અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી ચાલતા પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન વિવાદનો ચૂંટણી બાદ અંત આવ્યો એવું લાગી રહ્યું હતું. પરંતુ આજ રોજ મતદાન પછી પહેલીવાર ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી.
ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક શા માટે : સંકલન સમિતિની બેઠકમાં જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સંકલન સમિતિના સભ્ય કરણસિંહ ચાવડા દ્વારા વિવિધ સમાજો અને ક્ષત્રિય સમાજના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ચળવળ ગણાવી ક્ષત્રિયોની લડત : આ સાથે સાથે તેમને જણાવ્યું કે આ કોઈ રાજકીય લડત ન હતી પરંતુ આ એક ચળવળ હતી.વધુમાં તેમણે કહ્યું હતું કે તમામ આગેવાનોને કહેવા માંગુ છું કે કોઈ પણ જાતનો રાગ દ્વેષ ઉભો થાય તેવું ન કરવું. વ્યક્તિગત કે રાજકીય રીતે આ ચળવળને લેવી નહી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આ આંદોલન પૂર્ણ થાય છે અને આમાં ભાગ અને પાર્ટ ના હોય. કેમકે આ આંદોલન પરસોત્તમ રૂપાલા સામે હતું કોઈ પક્ષ સામે નહીં. આંદોલન ચાલુ રાખવું કે બંધ કરવું એ અધિકાર સંકલન સમિતિનો છે. શંકરસિંહની ભૂલથી આ નિવેદન આપવામાં આવ્યું હશે તેવું તેમણે જણાવ્યું હતું.
રૂપાલાની હાર નિશ્ચિત ગણાવાઇ : આ આંદોલનને કોઈનો દોરીસંચાર ના હતો પરંતુ આ આંદોલન સ્વયંભૂ ઉભુ થયું હતું. ત્યારે આ અમારા માઈક્રો આયોજનથી રૂપાલાની હાર નિશ્ચિત છે. તેમજ તમામ બેઠક પર ભાજપને નુકશાન કરવા મતદાન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલને વિરામ આપવામાં આવ્યો છે. તૃપ્તિબાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારી લડાઈ એ અસ્મિતાની લડાઈ હતી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે મારા સમાજની માતા બહેનો માટેની લડાઇ હતી.