ETV Bharat / state

શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડીંડોરે આજે પોતાના વતન ભંડારા ખાતે કર્યું મતદાન - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે આજે 7 મેના રોજ સવારે સાત કલાકે થી મતદાન શરૂ થયું છે. મહીસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં કુલ 8,26,166 જેટલા મતદારો જિલ્લાના કુલ 963 મતદાન મથકોએથી મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. મહીસાગર જીલ્લાના 18 પંચમહાલ લોકસભા સીટના સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડીંડોરે આજે પોતાના વતન ભંડારા ખાતે મતદાન કર્યું છે. lok sabha election 2024

શિક્ષણ પ્રધાન ડૉ કુબેર ડીંડોરે આજે પોતાના વતન ભંડારા ખાતે કર્યું મતદાન
શિક્ષણ પ્રધાન ડૉ કુબેર ડીંડોરે આજે પોતાના વતન ભંડારા ખાતે કર્યું મતદાન (etv bharat gujarat desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 11:24 AM IST

શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોરે હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું (etv bharat gujarat desk)

મહીસાગર: સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડીંડોરે આજે મતદાન કર્યું છે. લોકશાહીના મહાપર્વને ઉજવવા સૌ પ્રથમ શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડીંડોર પોતાના માદરે વતન ભંડારા ખાતે મતદાન માટે આવી પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોરે હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું છે. અગાઉ પ્રચાર દરમિયાન પણ શિક્ષણ મંત્રી હાથમાં મોરપીંછ સાથે જોવા મળ્યા હતા. દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ 400 પાર સાથે જંગી લીડથી જીતશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને દરેક મતદાતાઓને પોતના ઘરેથી નીકળી વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે.

પૂરા દેશમાં ત્રીજા ચરણનું મતદાન: શિક્ષણ મંત્રી ડૉ કુબેર ડીંડોરે જણાવ્યુ હતું કે, આજે પૂરા દેશમાં ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. તેમાં મે મારા વતન, મારી કર્મભૂમિ ભંડારા મુકામે સવારે 7 વાગ્યાના ટકોરે મતદાન કર્યું છે. આ સાથે મારા ગ્રામ્યજનો મારા તાલુકાની ધર્મપ્રેમી, કલાપ્રેમી, જનતાને, યુવાનોને, વડીલો, માતા-બહેનોને હું આહવાન કરુ છું કે, બધા પોતાના મતનો ઉપયોગ કરે. મતાધિકારી તરીકે સો ટકા મતદાન કરે એવી અપીલ પણ કરું છું. અમે આજે ઇચ્છિત ભારતના સંકલ્પને સાકાર કરવા, દેશ હિતમાં, રાષ્ટ્ર હિતમાં મેં મતદાન કરેલ છે, તમામને મારી શુભેચ્છા, સાથે સાથે તમામ મતદારો પોતાના મતનો ઉપયોગ કરે તેવી મારી નમ્ર વિનંતી છે.

  1. લોકસભા ચૂંટણી 2024: PM મોદી, અમિત શાહ સહિતના દિગ્ગજોએ કર્યુ મતદાન - lok sabha election 2024
  2. ઢોલનગારા સાથે મતદાન કરવા હર્ષ સંઘવી સહપરિવાર મતદાન કેન્દ્ર પહોંચ્યા, મૌલવી મામલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા - Harsh Sanghvi Vote in Surat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.