ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર કેવો રહેશે ચૂંટણી જંગ? શું છે પરિસ્થતિ જાણો... - Lok Sabha Election 2024

કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા કચ્છમાં પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકસભા સામાન્ય ચૂંટણી માટે મંગળવારે મતદાન થશે. તો ચાલો જાણીએ કચ્છ લોકસભા બેઠક પર કેવો રહેશે ચૂંટણી જંગ?

Etv Bharatકચ્છ લોકસભા બેઠક
Etv Bharatકચ્છ લોકસભા બેઠક (Etv Bharatકચ્છ લોકસભા બેઠક)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 6:16 PM IST

કચ્છ: લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7મી મેના મતદાન થવાનું છે જેને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પર વર્ષ 1951થી લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લા બે ટર્મથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે અને ફરી તેમને ત્રીજી વખત પક્ષ તરફથી ટિકિટ મળી છે. તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા નવા યુવા ચેહરા નિતેશ લાલણને તક આપવામાં આવી છે. બેઠક પર કેવો છે માહોલ જાણો...

કચ્છ લોકસભા બેઠક પરિચય: સરહદી જીલ્લો કચ્છ 45,674 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો દેશનો સૌથી મોટો જિલ્લો છે. તેમજ ગુજરાત રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો 23 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. કચ્છમાં 10 તાલુકા, 10 મોટા શહેરો અને 950થી વધારે ગામડા પણ આવેલા છે. પણ કચ્છ લોકસભા મતવિસ્તાર તો આના કરતા પણ મોટો છે.કારણ કે આ લોકસભા બેઠકમાં 7 જેટલી વિધાનસભા બેઠકો આવે છે જેમાં કચ્છની 6 અને 1 મોરબીની વિધાનસભાનો સમાવેશ થાય છે.કચ્છ લોકસભા બેઠક પર છેલ્લી સાત ટર્મથી ભાજપનો જ વિજય થતો આવ્યો છે.

મતદારો, મતદાન મથકો માહિતી: કચ્છ - મોરબી લોકસભા બેઠક માટે કચ્છની 6 વિધાનસભા બેઠક અને મોરબીની 1 વિધાનસભા બેઠક મળીને કુલ 19,43,633 મતદારો 7મી મેના રોજ લોકસભા ચુંટણીમાં મતદાન કરશે. કચ્છ લોકસભા બેઠક ચુંટણી માટે કચ્છના 1844 અને મોરબીના 295 મળીને કુલ 2139 મતદાન મથકો પર થશે મતદારો મતદાન કરશે.મતદાન માટે કુલ 2877 BU, 2521 CU અને 2735 VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. ચુંટણી દરમિયાન કુલ 20 નોડલ ઓફિસર, 16632 સ્ટાફ ફરજ બજાવશે.તો આદર્શ આચારસંહિતા માટે 19 જેટલી ટીમો કાર્યરત રહેશે.કચ્છના 1844 મતદાન મથકો પૈકી 924 જેટલા મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ કરવામાં આવશે.કચ્છ લોકસભા બેઠક માટે 42 જેટલા સખી પોલિંગ સ્ટેશન, 6 PWD પોલિંગ સ્ટેશન, 6 મોડેલ પોલિંગ સ્ટેશન, 1 યુથ પોલિંગ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે.85 વર્ષથી વધુ વયના 14427 મતદારો, PWD ફ્લેગ કરેલા 13,100 મતદારો મળી કુલ 27,527 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.

કેવું રહેશે મતદાન: કચ્છ લોકસભા બેઠક પર દેશમાં થતા સરેરાશ મતદાનની ટકાવારી કરતા પણ ઓછું મતદાન થતું હોય છે. કચ્છમાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 58.71 ટકા મતદાન નોધાયું હતું, જે 2014ની લોકસભા ચૂંટણી 61.78 ટકા કરતાં ત્રણ ટકા ઓછું હતું. આ વર્ષે ગરમીના માહોલ વચ્ચે લોકો મતદાન કરવાનું ટાળે છે કે કેમ તેમજ ક્ષત્રિય સમાજના સતત થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપ વિરોધી મતદાન થશે કે પછી NOTA માં મતદાન થશે કે પછી લોકો મત આપવા જ મતદાન મથકે નહીં જાય તે નોંધનીય રહેશે. આ વર્ષે કચ્છ લોકસભા બેઠક પર મતદાનનું પ્રમાણ વધશે કે ઘટશે તેના પર પણ લોકોની નજર રહેશે.જોકે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોએ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ કર્યા છે.

બેઠકના મુદ્દાઓ: કચ્છ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં મુખ્ય નર્મદાનાં નીર, મોંઘવારી, રોડ રસ્તા તેમજ કેનાલની નબળી ગુણવતા, વારંવાર પકડાતા ડ્રગ્સ, શિક્ષકોની ઘટ્ટ, અપૂરતી ટ્રેન અને ફ્લાઈટ,પર્યાવરણના પ્રશ્નો, પવનચક્કીના વિવાદો, ખેડૂતોના પ્રશ્નો, રોજગારી, કચ્છના પ્રવેશદ્વાર પર ટ્રાફિક જામની સમસ્યા, ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય વળતર જેવા પ્રશ્નો પડકાર બની શકે છે. તો હાલમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરોધની પણ અસર ચૂંટણી પણ થશે.

ઉમેદવારોનો પ્રચાર પ્રસાર: કચ્છના આકરા તાપ અને ભારે ઉકળાટના માહોલ વચ્ચે આ વખતે ચૂંટણી જાહેર થયાથી લઈ પ્રચાર પ્રસારના પડઘમ શાંત થયા ત્યાં સુધીમાં ખાસ કોઈ માહોલ જોવા મળ્યો ના હતી. બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોએ કચ્છ અને મોરબીના ગામે ગામ પ્રવાસ કરીને પ્રચાર પ્રસાર કર્યો હતો તો બેઠકો પણ યોજી હતી. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં ગાંધીધામ ખાતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તો ભુજ ખાતે અમરાવતીના સાંસદ નવનીતકૌર રવિ રાણાએ રોડ શો યોજી શકિત પ્રદર્શન કર્યું હતું તો ફોર્મ ભરવા સમયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રોડ શો યોજી જાહેર સભા સંબોધી હતી. તો બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે પક્ષના ઉમેદવાર નીતેશ લાલણે દાવેદારી નોંધાવી તે પૂર્વે સભા સંબોધીત કરી હતી. ઉપરાંત બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ નાની નાની જાહેર સભાઓ અને વ્યકિતગત સંપર્ક અને ગામજનો સાથેની બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

નેતાઓ વચ્ચે જંગ: ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને તેમના કામો અને લોકો સાથેના જીવંત સંપર્કની જાણ પક્ષમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ હતી અને તેને ધ્યાનમાં રાખીને કચ્છની બેઠક માટે ફરીવાર તેમને તક આપવામાં આવી છે. વર્ષ 2014ની ચૂંટણી વખતે કચ્છના મતદારો તેમને માત્ર નામથી જ ઓળખતા હતા. તે સમયમાં લોકો સાથેના સંપર્કોને મજબૂત કરવા પર તેમણે કેન્દ્રિત કર્યું હતું. ત્યાર બાદ બીજી મુદતમાં કચ્છના પ્રશ્નો અને વિકાસની યોજનાઓ પર ધ્યાન આપ્યું હતું. જ્યારે આ વખતે ત્રીજી મુદ્ત માટે પોતાના અનુભવ, લોકો સાથેના સંપર્ક અને વિકાસનાં કામોની યાદીના આધારે લોકો તેમને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

પોલિંગ એજન્ટ તરીકે પણ અનુભવ: કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા કોંગ્રેસમાં છેક પાયાના સ્તરેથી કામગીરી કરવામાં આવી છે. એક કાર્યકર તરીકે બૂથમાં પાલિંગ એજન્ટ તરીકેની જવાબદારી સંભાળીને તેમણે પક્ષની પૂર્વ કચ્છની યુવા પાંખના વડાના હોદ્દા સુધી પહોંચ્યા હતા. આમ તો વિધાનસભાની ચૂંટણી સમયે પણ તેમના દ્વારા ગાંધીધામની બેઠક પર ટિકિટની માંગ કરવામાં આવી હતી, પણ હવે પક્ષે વફાદારી અને અનુસૂચિત જાતિમાં મારા સંબંધોને ધ્યાને લઇને લોકસભાના ઉમેદવારની જવાબદારી સોંપી છે. આમ તો ચૂંટણી મુદ્દા અને પ્રશ્નોના આધારે લડાતી હોય છે, પણ પોલિંગ એજન્ટ તરીકેના અનુભવ તેમને હોવાથી ભારે પ્રચાર અને લોકસંપર્કની મહેનત બાદ મતદાનના દિવસે આખરે પાલિંગ એજન્ટની ભૂમિકા ભારે નિર્ણાયક બની રહેતી હોય છે. આ વખતે આ બોધને ધ્યાને લઇને મતદાનના દિવસે પક્ષના બૂથ મેનેજમેન્ટને છેલ્લા કલાક સુધી અસરકારક રાખવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

મતદાનના મુદ્દાઓ: ભાજપના ઉમેદવાર દ્વારા પોતાના દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની યાદી તેમજ આગામી સમયમાં કચ્છની અંદર માળખાંકીય સુવિધાઓથી માંડીને શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, યુવા વિકાસ, કૃષિ, રમતગમત જેવા સંખ્યાબંધ વિષયો પર કામ કરવા અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે ને તમામ ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવશે તેવો દાવો કરીને મતદાન અંગે અપીલ કરવામાં આવી રહી છે.

ન્યાયની ગેરંટી: બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લોકો સાથે ઘણા વર્ષોથી થઈ રહેલા અન્યાય સામે વિવિધ રીતે ન્યાય અપાવવામાં આવશે તેમજ યુવાનો, મહિલાઓ, શ્રમિકો તેમજ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ,સહાય તેમજ નવી તકો ઊભી કરવાની વાત અને સાચા વિકાસને મત તેમજ ન્યાયની ગેરંટી આપીને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે.

  1. 'આ દેશમાં રહેવું હશે તો જયશ્રી રામ બોલવું પડશે' કચ્છમાં પ્રચાર દરમિયાન નવનીત કૌર રાણાનું સંબોધન - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.