ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર ઈટીવી ભારતની યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલ - Kutch Lok Sabha Seat - KUTCH LOK SABHA SEAT

લોકસભા ચૂંટણી 2024ના મતદાનને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પર રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ઈટીવી ભારતે ભુજ ખાતે જીમમાં વર્કઆઉટ કરી રહેલા મતદારો સાથે કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણીનો કેવો માહોલ છે, મતદારોની આગામી સમયમાં ચૂંટાઈને સાંસદ બનનારા ઉમેદવાર પાસે કેવી અપેક્ષાઓ છે તે અંગે ખાસ વાતચીત કરી હતી.

કચ્છ લોકસભા બેઠક પર ઈટીવી ભારતની યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલ
કચ્છ લોકસભા બેઠક પર ઈટીવી ભારતની યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલ (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 10:59 AM IST

ખાસ વાતચીત (ETV Bharat)

કચ્છ : લોકસભા ચૂંટણી 2024ના મતદાનમાં કચ્છ લોકસભા બેઠક પરના યુવા મતદારો નિર્ણાયક બનશે. ત્યારે જીમમાં યુવા મતદારો સાથે ચૂંટણી ચોપાલમાં તેમના મંતવ્યો જાણવાની કોશિશ કરવામાં આવી હતી. ભુજના જીમમાં જ્યારે ઈટીવી ભારતે મતદારો પાસે ચૂંટણીને તેમજ ઉમેદવારને લઈને મતદારોના અભિપ્રાયો જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મતદારોએ મોંઘવારી, બર્ડન ફ્રી એજ્યુકેશન, ઈન્ફરાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેલ અને એર કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી. તો છેલ્લા 10 વર્ષમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં વિકાસના કામો તો થયા છે તો સાથે જ હજી પણ સ્થાનિક સ્તરે નગરપાલિકાનો વહીવટ ખાડે જતા સ્થાનિક મુદ્દાઓની સમસ્યા રહેતી હોય છે.

એકબાજુ 10 વર્ષનો અનુભવ એક બાજુ નવો યુવા ચહેરો : મતદારોએ વાત કરી હતી કે 7મી તારીખે મતદાન કરવામાં આવશે ત્યારે તેને લઈને ખૂબ ઉત્સાહ છે.એક બાજુ જ્યારે 10 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવાર છે ત્યારે બીજું બાજુ એક નવો યુવા ચહેરો છે. ત્યારે ભાજપના જે ઉમેદવાર છે વિનોદ ચાવડા તેમને મતદારો તેમના વિકાસના કામો જોઈને જ ચૂંટે છે ત્યારે સતત ત્રીજી વખતે તેમને ટિકિટ મળી છે ત્યારે પાર્ટી અને મતદારોની પણ અપેક્ષાઓ હશે જ. વિકાસના કામો અંગે વાત કરતા મતદારે જણાવ્યું હતું કે કચ્છને પાસપોર્ટ કેન્દ્ર મળ્યું છે, ભુજથી નલિયાના બ્રોડગેજનુ કામ પૂર્ણ થયું છે.તો નકારાત્મક પાસાની વાત કરવામાં આવે તો નગરપાલિકાનું શાસન ક્યાંક ને ક્યાંક ખાડે ગયું હોવાની વાત મતદારે કરી હતી.

બર્ડન ફ્રી એજ્યુકેશન : તો બીજી બાજુ મહિલા મતદારે દેશના ભવિષ્ય એવા બાળકો અંગે વાત કરી હતી જેમાં ખાસ કરીને શાળામાં બર્ડન ફરી એજ્યુકેશનની વાત કરી હતી તો શાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે તેમજ યોગનો પણ અભ્યાસ કરાવવાની વાત કરી હતી તો શિક્ષણની સાથે સાથે બાળકો માટે અન્ય પ્રવુતિઓ કરાવવાની વાત પણ કરી હતી. સરકારે પણ બર્ડન ફ્રી એજ્યુકેશન અમલીકરણ કરવું જોઈએ. તો બીજી બાજુ સ્થાનિક મુદ્દાઓમાં સ્વચ્છતાની સમસ્યા ગટરની સમસ્યા અંગે પણ વાત કરી હતી.

મોંઘવારી ઓછી થાય તેવી માંગ : આ વર્ષે ક્યાં મુદ્દાઓને લઈને મતદાન કરશે મતદારો તે અંગે જણાવ્યું હતું કે સરકાર નાના લોકો પ્રત્યે ધ્યાન આપે. દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે તો સરકાર નાના અને મધ્યમ વર્ગના લોકો માટે પણ વિચારે. પ્રજાના પ્રશ્નો ઓછા થાય તેમજ સમસ્યાઓનો ઉકેલ આવે તેના માટે પ્રજા મત આપીને સરકાર ચૂંટે છે. પ્રજા ટેક્સ ચૂકવે છે તો શા માટે મોંઘવારી વધે છે.

યુવા મતદારોને મતદાન કરવા અપીલ : જીમમાં આવેલા અન્ય યુવા મતદારે યુવાનોને 5 મિનિટનો સમય ફાળવીને મતદાન અવશ્યથી કરવા અપીલ કરી હતી તો સાથે જ નર્મદાનાં પાણી, રેલવે કનેક્ટીવીટી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ આગામી સમયમાં કચ્છને મળે તેવી આશા વ્યક્ત કરી હતી. સરકાર ઈન્ફરાસ્ટ્રક્ચર સુવિધા પ્રત્યે ધ્યાન આપે તો સાથે જ કચ્છને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડતું હોય છે તો સ્થાનિક જળસ્રોત ઊભા કરવામાં આવે તો તકલીફ ના પડે.આ વખતે પાણીની વ્યવસ્થા, એજ્યુકેશન, રોડની ગુણવતા જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવશે.

5 વર્ષમાં થયેલા કામોને ધ્યાનમાં રાખીને મતદાન : અન્ય યુવા મતદારે જણાવ્યું હતું કે ખરેખર રીતે જોવામાં આવે તો શિક્ષિત લોકોની સરખામણીએ ગામડાના લોકો વધુ મતદાન કરતા હોય છે. કચ્છમાં પણ ઓછું મતદાન થતું હોય છે. લોકો મતદાનના દિવસે રજાનો દિવસ હોતા રજા તરીકે તેને માણતા હોય છે જ્યારે ખરેખર મતદાન કરવું જોઈએ જેથી કરીને મતદાનનું પ્રમાણ વધે. છેલ્લાં 5 વર્ષમાં જે કોઈ પણ સારા કે ખરાબ કામો થયા હોય તેને મગજમાં રાખીને મતદાન કરવું જોઈએ.

રમતગમત ક્ષેત્રે સરકારી યોજનાઓ અનિવાર્ય : આ ઉપરાંત દેશ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે યુવાનોને આ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તેમજ દેશના નાના ગામડાઓ અને શહેરોમાં રહેલા ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળે તો સાથે જ સરકાર દ્વારા અસક્ષમ લોકોને આર્થિક રીતે મદદ મળે અને યુવા રમતવીરો આગળ આવી દેશનું નામ રોશન કરે તેના માટે સરકારે યોજનાઓ બહાર પાડવી જોઈએ.

  1. કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણી તેમજ ઉમેદવારોને લઈને શું છે મતદારોનો મિજાજ જાણો - Voter Trends In Bhuj
  2. કચ્છ લોકસભા બેઠક પર કુલ 11 દાવેદારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચ્યું - Kutchh Morbi Lok Sabha Seat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.