2024 (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 9:15 AM IST

Updated : May 7, 2024, 6:19 PM IST

અમદાવાદ: ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠક પર મતદાન સંપન્ન થયું છે. આ ચૂંટણીમાં 4 કરોડ 96 લાખથી વધુ મતદારો પોતાના મતાઘિકારનો ઉપયોગ કર્યો, આ વખતે ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં હતાં. સવારે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યુ હતું.. આ ઉપરાંત મનસુખ માંડવિયા, પરેશ ધાનાણી, ચૈતર વસાવા સહિતના ટોચના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં કર્યુ મતદાન
વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપમાં કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન સંપન્ન થયું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો છે, જે પૈકી 18થી 19 વર્ષની વયના 11,32,880 યુવા અને 10,322 શતાયુ મતદારો નોંધાયેલા છે. રાજ્યના 50,677 પૈકી 50 ટકા એટલે કે 25,000 જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સાથે નારણપુરામાં કર્યુ મતદાન
કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિવાર સાથે નારણપુરામાં કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

લોકશાહીના ગરબા: રાજકોટ ખાતે જોવા મળ્યો મતદાતાઓમાં અનેરો ઉત્સાહ, મોટા મૌવા મેઈન રોડ પર આવેલી વસંત વાટિકા ફ્લેટ્સ તેમજ અંબિકા પાર્કનાં રહેવાસીઓ ઢોલ-નગારા અને ડીજેનાં તાલે ગરબા લેતા અને ત્યારબાદ મતદાન કરવા જવા રવાના થયા, મતદાન કરવા જતા પહેલા પેટ-પૂજા પણ જરૂરી હોય, સવારનો નાસ્તો આ સોસાયટીનાં લોકોએ સાથે લીધો અને ત્યારબાદ મતદાન મથકે જવા રવાના થયા.

રાજકોટમાં લોકશાહીના ગરબા (Etv Bharat Gujarat)

CM ભુપેન્દ્ર પટેલે કર્યુ મતદાન: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સવારે મતદાન કર્યુ હતું અને લોકોને ભારે સંખ્યામાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મતદાન કર્યુ (Etv Bharat Gujarat)

વિજય રૂપાણીએ કર્યુ મતદાન: પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યુ હતું અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરતા લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

શંકરસિંહ વાઘેલાએ કર્યુ મતદાન: ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યુ હતું અને લોકોને પણ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવાની અપીલ કરી હતી.

ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મતદાન કર્યુ (Etv Bharat Gujarat)

મનસુખ માંડવિયાએ કર્યુ મતદાન: પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોતાના ભાવનગરના હણોલ ગામ ખાતે મતદાન કર્યુ હતું.

મનસુખ માંડવિયાની મતદાન બાદ પ્રતિક્રિયા (Etv Bharat Gujarat)

અમિત ચાવડાએ કર્યુ મતદાન: ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા, ધારાસભ્ય અને આણંદ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અમિત ચાવડા દ્વારા આંકલાવ ખાતે મતદાન કરવામાં આવ્યું

અમિત ચાવડાએ કર્યુ મતદાન
અમિત ચાવડાએ કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

અર્જુન મોઢવાડિયાએ કર્યુ મતદાન: પોરબંદર વિધાનસભાનાં ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર, વિકસિત ભારત માટે મતદાન કરવા અપીલ કરી હતી, આ ચૂંટણી કોઈ સરકાર બનાવવા માટે, ભાજપમાં દરેક બુથ, તાલુકા અને જિલ્લા વચ્ચે મતદાન માટે હરીફાઈ છે, જનતા બહોળા પ્રમાણમાં મતદાન કરવા બહાર નીકળે તેવી અપીલ, બાળકોનું ભાવી બદલવા માટેની આ ચૂંટણી છે, મજબૂત ચુકાદો આપીએ ભાજપનાં પક્ષમાં કે સમગ્ર દુનિયા આપણી શક્તિ જાણે

ભાજપ નેતા અર્જુન મોઢવાડિયાની મતદાન પ્રતિક્રિયા (Etv Bharat Gujarat)

લલિત વસોયાએ મતદાન કર્યુ: પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા લલિત વસોયાએ મતદાન કર્યુ

લલિત વસોયાએ મતદાન કર્યુ (Etv Bharat Gujarat)

યુવરાજસિંહ જાડેજાએ કર્યુ મતદાન: વિદ્યાર્થી નેતા, યુવરાજસિંહ જાડેજાએ ગોંડલ ખાતે મતદાન કર્યું

યુવરાજસિંહે કર્યુ મતદાન
યુવરાજસિંહે કર્યુ મતદાન (Etv Bharat Gujarat)

Last Updated : May 7, 2024, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.